<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

સૌરાષ્‍ટ્રના અતિ મહત્‍વના, સમળધ્‍ધ અને સલામી વાળા પ્રજા વાત્‍સલ્‍ય રાજવીઓની વિલીનીકરણ સમય સુધીની વંશાવળીઓની ગૌરવંતી ઝલક

દેશના કુલ ૫૬૨ રાજયમાં સૌરાષ્‍ટ્રમાં ૨૨૨ રાજ્‍ય આવેલ જેનું કુલ ક્ષેત્રફળ ૨૧૪૫ ચો.મા. હતુ અને વસ્‍તી ૪૦ લાખની હતી. આ હિસાબે દેશમાં કુલ રાજ્‍યના ૪૦ ટકા રાજ્‍ય સૌરાષ્‍ટ્રમાં આવેલ. જેમાં ૧૪ રાજ્‍યો સલામી વાળા હતા : સૌરાષ્‍ટ્રમાં ક્ષત્રીય રાજપુતોના જાડેજા ઝાલા, ગોહીલ જેઠવા, પરમાર અન્‍ય જ્ઞાતિના કાઠી ખાચર બાબી (મુસ્‍લીમ) સીદી, નાગર બ્રાહ્મણ, આહીરના પણ રજવાડા હતા : ૨૨૨ રાજવીઓ રૂપિયા દસ લાખાથી રૂપિયા પાંચસો સુધીનું સાલિયાણા મેળવતા. આઝાદી પહેલા સૌરાષ્‍ટ્રના વિવિધ શાખના રાજવીઓએ સૌરાષ્‍ટ્ર ઉપર અંદાજે ચારસો વર્ષ શાસન કરેલઃ સલામી વાળા ૧૪ રાજ્‍યો પૈકી ૫ રાજ્‍યો જોડેજા વંશના હતા

જન જાગળતી અભિયાન મંચના પ્રમુખ શ્રી તખુભા રાઠોડ નવા વર્ષના શુભ આરંભે સૌરાષ્‍ટ્રના ૧૪ સલામી વાળા મહત્‍વના સમળધ્‍ધ અને પ્રજા વાત્‍સલ્‍ય, વિવિધ શાખના રાજવીઓની વિલીનીકરણ સમય સુધીની વંશાવલીઓ અંગે સંકલીત માહિતીથી જણાવે છે.

પ્રિય વાંચકો આઝાદી પહેલા દેશમાં અંદાજે ૪૦૦ વર્ષ સુધી વિવિધ શાખના ૫૬૨ રાજ્‍ય ઉપર રાજા, મહારાજ નવાબોનું શાસન હતું. કુલ ૫૬૨ રજવાડા પૈકી આપણા સૌરાષ્‍ટ્રના ૨૧૪૫ ચો.મા. નાના મોટા ૨૨૨ રાજવીઓનું ૪૦ લાખ પ્રજા ઉપર શાસન હતું. આ હિસાબે ૪૦ ટકા રજવાડા સૌરાષ્‍ટ્રમાં હતા, જેમાં ક્ષત્રીય રાજપુતના જાડેજા, ઝાલા, ગોહિલ, પરમાર, જેઠવા વંશના રાજવીઓ તથા અન્‍ય જ્ઞાતિ કાઠી, બાબી, મુસ્‍લીમ, સીદી, સિંધી, નાગર બ્રાહમણ, આહીરના પણ નાના મોટા રાજ્‍ય હતા. દેશનું સૌથી નાનુ રજવાડુ ‘વેજાનો નેશ' હતુ જેનું ક્ષેત્રફળ ૦.૭૫ કી.મા. વસ્‍તી-૨૦૬ વ્‍યક્‍તિઓની અને વાર્ષિક આવક રૂા. ૫૦૦-૦૦ હતી.

સૌરાષ્‍ટ્રના નાના-મોટા ૨૨૨ રાજ્‍યમાંથી ૧૪ મોટા, અતિ સમળધ્‍ધને પ્રજા વાત્‍સલ્‍ય રાજ વંશોની વંશાવળીઓ આ મુજબ છે.

