<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

કોૈન બનેગા કરોડપતિના ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની કે અમિતાભ બચ્‍ચન પણ આશ્ચર્યચકિત થઈ ગયા...

કયારેક અટકી જવું પણ મનને અદ્ભુત શાંતિ અને સંતોષ આપી જાય છે

‘‘કૌન બનેગા કરોડપતિ''ની સીઝન ૧૬ના એક એપિસોડમાં ડૉ. નીરજ સક્‍સેનાએ ‘‘ફાસ્‍ટેસ્‍ટ ફિંગર ફર્સ્‍ટ'' રાઉન્‍ડમાં સૌથી ઝડપી જવાબ આપીને હોટ સીટ પર સ્‍થાન મેળવ્‍યું.

હોટ સીટ પર પહોંચ્‍યા પછી પણ તેમના ચહેરા પર ન કોઈ ઉત્‍સાહનો દેખાવ, ન નાચવું, ન બૂમાબૂમ અને ન કોઈ ભાવનાત્‍મક પ્રદર્શન...તેઓ ખૂબ જ શાંતિથી બેઠા હતા.

ડૉ. નીરજ સક્‍સેના વૈજ્ઞાનિક, પીએચ.ડી. ધારક અને એક યુનિવર્સિટીના કુલપતિ છે. તેમને ડૉ. એ.પી.જે. અબ્‍દુલ કલામ સાથે કામ કરવાની તક મળી હતી.

કલામ સાહેબના સાનિધ્‍ય વિશે તેઓ કહે છેラ

‘‘શરૂઆતમાં હું માત્ર મારા વિશે વિચારતો હતો; પરંતુ કલામ સાહેબ પાસેથી મેં બીજાઓ અને રાષ્‍ટ્ર વિશે વિચારવાનું શીખ્‍યું.''

રમત આગળ વધી અને નીરજજીએ શાંતિપૂર્વક અને આત્‍મવિશ્વાસથી જવાબ આપતા રૂ.૩,૨૦,૦૦૦ જીત્‍યા.

તેમની પાસે હજુ ઘણી લાઇફલાઇન્‍સ બાકી હતી અને આગળ મોટી રકમ જીતવાની તક પણ હતી.

પછી કાર્યક્રમમાં બ્રેક થયો.

બ્રેક બાદ અમિતાભ બચ્‍ચને કહ્યુંラ

‘‘ચાલો ડૉ. સાહેબ, આગળ વધીએ. આ રહ્યો અગિયારમો પ્રશ્‍ન...''

એટલામાં નીરજજીએ ખૂબ જ શાંતિથી કહ્યુંラ

‘‘સર, મારે રમત છોડવી છે.''

એક ક્ષણ માટે અમિતાભ બચ્‍ચન પણ આヘર્યચકિત થઈ ગયા.

આટલું સારું રમ્‍યા પછી, લાઇફલાઇન્‍સ બાકી હોવા છતાં અને મોટી રકમ જીતવાની તક હોવા છતાં તેઓ રમત કેમ છોડવા માંગતા હતા?

ત્‍યારે નીરજજીએ કહ્યુંラ

‘‘સર, બીજા લોકો પણ રાહ જોઈ રહ્યા છે. તેઓ મારાથી નાના છે. તેમને પણ તક મળવી જોઈએ. હું પહેલેથી જ ઘણાં પૈસા જીતી ચૂકયો છું. મારી પાસે જે છે, તે મારા માટે પૂરતું છે. મારે આનાથી વધુ કંઈ નથી જોઈતું.''

કેટલો સરળ જવાબ... પરંતુ કેટલો મોટો વિચાર!

આપણે સૌ આજે ‘‘હજુ થોડું... હજુ થોડું...''ની દોડમાં દોડી રહ્યા છીએ.

પણ અહીં એક વ્‍યક્‍તિ પોતાની ઇચ્‍છાથી કહે છેラ

‘‘મારા માટે આટલું પૂરતું છે... હવે બીજાનો વારો.''

આનાથી મોટો સંતોષ બીજો કયો?

નીરજજીએ રમત છોડી અને ત્‍યારબાદની સ્‍પર્ધક હોટ સીટ પર એક યુવતી આવી.

