<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

ડ્રગ્‍સ કેસમાં ફરાર મોરબીના જગદીશ ઉર્ફે જીગો ગોગરાને રાજકોટમાં કારમાં એમડી ડ્રગ્‍સ સાથે એસઓજીએ દબોચ્‍યો

રાજસ્‍થાન તરફથી પદાર્થ લાવ્‍યાનું રટણઃ પડીકી બનાવવા માટેની નાની કોથળીઓ, વજનકાંટો પણ મળ્‍યાઃ પીઆઇ એન. બી. ચોૈધરી, નારકોટીક્‍સ વિંગના પીઆઇ બી. બી. જાડેજા, પીએસઆઇ આર. કે. ગોહિલ અને ટીમની કામગીરી : હેડકોન્‍સ. કરણભાઇ મારૂ અને શબ્‍બીરખાન મલેકની બાતમી

રાજકોટ તા. ૨૮: શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કરી મોરબીના એક શખ્‍સને રાજકોટના ભગવતીપરામાં કારમાં રૂા. ૨ લાખના મેફેડ્રોન ડ્રગ સાથે પકડી લીધો છે. આ શખ્‍સ અગાઉ મોરબીના માદક પદાર્થના  કેસમાં પણ વોન્‍ટેડ હતો. તે રાજસ્‍થાન તરફથી આ પદાર્થ લાવ્‍યાનું રટણ કરતો હોઇ સાચી વિગતો ઓકાવવા રિમાન્‍ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્‍યા મુજબ શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે અને નારકોટીક્‍સ પદાર્થનું વેંચાણ અટકે તે માટ ેસે નો ટુ ડ્રગ્‍સ ઝુંબેશ ચાલી રહી હોઇ તે અંતર્ગત ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે તાજેતરમાં જ યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનથી એસઓજીમાં નિમણુંક પામનાર હેડકોન્‍સ. કરણભાઇ મારૂ તથા સાથેના શબ્‍બીરખાન મલેકને બાતમી મળી હતી કે મોરબીનો એક શખ્‍સ જે મોરબીના એનડીપીએસના ગુનામાં ફરાર છે તે રાજકોટ ભગવતીપરા વિસ્‍તારમાં કારમાં માદક પદાર્થ લઇને આવવાનો છે.

આ બાતમીને આધારે વોચ રાખવામાં આવતાં સફેદ રંગની ક્રોટ જીજે૦૧એચવાય-૬૨૯૭ લઇને એક શખ્‍સ ભગવતીપરા-૧૯ પાસે આવતાં તેને આંતરી લીધો હતો. તપાસ રતાં તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્‍સ મળી આવ્‍યું હતું. એફએસએલ અધિકારી સમિર જોષીએ પરિક્ષણ કરી આપતાં આ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. ઝડપાયેલા શખ્‍સે પોતાનું નામ જગદીશ ઉર્ફે  જીગર ઉર્ફે જીગો જીલુભાઇ ગોગરા (ઉ.વ.૩૧-રહે. લીલાપર રોડ, બોરીચા વાસ, યદુનંદન ગોૈશાળા પાસે મોરબી) જણાવ્‍યું હતું.

તેની પાસેથી એસઓજીએ રૂા. ૨,૦૧,૭૮૦નું ૬૭ઇ૨૬ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્‍સ કબ્‍જે કરી બે મોબાઇલ ફોન, ૮ લાખની કાર, રોકડા ૫૦૯૦ તેમજ વજન કાંટો, પ્‍લાસ્‍ટીકની નાની નાની વેક્‍યુમ પેક કોથળીઓ સહિત કબ્‍જે કરી આ અંગે બી-ડિવીઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્‍યો છે. આ શખ્‍સ બે મહિના પહેલા મોરબીમાં બી-ડિવીઝન પોલીસની હદમાં માદક પદાર્થ પકડાયો તેના કેસમાં પણ નામ ખુલ્‍યા બાદ ફરાર હતો. રાજકોટ પોલીસ બાદ તેનો કબ્‍જો મોરબી પોલીસ પણ મેળવશે. હાલ તે રાજસ્‍થાના જોધપુરથી વેંચવા માટે ડ્રગ્‍સ લાવ્‍યાનું રટણ કરતો હોઇ સાચી હકિકત ઓકાવવા રિમાન્‍ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરી, એન્‍ટી નારકોટીક્‍સ વિંગના પીઆઇ બી. બી. જાડેજા, એસઓજી પીએસઆઇ અર. કે. ગોહિલ, એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, હેડકોન્‍સ. કરણભાઇ મારૂ, શબ્‍બીરખાન મલેક, કોન્‍સ. રવિરાજભાઇ ધગલ, જયપાલસિંહ ઝાલા, અનોપસિંહ ઝાલા, હેડકોનસ. અનીશભાઇ કુરેશી, ડ્રા. કોન્‍સ. નરપતસિંહ જાડેજા, નિર્મળસિંહ ઝાલા, કોન્‍સ. મોનાબેન બુસાએ આ કામગીરી કરી છે.

 

(12:05 PM IST)