(૧) નવાનગર (જામનગર)ના જાડેજા વંશની વંશાવળી - અંતિમ રાજવી શ્રી દિગ્‍વીજયસિંહજી જાડેજા-વાર્ષિક સાલીયાણુ દસ લાખ : જામનગર ઉપર જાડેજા વંશના ર૦ રાજવીઓએ ૪૧૭ વર્ષ શાસન કરેલ

શ્રી દિગ્‍વીજયસિંહજી જામનગર સ્‍ટેટ ફલેગ

(૧) શ્રી જામ રાવળ, : સતા સમય, ઈ.સ. ૧૫૩૫-૧૫૬૨, (હરધોળજી ધ્રોળ રાજ્‍યના સ્‍થાપક, (૨) શ્રી વિભોજી સતા સમય, ઈ.સ. ૧૫૬૨-૧૫૬૯, (૩) શ્રી સત્રસાલ (સતાજી) સતા સમય, ઈ.સ. ૧૫૬૯-૧૬૦૮, અજાજી (ભૂચર મોરીના યુદ્ધમાં મરાયા), (૪) શ્રી જશોજી સતા સમય, ઈ.સ. ૧૬૦૮-૧૬૨૪), (૫) શ્રી લાખો-પહેલા સતા સમય, ઈ.સ. ૧૬૨૪-૧૬૪૫, વિભોજી(રાજકોટની ગાદીના સ્‍થાપક). (૬) શ્રી રણમલજી સતા સમય, ઈ.સ. ૧૬૪૫-૧૬૬૧ (૭) શ્રી રાયસિંહજી-પહેલા સતા સમય, ઈ.સ. ૧૬૬૧-૧૬૬૪, (૮) શ્રી તમાથી-પેહેલા સતા સમય, ઈ.સ. ૧૬૭૩-૧૬૯૦. (૯) શ્રી લાખોラબીજા સતા સમય, ઇ.સ. ૧૬૯૦-૧૭૧૨ (૧૦) શ્રી રાયસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૭૦૯-૧૭૧૮,(૧૧) શ્રી હરધોળજી, સતા સમય, ઈ.સ. ૧૭૧૮-૧૭૨૭. (૧૨) શ્રી તમાચી-બીજા, સતા સમય, ઈ.સ. ૧૭૨૭-૧૭૪૩, (૧૩) શ્રી લાખોજી-ત્રીજાલ સતા સમય, ઈ.સ. ૧૭૪૩-૧૭૬૮, (૧૪) શ્રી જશોજી, રતા સમય, ઈ.સ. ૧૭૬૮-૧૮૧૪ (૧૫) શ્રી સતાજી, બીજા, સતા સમય, ઇ.સ. ૧૮૧૪-૧૮૨૦ (૧૬) શ્રી રણમલજી બીજા, સતા સમય, ઇ.સ. ૧૮૨૦-૧૮૫૨ (૧૭) શ્રી વિભાજી, સતા

સમય, ઈ.સ. ૧૮૫૨-૧૯૦૩ (૧૮) શ્રી જશવંતસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૯૦૩-૧૯૦૬ (૧૯) રણજીતસિંહજી. સતા સમય, ઈ.સ. ૧૯૦૭-૧૯૩૩ (૨૦) શ્રી દિગ્‍વિજયસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૯૩૩-૧૯૪૮

(૨) ધ્રોળના જાડેજા વંશની વંશાવળી-અંતિમ રાજવી શ્રી ચંદ્રસિંહજી જાડેજા-વાર્ષિક સાલીયાણુ એક લાખ દસ હજાર. ધ્રોળ ઉપર જાડેજા વંશના ૨૦ રાજવીઓનું ૪૦૯ વર્ષ શાસન રહેલ.

શ્રી ચંદ્રસિંહજી ધ્રોળ સ્‍ટેટ ફલેગ

(૧) શ્રી હરધોળજી, સતા સમય, ઈ.સ. ૧૫૩૯-૧૫૫૦ (૨) શ્રી જશોજી, સતા સમય, ઇ.સ. ૧૫૫૦-૧૫૬૪ (૩) શ્રી બામણિયોજી, સતા સમય, ઈ.સ. ૧૫૬૪-૧૫૬૬ (૪) શ્રી હરધોળજી-બીજા, સતા સમય. ઈ.સ. ૧૫૬૬-૧૬૦૪ (૫) શ્રી મોડજી, સતા સમય, ઈ.સ. ૧૬૦૪-૧૬૦૯, (૬) શ્રી પંચાણજી, સતા સમય, ઈ.સ. ૧૬૦૯-૧૬૪૪ (૭) શ્રી કલાજી, સતા સમય, ઇ.સ. ૧૬૪૪-૧૭૦૬), (૮) શ્રી જુણાજી. સતા સમય, ઈ.સ. ૧૭૦૬-૧૭૧૨ (૯) શ્રી ખેતાજી, સતા સમય, ઈ.સ. ૧૭૧૨-૧૭૧૫ (૧૦) શ્રી કલાજી, બીજા, સતા સમય, ઈ.સ. ૧૭૧૫-૧૭૧૬ (૧૧) શ્રી વાઘજી, સતા સમય, ઈ.સ. ૧૭૧૬-૧૭૬૦ (૧૨) શ્રી જૈસંગજી, સતા સમય, ઈ.સ. ૧૭૬૦-૧૭૬૩) (૧૩) શ્રી જુણાજી. બીજા સત્તા સમય, ઈ.સ. ૧૭૬૩-૧૭૭૧ (૧૪) શ્રી નાથાજી, સત્તા સમય, ઈ.સ. ૧૭૭૧-૧૭૮૨ (૧૫) શ્રી મોડજી, સતા સમય, ઈ.સ. ૧૭૮૨-૧૮૦૩ (૧૬) શ્રી ભૂપતસિંહ, સતા સમય, ઈ.સ. ૧૮૦૩-૧૮૪૪ (૧૭) શ્રી જેસંગજી (જયસિંહજી) બીજા,, સતા સમય, ઈ.સ. ૧૮૪૪-૧૮૮૬ (૧૮) શ્રી હરિસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૮૮૬-૧૯૧૪) (૧૯)દોલતસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૯૧૪-૧૯૩૯ (૨૦) ચંદ્રસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૯૩૯-૧૯૪૮.

