તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
ગીર સોમનાથના ડોળાસા-ઝાંઝરિયા રોડ પ્રશ્ને ચૂંટણી બહિષ્કારની ચીમકી
ડોળાસા-ઝાંઝરિયા રોડની માંગને લઈને ખેડૂતોની લાંબા સમયથી રજૂઆતો બાદ હવે આંદોલન તથા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી

કોડીનાર તાલુકાના ડોળાસાથી ગીર ગઢડા તાલુકાના ઝાંઝરીયા ગામને જોડતા માત્ર 3 કિલોમીટરના પેવર રોડની માંગ સાથે ખેડૂતો હવે લડાયક મૂડમાં આવ્યા છે. આ માર્ગના નિર્માણ માટે ડોળાસા, બોડીદર, ઝાંઝરીયા અને વેરાકોટ એમ ચાર ગામના લોકો છેલ્લા 10 વર્ષથી રજૂઆતો કરી રહ્યા છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતા ખેડૂતોની ધીરજ હવે ખૂટી છે.
તાજેતરમાં ખોડીયાર માતાજીના મંદિરે 200થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચીમકી આપવામાં આવી છે કે જો નજીકના ભવિષ્યમાં રોડનું કામ હાથ ધરવામાં નહીં આવે, તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. તંત્ર નહીં જાગે તો રસ્તા રોકો (ચક્કાજામ) અને આગામી ચૂંટણીના બહિષ્કાર જેવા ઉગ્ર કાર્યક્રમો આપવાની રૂપરેખા તૈયાર કરાઈ હતી.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
