તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
જાફરાબાદના બોટપુર ગામમાં બે વર્ષ જુના મનદુઃખમાં તલવાર ઝીંકી આંખ ફોડી નાંખી
ગુલુભાઇ બુકેરાને હાથ-પગમાં પણ ઇજાઃ સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા.૨૮: અમરેલીના જાફરાબાદ તાબેના બોટપુર ગામે રહેતાં ગુલુભાઇ મહમદભાઇ બુકેરા (ઉ.વ.૪૫) બપોરે બે વાગ્યે ઘરમાં સુતા હતાં ત્યારે ગામના જ લાલો સહિતનાએ ધસી આવી તલવાર, પાઇપ, છરીથી હુમલો કરી આડેધડ ઘા ઝીંકી દેતાં હાથ-પગ, આંખમાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. તલવારના ઘાથી તેમની આંખ ફુટી ગઇ હતી.ગુલુભાઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાફરાબાદ પોલીસને જાણ કરી હતી. ગુલુભાઇ પાંચ ભાઇમાં ત્રીજા છે અને સંતાનમાં ત્રણ દિકરા છે. પોતે ઘર સાથે ફરસાણની દુકાન ચલાવે છે. સગાના કહેવા મુજબ દોઢેક વર્ષ પહેલા ગુલુભાઇનો દિકરો દુકાને બેઠો હતો ત્યારે લાલો ગાળો દઇ ભાગી ગયો હતો. ત્યારથી મનદુઃખ ચાલતું હતું. આ બાબતનો ખાર રાખી ગુલુભાઇ બપોરે ઘરમાં સુતા હતાં ત્યારે ઘરમાં ઘુસી હુમલો કરાયો હતો. તલવારનો એક ઘા ડાબી આંખમાં લાગી જતાં આંખ ફુટી ગયાનું સગાએ કહ્યું હતું. ગુલુભાઇને રાજકોટ સિવિલમાં આંખના વિભાગમાં દાખલ કરવામાં આવતાં જાફરાબાદ પોલીસે તપાસ હાથ ધરી છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