(૩) રાજકોટના જાડેજા વંશની વંશાવળી-અંતિમ રાજવી શ્રી પ્રધુમનસિંહજી જાડેજા-વાર્ષિક સાલીયાણુ બે લાખ પંચ્‍યાસી હજાર. રાજકોટ ઉપર જાડેજા વંશના ૧૫ રાજવીઓએ ૩૨૮ વર્ષ શાસન કરેલ.

શ્રી પ્રધુમનસિંહજી રાજકોટ સ્‍ટેટ ફ્‌લેગ

(૧) શ્રી વિભાજી, સતા સમય, ઈ.સ. ૧૬૦૮-૧૬૩૫. (૨) શ્રી મહેરામણજી-પહેલા, સતા સમય, ઈ.સ. ૧૬૩૫-૧૬૫૬ (૩) શ્રી સાહેબજી-બીજા, સતા સમય, ઈ.સ. ૧૬૫૬-૧૬૭૫, (૪) શ્રી બામણિયોજી-બીજા, સતા સમય, ઈ.સ. ૧૬૭૫-૧૬૯૪(૫) શ્રી મહેરામણજી-બીજા સતા સમય, ઈ.સ. ૧૬૯૪-૧૭૨૦, (ઈ.સ. ૧૭૨૦-૧૭૩૨) (માસુમખાનનું મુસ્‍લિમ શાસન રહેલટ્‍ઠ (૬) શ્રી રણમલજી-પહેલા, સતા સમય, ઈ.સ. ૧૭૩૨-૧૭૪૬) (૭) શ્રી લાખોજી, સતા સમય, ઇ.સ. ૧૭૪૬ (૮) શ્રી મહેરામણજી-ત્રીજા, સતા સમય, ઇ.સ. ૧૭૪૬-૧૭૯૬ (૯) શ્રી રણમલજી-બીજા, સતા સમય, ઇ.સ.૧૭૯૬-૧૮૨૫ (૧૦) શ્રી સુરાજી, સતા સમય, ઈ.સ. ૧૮૨૫-૧૮૪૪, (૧૧) શ્રી મહેરામણજી-ચોથા, સતા સમય, ઈ.સ. ૧૮૪૪-૧૮૬૨ (૧૨) શ્રી બાવાજી રાજ, સતા સમય, ઇ.સ. ૧૮૬૨-૧૮૯૦ (૧૩) શ્રી લાખાજી રાજ, સતા સમય, ઈ.સ. ૧૮૯૦-૧૯૩૦)(૧૪) શ્રી ધર્મેન્‍દ્રસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૯૩૦-૧૯૪૦ (૧૫) શ્રી પ્રદુમનસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૯૪૦-૧૯૪૮.

(૪) ગોંડલના જાડેજા વંશની વંશાવળી - અંતિમ રાજવી શ્રી ભોજરાજસિંહજી જાડેજા-વાર્ષિક સાલીયાણુ આઠ લાખ. ગોંડલ ઉપર જાડેજા વંશના ૧૪ રાજવીઓએ ૨૬૯ વર્ષ શાસન કરેલ.

