<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ દ્વારા ગાંધી જયંતિએ ૪૧પ વિદ્યાર્થીઓનું સન્‍માન : પ્રમાણપત્ર, શૈક્ષણિક કીટ અપાશે

રાજકોટ : શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ-રાજકોટ દ્વારા તા. ર ઓકટોબર ‘‘ગાંધીજયંતિ''ના રોજ વિદ્યાર્થી સન્‍માન સમારોહનું આયોજન કરવામાં આવનાર છે.

ગાંધીગ્રામ સોરઠીયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે સવારે ૮:૩૦ વાગ્‍યાથી આયોજીત આ કાર્યક્રમની શરૂઆત શ્રી બાઇ માતાજીની વંદનાથી કરવામાં આવશે. કાર્યક્રમમાં ૪૧પથી વધુ વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને દાતા સ્‍વ. મફતલાલ દુદાભાઇ શિંગડીયા તથા પરિવારના સહયોગથી તમામનું જ્ઞાતિમંડળ દ્વારા કેટેગરી વાઇઝ સ્‍કુલબેગ, પેન, બોકસ ફાઇલ, માર્કરપેન અને પ્રમાણપત્ર આપી સન્‍માનીત કરવામાં આવનાર છે તથા એકથી ત્રણ નંબરવાળાને શીલ્‍ડ પ્રમાણપત્ર તથા વિશિષ્‍ટ સિધ્‍ધીઓ મેળવનારને ડીઝીટલ વોચ તથા ડોકટર ડીગ્રીવાળાને સ્‍ટેથોસ્‍કોપ અને ગ્‍લુકોમીટર ગીફટ આપી સન્‍માનિત કરવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોરઠીયા પ્રજાપતિના જ્ઞાતિ મંડળના શૈલેષભાઇ ટાંક, રમેશભાઇ પાણખાણીયા, મહેશભાઇ ભરડવા, પાર્થભાઇ નેના, ભાવેશભાઇ ગાધેર તથા ઓફિસના કર્મચારી વિનોદભાઇ ધંધુકીયા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં રાજનભાઇ જાદવ-મો. ૯૮રપ૬ર૧પ૦૪, વિજયભાઇ ગોહેલ, મહેશભાઇ ભરડવા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:22 PM IST)