તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
એઆઈના કારણે દુનિયામાં એક અબજ લોકોનાં મોત થઈ શકે છે
બિલ ગેટ્સે આપી ગંભીર ચેતવણી

ન્યુયોર્ક,તા.૨૮: માઇક્રોસોફટ કોર્પોરેશનના સહસ્થાપક બિલ ગેટ્સે ચેતવણી આપી છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઈ) એટલું શક્તિશાળી બની ગયું છે કે એ માનવજાતના એક મોટા હિસ્સાનો નાશ કરી શકે છે. એક ઇન્ટરવ્યુમાં ગેટ્સે કહ્યું હતું કે ખોટો ઇરાદો ધરાવતા લોકો જો એઆઈનો ઉપયોગ કરશે તો એ દુનિયાનું સૌથી ખતરનાક હથિયાર બની જશે અને એના કારણે એક અબજ લોકોનાં મોત પણ થઈ શકે છે.
બિલ ગેટ્સે સ્પષ્ટ કહ્યું છે કે આ બાબતે માત્ર ટેક્રોલોજી કંપનીઓ પર ભરોસો રાખી શકાય નહીં, સરકારે કડક કાયદા બનાવવા જ પડશે. ગત ઑગસ્ટમાં પણ ગેટ્સે ચેતવણી આપી હતી કે હેકર્સ એઆઈની મદદથી હોસ્પિટલો અને સરકારી સિસ્ટમ પર સાઇબર હુમલા કરી શકે છે, એ ડેટાનો અનેક રીતે દુરુપયોગ કરી શકે છે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