શ્રી ભોજરાજસિંહજી ગોંડલ સ્‍ટેટ ફલેગ

(૧) શ્રી કુંભોજી (૨) શ્રી સંગ્રામજી-પહેલા, સતા સમય, ઈ.સ. ૧૬૭૯-૧૭૧૪)(૩) શ્રી હાલોજી, સતા સમય, ઇ.સ. ૧૭૧૪-૧૭૫૩(૪) શ્રી કુંભાજી બીજા(ભા.કુંભા), સતા સમય, ઈ.સ. ૧૭૫૩-૧૭૯૦, (૫) શ્રી મુળુજી, સત. સમય, ઈ.સ. ૧૭૯૦-૧૭૯૨ (૬) શ્રી દાજીભાઈ . સતા સમય, ઈ.સ. ૧૭૯૨-૧૮૦૦, (૭) શ્રી દેવોજી, સતા સમય, ઈ.સ. ૧૮૦૦-૧૮૧૨ (૮) શ્રી નાથોજી, સત. સમય, ઈ.સ. ૧૮૧૨-૧૮૧૪ (૯) શ્રી કાનોજી. સતા સમય, ઈ.સ. ૧૮૧૪-૧૮૨૧ (૧૦) શ્રી ચંદ્રસિંહજી (મોતીભાઈ), સતા સમય, ઈ.સ. ૧૮૨૧-૧૮૪૧ (૧૧) શ્રી ભાણાભાઈ, સતા સમય, ઈ.સ. ૧૮૪૧-૧૮૫૧) (૧૨) શ્રી સંગ્રામજી-બીજા,સતા સમય, ઈ.સ. ૧૮૫૧-૧૮૬૯ (૧૩) શ્રી ભગવતસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૮૬૯-૧૯૪૪ (૧૪) શ્રી ભોજરાજજી, સતા સમય, ઈ.સ. ૧૯૪૪ ૧૯૪૮)

(૫) મોરબીના જાડેજા વંશની વંશાવળી - અંતિમ રાજવી શ્રી મહેન્‍દ્રસિંહજી જાડેજા-વાર્ષિક સાલીયાણુ આઠ લાખ. મોરબી ઉપર જાડેજા વંશના ૧૨ રાજવીઓએ ર૫૦ વર્ષ શાસન કરેલ.

શ્રી મહેન્‍દ્રસિંહજી મોરબી સ્‍ટેટ ફલેગ

(૧) શ્રી કાંયોજી, સતા સમય, ઈ.સ.. ૧૬૯૮-૧૭૩૪) (૨) શ્રી અલિય.જી. સતા સમય, ઈ.સ. ૧૭૩૪-૧૭૪૦) (૩) શ્રી રવાજી, સતા. સમય, ઈ.સ. ૧૭૪૦-૧૭૬૪) (૪) શ્રી પંચાણજી, સતા સમ્‍ય, ઈ.સ. ૧૭૬૪-૧૭૭૩) (૫) શ્રી વાઘજી-પહેલા, સતા સમય, ઈ.સ. ૧૭૭૩-૧૭૮૫) (૬) શ્રી હમીરજી, સતા સમય, ઈ.સ. ૧૭૮૫-૧૭૯૦) (૭) શ્રી જીયોજી, સતા સમય, ઇ.સ. ૧૭૯૦-૧૮૨૯) (૮) શ્રી પળથ્‍વીરાજજી, સતા. સમય, ઈ.સ. ૧૮૨૯-૧૮૪૬) (૯) શ્રી રવોજી બીજા., સતા સમય, ઈ.સ. ૧૮૪૬-૧૮૭૦) (૧૦) શ્રી વાઘજી-બીજા, સતા સમય, ઈ.સ. ૧૮૭૦-૧૯૨૨) (૧૧) શ્રી લખધીરજી, સતા સમય, ઈ.સ. ૧૯૨૨-૧૯૪૮) (૧૨) શ્રી મહેન્‍દ્રસિંહજી, સત્તતા સમય, ઈ.સ. ૧૯૪૮.

(૬) ધ્રાંગધ્રાના ઝાલા વંશની વંશાવળી અંતિમ રાજવી શ્રી મેઘરાજસિંહજી જાડેજા-વાર્ષિક સાલીયાણુ ત્રણ લાખ એસી હજાર. ધ્રાંગધા ઉપર ઝાલા વશંના રાજવીઓનું ૧૬૬ વર્ષ શાસન રહેલ.

શ્રી મેઘરાજસિંહજી ધ્રાંગધ્રા સ્‍ટેટ ફલેગ

ધ્રાગંધ્રાના ઝાલા વંશના મુળ પુરુષ હરપાલ દેવ (૧૦૯૦-૧૧૩૦) હતા. આ ઝાલા વંશના શાસકોની રાજધાની પાટડી, માંડલ, કુવા, હળવદ અને છેલ્લે ધ્રાંગધ્રામાં હતી. ૧૭૩૦માં રાયસિંહજીએ વર્ષના થોડા સમય માટે ધ્રાંગધ્રાને રાજધાની બનાવી હતી. પરંતુ પછીથી ૧૭૮૨માં જશવંતસિંહજીએ ધ્રાંગધ્રાને પોતાની કાયમી રાજધાની બનાવી હતી. તેથી અહી જશવંતસિંહજીથી ધ્રાંગધ્રાના ઝાલા વંશની વંશાવળી આપી છે.