તેણીએ પોતાની કહાની સંભળાવીラ

‘‘અમે છોકરીઓ છીએ, માત્ર આ એક કારણસર મારા પિતાએ અમને ત્રણેય બહેનો અને અમારી માતાને ઘરમાંથી કાઢી મૂકયા. હવે અમે અનાથાશ્રમમાં રહીએ છીએ...''

આ સાંભળીને એક વિચાર આવ્‍યો...

જો નીરજજીએ રમત છોડી ન હોત, તો કદાચ એ છોકરીને એ દિવસે હોટ સીટ પર બેસવાની તક જ ન મળી હોત.

એક વ્‍યક્‍તિએ પોતાના માટે મળતી તક છોડી...

અને કોઈ બીજાના જીવનમાં એક નવી તક ઊભી થઈ.

આ જ તો સાચી સમળદ્ધિ છે!

આજે આપણે પૈસા, મિલકત અને વધુને વધુ મેળવવાની દોડમાં એટલા આગળ વધી ગયા છીએ કેラ

‘‘મારી પાસે કેટલું છે?''

તેના કરતાં

‘‘બીજા પાસે મારા કરતાં વધારે કેમ છે?''

એ પ્રશ્‍ન વધુ મહત્‍વનો બની ગયો છે.

મિલકત માટે સંબંધો તૂટી જાય છે.

વારસાના પૈસા માટે ભાઈ-બહેન એકબીજાથી દૂર થઈ જાય છે.

સ્‍વાર્થના કારણે પ્રેમ, લાગણી અને માનવતા પાછળ રહી જાય છે.

પરંતુ જીવનનો સાચો અર્થ કદાચ આથી સાવ વિપરીત છે...

બધું મેળવી લેવું એટલે સફળતા નથી.

પરંતુ કયાં અને કયારે અટકવું, એ સમજવું એટલે સંતોષ.

આપણી જરૂરિયાતો પૂરી થઈ ગયા પછી પણ જો આપણે બીજાના હિસ્‍સાની તક લેતા જ રહીએ, તો આપણી પાસે સંપત્તિ ગમે તેટલી હોયラ

મન તો ગરીબ જ રહેશે.

પરંતુ જ્‍યારે આપણે કહીએラ

‘‘મારા માટે આટલું પૂરતું છે... હવે બીજાને આગળ વધવા દો.''

ત્‍યારે આપણે માત્ર પોતાની તક નથી છોડી રહ્યા...

આપણે કોઈના જીવનમાં આશાની એક બારી ખોલી રહ્યા છીએ.

કદાચ એટલા માટે જ ભગવાન માત્ર મંદિરમાં જ નહીં, પરંતુ આવા લોકોના વિચારો અને કાર્યોમાં પણ જોવા મળે છે.

ડૉ. નીરજ સક્‍સેના જેવા લોકો આપણને એક અત્‍યંત સરળ, પરંતુ ભૂલાઈ ગયેલો પાઠ શીખવે છેラ

‘‘જ્‍યારે તમારી જરૂરિયાતો પૂરી થઈ જાય, ત્‍યારે અટકવાનું શીખો... કારણ કે તમારું અટકવું કદાચ કોઈ બીજાના આગળ વધવાની શરૂઆત બની શકે છે.''

સ્‍વાર્થ ઓછો કરો...

સંતોષ વધારો...

અને જ્‍યાં શકય હોય ત્‍યાં પોતાના માટે મળેલી તક બીજાને પણ આપો.

કારણ કે જીવનના અંતે પ્રશ્‍ન એ નહીં હોય કેラ

‘‘આપણે કેટલું મેળવ્‍યું?''

પરંતુ કદાચ એ હશે કેラ

‘‘આપણી કારણે કેટલા લોકોને આગળ વધવાની તક મળી?''

આવા વિચારોને અને આવી માનવતાને હૃદયપૂર્વક નમન.

તમારું થોડુંક છોડવું...કોઈના જીવનમાં ઘણું બધું આપી શકે છે.

(ડીજીટલ મિડીયા ઉપર વાયરલ થયેલ પોસ્‍ટ સાભાર)

 

(2:35 PM IST)