<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

એલ્‍યુમીનીયમ પ્‍લેટોની ચોરીના ગુનામાં ફરાર આરોપી રાવત ઉર્ફે રાવતુ પકડાયો

એલસીબી ઝોન-રની ટીમના પીએઅસાઇ એસ.વી.ચુડાસમા સહિતની ટીમે માધાપર ચોકડી પાસેથી ઝડપી લીધા

રાજકોટ, તા., ૨૮ : રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ મથકના એકલ્‍યુમીનીયમ પ્‍લેટોની ચોરી કરતી ગેંગના ફરાર આરોપીને  એલસીબી ઝોન-રની ટીમે માધાપર ચોકડી પાસેથી ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

યુનિવર્સિટી પોલીસ મથકમાં દાખલ  થયેલા એલ્‍યુમીનીયમ પ્‍લેટોની ચોરી કરતી ગેંગનો નાસતો ફરતો આરોપી રાવત ઉર્ફે રાવતુ રણછોડભાઇ માથાસુરીયા (ઉ.વ.ર૪  રહે. અવધના ઢાળ પાસે, નવી બનતા પાણીના ટાંકાની પાસે, મુળ સુરજંદવળ, તા. થાન) માધાપર ચોકડી પાસે આવ્‍યો હોવાની બાતમીના આધારે તેને પીએસઆઇ એસ.વી.ચુડાસમા સહિતની ટીમે ઝડપી લઇ યુનિવર્સિટી પોલીસને સોંપવા કવાયત શરૂ કરી છે.

આરોપી અગાઉ મોરબીના વાંકાનેર અને રાજકોટમાં દારૂના ૩ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

આ કામગીરી પો.સબ ઇન્‍સ. એસ.વી.ચુડાસમા તથા એએસઆઇ જયંતીભાઇ ગોહીલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ મિયાત્રા તથા પો.હેડ કોન્‍સ. ધર્મરાજસિંહ ઝાલા, હેમેન્‍દ્રસિંહ વાધીયા, શકિતસિંહ ગોહીલ, સત્‍યજીતસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, પો.કોન્‍સ. કુલદીપસિંહ  રાણા, શિવભદ્રસિંહ ગોહીલ, મૈસુરભાઇ કુંભારવાડીયાએ કરી હતી.

(3:20 PM IST)