મુળપુરૂષ હરપાલદેવ

તેનાથી (૩૬) માં ક્રમે શ્રી જશવંતસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૭૮૨-૧૮૦૫) (૩૭) શ્રી રાયસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૮૦૧-૧૮૦૪ (૩૮)શ્રી અમરસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૮૦૪-૧૮૪૩ (૩૯) શ્રી રણમલસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૮૪૩-૧૮૬૯ (૪૦) શ્રી માનસિંહજી,સતા સમય, ઇ.સ. ૧૮૬૯-૧૯૦૦ (૪૧) શ્રી અજીતસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૯૦૦-૧૯૧૧ (૪૨) શ્રી ઘનશ્‍યામસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૯૧૧-૧૯૪૨ (૪૩) શ્રી મેઘરાજજી ઉર્ફે મયૂરધ્‍વજસિંહજી. સતા સમય, ઈ.સ. ૧૯૪૨-૧૯૪૮.

(૭) લીંબડીના ઝાલા વંશની વંશાવળી અંતિમ રાજવી શ્રી છત્રસાલજીસિંહજી ઝાલા-વાર્ષિક સાલીયાણુ એક લાખ પંચાણુ હજાર. લીંબડી ઉપર ઝાલા વંશના ૨૧૧ રાજવીઓનું શાસન રહેલ.

લીંબડી, ઠાકોર સાહેબશ્રી લીંબડી સ્‍ટેટ ફલેગ

લીબડી રાજયના ઝાલા વંશના મુળપુરૂષ હરપાલ દેવ હતા. તેતાથી ૩૦મા ક્રમાંકે હરભમજી પહેલા થયા જેમણે ૧૭૩૭માં લીંબડીમાં રાજધાની સ્‍થાપી હતી.

(૩૦) શ્રી હરભમજી-પહેલા, સતા સમય, ઈ.સ. ૧૭૩૭-૧૭૮૬) (૩૧) શ્રી હરિસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૭૮૬-૧૮૨૫) (૩૨)શ્રી ભોજરાજજી-ચૌથા, સતા સમય, ઈ.સ. ૧૮૨૫-૧૮૩૭) (૩૩) શ્રી હર મમજી-બીજા, સતા સમય, ઈ.સ. ૧૮૩૭-૧૮૫૬) (૩૪) શ્રી ફત્તેહસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૮૫૬-૧૮૬૨) (૩૫)શ્રી જશવંતસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૮૬૨-૧૯૦૭) (૩૬) શ્રી દોલતસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૯૦૮-૧૯૪૦) (૩૭) શ્રી દિગ્‍વિજયસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૯૪૦-૧૯૪૧ (૩૮) શ્રી છત્રસાલજી, સતા સમય, ઈ.સ. ૧૯૪૧-૧૯૪૮.

 

 

(૮) વાંકાનેરના ઝાલા વંશની વંશાવળી - અંતિમ રાજવી શ્રી અમરસિંહજી ઝાલા-વાર્ષિક સાલીયાણુ એક લાખ એસી હજાર. વાંકાનેર ઉપર ઝાલા વંશના ૧૩ રાજવીઓએ ૩૪૨ વર્ષ શાસન કરેલ.શ્રી અમરસિંહજી વાંકાનેર સ્‍ટેટ ફલેગ

વાંકાનેરના ઝાલા વંશના રાજવીઓ એ હળવદ-ધ્રાંગધ્રાના રાજવી શ્રી ચંદ્રસિંહના પાટવીકુંવર પળથ્‍વીરાજના વંશજો છે. શ્રી પળથ્‍વીરાજના મોટા પુત્ર શ્રી સરતાનજીએ ૧૬૦૫ માં વાંકાનેર રાજ્‍યની અને બીજા પુત્રશ્રી રાૉજીએ વઢવાણના સ્‍વતંત્ર રાજ્‍યની સ્‍થાપના કરેલી હતી.

