News of Monday, 28th September 2026
જસદણના ગઢડીયામાં વૃધ્ધ ધીરૂભાઇએ પુત્રવધૂ રેખાબેન, પોૈત્રી દક્ષાને કોશના ઘા ફટકાર્યા
મા-દિકરી ઘઉ સાફ કરતી હોઇ તેની રજ ઉડતાં વૃધ્ધે પિત્તો ગુમાવ્યો માતા-પુત્રીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા

રાજકોટ તા. ૨૮: જસદણના ગઢડીયા ગામે એક વૃધ્ધે પોતાના પુત્રવધૂ અને પોૈત્રીને લોખંડની કોશના ઘા ફટકારતાં માથાઓમાં ઇજા થતાં સારવાર માટે બંને મા-દિકરીને દાખલ કરવામાં આવી છે. મા-દિકરી ઘઉંમાં જીવાત પડી ગઇ હોઇ ગુણીઓમાંથી ઘઉ કાઢી સાફ કરી રહી હતી ત્યારે તેની રજ ઉડતી હોઇ આ વાતે ઉશ્કેરાઇ જઇ વૃધ્ધે હુમલો કર્યાનું જણાવાયું હતું.
જાણવા મળ્યા મુજબ ગઢડીયા ગામે રહેતાં રેખાબેન સવજીભાઇ પરમાર (ઉ.વ.૩૪) ઉપર સાંજે સાતેક વાગ્યે તેના સસરા પાંસઠ વર્ષના ધીરૂભાઇ હરજીભાઇ પરમારે લોખંડની કોશથી હુમલો કરી માથામાં ઘા ફટકારી દેતાં તેણી લોહીલુહાણ થઇ ગયા હતાં. માતાને બચાવવા માટે દિકરી દક્ષા સવજીભાઇ પરમાર (ઉ.વ.૧૪) વચ્ચે પડતાં તેણીને પણ દાદા ધીરૂભાઇએ માથામાં કોશનો ઘા ફટકારી દેતા તે પણ લોહીલુહાણ થઇ ગઇ હતી. દેકારો થતાં ઘરના બીજા સભ્યો દોડી આવ્યા હતાં.
રેખાબેન અને દક્ષાબેનને જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી. સવજીભાઇ પરમાર ખેતી કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક દિકરો અને ત્રણ દિકરી છે. તેમણે કહ્યું હતું કે મારા પિતા ધીરૂભાઇ બાજુમાં જ અલગ રહે છે. ઘઉ સાફ કરતી વખતે તેની રજ તેને ઉડતી હોઇ આ કારણે તેણે ઉશ્કેરાઇ જઇ કોશથી હુમલો કર્યો હતો.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
