<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

રાજકોટમાં શ્રી બાલાજી હનુમાનજી મંદિરે પૂ.નિત્‍યસ્‍વરૂપદાસજી સ્‍વામીના વ્‍યાસાસને ઘરસભામાં ઉપસ્‍થિત રહેવા જુનાગઢ સ્‍વામિનારાયણ મંદિર દ્વારા આમંત્રણ

જુનાગઢધામ સુવર્ણ સિંહાસનના લાભાર્થે તથા જૂનાગઢ મંદિરના ૨૦૦માં દ્વિશતાબ્‍દી મહોત્‍સવ ઉપલક્ષમાં આયોજિત ધર્મોત્‍સવમાં ભાવિકોને શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર, જવાહર રોડ - જુનાગઢ વતી ચેરમેન પી.પી. સ્‍વામી તથા મહંત શ્રી ધર્મકિશોરદાસજી સ્‍વામીએ આમંત્રણ પાઠવ્‍યું

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૮: જુનાગઢધામ સુવર્ણ સિંહાસનના લાભાર્થે તથા જૂનાગઢ મંદિરના ૨૦૦ માં દ્વિશતાબ્‍દી મહોત્‍સવ ઉપલક્ષમાં રાજકોટના ભુપેન્‍દ્ર રોડ ઉપર આવેલ લાખો ભાવિકોના આસ્‍થા ના પ્રતિક શ્રી બાલાજી હનુમાનજી મંદિર - રાજકોટના આંગણે ૨૩૬૦ અને ૨૩૬૧મી ભવ્‍ય ઘરસભાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

 આ ઘરસભાના વક્‍તા તરીકે પૂ. સ.ગુ. સ્‍વામી શ્રી નિત્‍યસ્‍વરૂપદાસજી( સરધાર સ્‍વામિનારાયણ મંદિર) પોતાના આશીર્વચન પાઠવશે. આ ઘરસભાનું આયોજન કો.શા. સ્‍વા. શ્રી વિવેકસાગરદાસજી તથા કો.શા. સ્‍વા. શ્રી રાધારમણદાસજી દ્વારા આજે તા.૨૮ અને ૨૯ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ સમય રાત્રે ૯:૦૦ કલાકે શ્રી બાલાજી હનુમાનજી મંદિર - ભુપેન્‍દ્ર રોડ, રાજકોટ ખાતે કરાયુ છે.

આ પ્રસંગે શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર, જવાહર રોડ, જૂનાગઢ વતી ચેરમેન શ્રી પુરુષોત્તમપ્રકાશદાસજી સ્‍વામી તથા મહંત શ્રી ધર્મકિશોરદાસજી સ્‍વામી નિમંત્રક તરીકે ઉપસ્‍થિત રહેશે.

આ ઘરસભા સૌ માટે ખુલ્લી છે અને તેનું જીવંત પ્રસારણ Sardhardham ની સોશિયલ મીડિયા ચેનલો પર કરવામાં આવશે. ૨૦૦ દ્વિશતાબ્‍દી મહોત્‍સવ ૨૦૨૭ અંતર્ગત યોજાનારી આ ઘરસભામાં બહોળી સંખ્‍યામાં ભક્‍તોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

રાજકોટ શહેર તથા આજુબાજુના ગામડાઓમાં રહેતા તમામ વહાલા હરિભક્‍તોને આ દિવ્‍ય સભામાં પધારવા નિમંત્રક શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર, જવાહર રોડ - જુનાગઢ વતી ચેરમેન શ્રી પી.પી. સ્‍વામી તથા મહંત શ્રી ધર્મકિશોરદાસજી સ્‍વામીએ ભાવભર્યું આમંત્રણ પાઠવ્‍યું છે.

(1:13 PM IST)