(૧) શ્રી સરતાનજી (સુલતાનજી), સતા સમય, ઈ.સ. ૧૬૦૬-૧૬૨૦) (૨) શ્રી માનસિંહજી. સતા સમય, ઈ.સ. ૧૬૨૦-૧૬૫૦ (૩) શ્રી રાયસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૬૫૦-૧૬૭૮ (૪) શ્રી ચંદ્રસિંહજી-પહેલા, સતા સમય, ઈ.સ. ૧૬૭૮-૧૭૨૧ (૫)શ્રી પળથ્‍વીસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૭૨૧-૧૭૨૮) (૬) શ્રી કેસરીસિંહજી, સતા. સમય, ઈ.સ. ૧૭૨૮-૧૭૪૯)(૭) શ્રી ભારોજી, સતા સમય, ઈ.રા. ૧૭૪૯-૧૭૮૪, (૮) શ્રી કેસરીસિંહજી-બીજા, સતા સમય, ઈ.સ. ૧૭૮૪-૧૭૮૭) (૯) શ્રી ચંદ્રસિંહજી-બીજા, સતા. સમય, ઈ.સ. ૧૭૮૭-૧૮૦૯ (૧૦) શ્રી વખતસિંહજી. સતા સમય, ઈ.સ. ૧૮૦૯-૧૮૬૧) (૧૧) શ્રી બનેસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૮૬૧-૧૮૮૧ (૧૨) શ્રી અમરસિંહજી, સતા સમય, ઇ.સ. ૧૮૮૧-૧૯૪૮) (૧૩) શ્રી પ્રતાપસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૯૪૮.

(૯) વઢવાણના ઝાલા વંશની વંશાવળી અંતિમ રાજવી શ્રી સુરેન્‍દ્રસંહજી ઝાલા-વાર્ષિક સાલીયાણુ એક લાખ બેતાલીસ હજાર. વઢવાણ ઉપર ઝાલા વંશના ૧૫ રાજવીઓએ ૩૧૮ વર્ષ શાસન કરેલ.

શ્રી સુરેન્‍દ્રસંહજી વઢવાણ સ્‍ટેટ ફલેગ

(૧) શ્રી રાજોજી, સતા સમય, ઇ.સ. ૧૬૩૦-૧૬૪૨ (ગાદીના સ્‍થાપક) (૨) શ્રી સબળસિંહ-પહેલા, સતા સમય, ઈ.સ. ૧૬૪૨-૧૬૬૬) (૩) શ્રી ઉદયસિંહ, સતા સમય, ઈ.સ. ૧૬૬૬-૧૬૮૧ (૪) શ્રી ભગતસિંહજી, સતા સમય, ઇ.સ. ૧૬૮૧-૧૭૦૭) (૫) શ્રી અર્જુનસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૭૦૭-૧૭૪૧, (૬) શ્રી સબલસિંહજી-બીજા. સતા સમય, ઈ.સ. ૧૭૪૧-૧૭૬૫ (૭) શ્રી ચંદ્રસિંહજી, સતા સમય, ઇ.સ. ૧૭૬૫-૧૭૭૮) (૮) શ્રી પળથ્‍વીરાજજી, સતા સમય, ઈ.સ. ૧૭૭૮-૧૮૦૭ (૯) શ્રી જાલમસિંહજી, સતા સમય, ઇ.સ. ૧૮૦૭-૧૮૨૭ (૧૦) શ્રી રાયસિંહજી, સતા. સમય, ઇ.સ. ૧૮૨૭-૧૮૭૫) (૧૧)શ્રી દાજીરાજ, સત્તા, સમય. ઇ.સ. ૧૮૭૫-૧૮૮૫ (૧૨) શ્રી બાલસિંહજી, સતા, સમય, ઇ.સ. ૧૮૮૫-૧૯૧૦. (૧૩) શ્રી જશવંતસિંહજી, સતા સમય, ઇ.સ. ૧૯૧૦-૧૯૧૮, (૧૪) શ્રી જોરાવરસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૯૧૮-૧૯૩૪, (૧૫) શ્રી સુરેન્‍દ્રસિંહજી, સતા સમય, ઇ.સ. ૧૯૩૪-૧૯૪૮.

(૧૦) ભાવનગરના ગોહિલ વંશની વંશાવળી અંતિમ રાજવી શ્રી કળષ્‍ણકુમારસિંહજી ગોહિલ-વાર્ષિક સાલીયાણુ દસ લાખ. ભાવનગર રાજ્‍ય ઉપર ગોહીલ વંશનું ૨૪૫ વર્ષ સુધી શાસન રહેલ.

શ્રી કળષ્‍ણકુમારસિંહજી ભાવનગર સ્‍ટેટ ફલેગ

આ ગોહિલ વંશના મૂળપુરૂષ સેજકજી હત..તેમનાથી શરૂ કરીને રતનજી શ્રીજા (૧૬૬૦-૧૮૦૩) સુધીના રાજવીઓની રાજધાની ક્રમશ સેજકપુર, રાણપુર, ઘોઘા અને પીરમ, ઉમરાળ. અને સિહોરમાં રહી હતી. ભાવનગર શહેરની સ્‍થાપના ૧૭૨૩ માં ભવસિંહજી પહેલાએ કરી ત્‍યા રાજધાની સ્‍થાપી હતી.

(૧) શ્રી ભાવસિંહજી પહેલા, સતા સમય, ઈ.સ. ૧૭૦૩-૧૭૬૪

(૨) શ્રી અખેરાજજી બીજા, સતા સમય, ઈ.સ. ૧૭૬૪-૧૭૭૨

(૩) શ્રી વખતસિંહજી . સતા સમય, ઈ.સ. ૧૭૭૨-૧૮૧૬

(૪) શ્રી વિજયસિંહજી ?સતા સમય, ઇ.સ. ૧૮૧૬-૧૮૫૨,

(૫) શ્રી અખેરાજજી-ત્રીજા, સત. સમય, ઈ.સ. ૧૮૫૨-૧૮૫૪)

(૬) શ્રી જશવંતસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૮૫૪-૧૮૭૦)

(૭) શ્રી તખ્‍તસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૮૭૦-૧૮૯૬

(૮) શ્રી ભાવસિંહજી-બીજા, સતા સમય, ઈ.સ. ૧૮૯૬-૧૯૧૯)

(૯) શ્રી કળષ્‍ણકુમારસિંહજી, સતા સમય, ઇ.સ. ૧૯૧૯-૧૯૪૮.

(૧૧) પાલિતાણાના ગોહિલ વંશની વંશાવળી - અંતિમ રાજવી શ્રી બહાદુરસંહજી ગોહિલ-વાર્ષિક સાલીયાણુ એક લાખ એસી હજાર. પાલિતાણા ઉપર ગોહેલ વંશનું ૨૧૪ વર્ષ શાસન રહેલ.

 

શ્રી બહાદુરસંહજી પાલિતાણા સ્‍ટેટ ફલેગ

મૂળપુરુષઃ સેજકજીના બીજા નંબરના પુત્ર શાહજી.

૧૭મા ક્રમાંકે (૧) નોંધણજી ત્રીજા. (૨) શ્રી સરતાનજી-બીજા. સતા સમય, ઈ.સ. ૧૭૩૪-૧૭૬૬ (૩) શ્રી ઉનડજી સતા સમય, ઇ.સ. ૧૭૬૬-૧૮૨૦ (૪) શ્રી કાંધલજી-ચોથા, સતા સમય, ઈ.સ. ૧૮૨૦-૧૮૪૦ (૫) શ્રી નોંધણજી-ચોથા, સતા. સમય, ઈ.સ. ૧૮૪૦-૧૮૬૦ (૬) શ્રી પ્રતાપસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૮૬૦ (૭) શ્રી સૂરસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૮૬૦-૧૮૮૫ (૮) શ્રી માનસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૮૮૫-૧૯૦૫) (૯) શ્રી બહાદુરસિંહજી. સતા સમય, ઈ.સ. ૧૯૦૫-૧૯૪૮.

(૧૨) પોરબંદરના જેઠવા વંશની વંશાવળી - અંતિમ રાજવી શ્રી નટવરસિંહજી જેઠવા-વાર્ષિક સાલીયાણુ ત્રણ લાખ એસી હજાર. પોરબંદર ઉપર જેઠવા વંશના ૧૨ રાજવીઓનું ૩૭૪ વર્ષ શાસન રહેલ.

શ્રી નટવરસિંહજી પોરબંદર સ્‍ટેટ ફલેગ

જેઠવા વંશ (હનુમાન-પુત્ર) મકરધ્‍વજે સ્‍થાપ્‍યો હોવાની માન્‍યતા પ્રચલિત છે. મકરધ્‍વજ પછી ૧૬૯ મા ક્રમાંકે થયેલા ખીમોજી ત્રીજાએ ૧૫૭૪ માં છાયામાં રાજધાની સ્‍થાપી હતી. પછીથી ૧૭૮૫ માં સુલતાનજીએ પોરબંદરમાં રાજધાની સ્‍થાપી હતી.

મૂળપુરુષઃ મકરધ્‍વજ

તેનાથી ૧૬૯ માં ક્રમે (૧) શ્રી ખીમોજી ત્રીજા, સતા સમય, ઈ.સ. ૧૫૭૪-૧૬૨૬ (૨) શ્રી વિકમાતજી-ચોથા, સતા સમય, ઇ.સ. ૧૬૨૬-૧૬૭૧ (૩) શ્રી સરતાનજી-પહેલા, સતા સમય, ઈ.સ. ૧૬૭૧-૧૬૯૯ (૪) શ્રી ભાલજી-આઠમા, સતા સમય, ઈ.સ. ૧૬૯૯-૧૭૦૧ (૫) શ્રી ખીમોજી-ચોથા, સતા સમય, ઈ.સ. ૧૭૦૧-૧૭૨૮ (૬) શ્રી વિક્રમાતજી-પાંચમા, સતા સમય, ઈ.સ. ૧૭૨૮-૧૭૫૭ (૭) શ્રી સરતાનજી-બીજા, સતા સમય, ઈ.સ. ૧૭૫૭-૧૮૦૪ (૮) શ્રી હાલોજી, સતા સમય, ઈ.સ. ૧૮૦૪-૧૮૧૨ (૯) શ્રી ખીમોજી (પળથ્‍વીરાજજી), સતા સમય, ઈ.સ. ૧૮૧૩-૧૮૩૧ (૧૦) શ્રી વિક્રમાતજી (ભોજરાજજી), સતા, સમય, ઈ.સ. ૧૮૩૧-૧૯૦૦ (૧૧) શ્રી ભાવસિંહજી, સત્તા સમય, ઈ.સ. ૧૯૦૦-૧૯૦૮ (૧૨) શ્રી નટવરસિંહજી, સતા સમય, ઈ.સ. ૧૯૦૮-૧૯૪૮.

(૧૩) જૂનાગઢનો બાબી વંશની વંશાવળી - અંતિમ નવાબ શ્રી મહાબતખાનજી (પાકિસ્‍તાન ભાગી ગયેલ). જુનાગઢ ઉપર ૯ નવાબોએ ર૦૦ વર્ષ શાસન કરેલ.

શ્રી મહાબતખાનજી જુનાગઢ સ્‍ટેટ ફલેગ

(૧) શ્રી શેરખાન (બહાદૂરખાન), સતા સમય. ઈ.સ. ૧૭૪૮-૧૭૫૮ (૨) શ્રી મહાબતખાન-પહેલા, સતા સમય, ઇ.સ. ૧૭૫૮-૧૭૭૪ (૩) શ્રી હામદખાન-પહેલા, સતા સમય, ઈ.સ. ૧૭૭૪-૧૮૧૧ (૪) શ્રી બહાદૂરખાન-બીજા, સતા સમય, ઇ.સ. ૧૮૧૧-૧૮૪૦ (૫) શ્રી હામદખાન-બીજા, સતા સમય, ઈ.સ. ૧૮૪૦-૧૮૫૧ (૬) શ્રી મહાબતખાન-બીજા, સતા સમય, ઈ.સ. ૧૮૫૧-૧૮૮૨ (૭) શ્રી બહાદૂરખાન-ત્રીજા, સતા સમય, ઈ.સ. ૧૮૮૨-૧૮૯૨ (૮) શ્રી રસૂલખાનજી, સતા સમય, ઈ.સ. ૧૮૯૨-૧૯૧૧ (૯) શ્રી મહાબતખાન-ત્રીજા, સતા સમય, ઇ.સ. ૧૯૧૧-૧૯૪૮.

(૧૪) જસદણના ખાચર વંશની વંશાવળી-અંતિમ રાજવી શ્રી આલા ખાચર સાહેબ. જસદણ ઉપર ખાચર વંશના ૮ રાજવીઓએ ૨૮૩ વર્ષ શાસન કરેલ. આ રાજ્‍ય બિન સલામી વાળુ હતું

શ્રી આલા ખાચર સાહેબ જસદણ સ્‍ટેટ ફલેગ

(૧) શ્રી વિકા ખાચર, સતા સમય, ઈ.સ. ૧૬૬૫-૧૬૮૫ (જસદણ ગાદીના સ્‍થાપક) (૨) શ્રી ઓઢા ખાચર-પહેલા, સતા સમય. (૩) શ્રી વાજસૂર ખાચર, (૪) શ્રી ચેલા ખાચર, સતા સમય, ઇ.સ. ૧૮૦૯-૧૮૫૧ (૫) શ્રી આલા ખાચર-પહેલા, સતા સમય, ઈ.સ. ૧૮૫૧-૧૯૦૪ (૬) શ્રી ઓઢા ખાચર-બીજા, સતા સમય, ઈ.સ. ૧૯૦૪-૧૯૧૨ (૭) શ્રી વાજસૂર ખાચર-બીજા, સત. સમય, ઈ.સ. ૧૯૧૨-૧૯૧૯ (૮) શ્રી આલા ખાચર-બીજા, સત્તા સમય, ઈ.સ. ૧૯૧૯-૧૯૪૮.

ઉપરોકત વિવિધ રાજવીઓની વંશાવળી

પ્રખર ઇતિહાસ લેખક શ્રી એસ.વી.જાની

સાહેબના ઇતિહાસ લેખન

સામગ્રીમાંથી સંકલન કરેલ છે.

સંકલન

તખ્‍તસિંહ (તખુભા) રાઠોડ

મો. ૯૮૨૪૨ ૧૬૧૩૦

(3:45 PM IST)