તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
પોરબંદરમાં ભુપેન્દ્રભાઇ પટેલ ગાંધી જયંતીના ર દિવસીય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
૧ લી ઓકટોબરે સર્વોદય સાંસ્કૃતિક વનનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇના હસ્તે લોકાર્પણ : ર જી ઓકટોબરે કીર્તીમંદીરે પૂ. ગાંધીજીને પુષ્પાંજલી અર્પી સર્વધર્મ પ્રાર્થના સભામાં હાજર રહેશે. : પોરબંદરમાં ભુપેન્દ્રભાઇના ર દિવસના રોકાણ અને કાર્યક્રમોને લઇને સુરક્ષા-ટ્રાફીક-પાર્કીંગ સ્વચ્છતા સહિત વ્યવસ્થા માટે જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇઃ અધિકારીઓને જરૂરી સુચના આપી

ોરબંદરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમને અનુલક્ષીને કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી તે તસ્વીર. (તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર)
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૮ : ગાંધી જન્મભુમીમાં ગાંધી જયંતીએ ર દિવસીય કાર્યક્રમોનું આયોજન થયું છે. આ તમામ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહીને ગાંધીવંદના તથા વિકાસ કાર્યોના લોકાર્પણ કરશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંભવિત કાર્યક્રમને અનુલક્ષીને જરૂરી આયોજન અને વિવિધ વહીવટી વ્યવસ્થાઓની પૂર્વ તૈયારી અંગે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી એસ. ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી તા. ૧ ઓક્ટોબરના રોજ ઓડદર ખાતે સર્વોદય સાંસ્કળતિક વનના લોકાર્પણ તેમજ તા. ૨ ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે કીર્તિ મંદિર ખાતે યોજાનારી પ્રાર્થના સભા સહિતના મુખ્યમંત્રીશ્રીના સંભવિત કાર્યક્રમોને અનુલક્ષીને કાર્યક્રમ સ્થળો પર જરૂરી તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ તથા અન્ય મહાનુભાવો માટેની વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક અને ર્પાકિંગ વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાના પાણીની સુવિધા, વીજળી વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, ફાયર સેફ્ટી સહિતની વિવિધ આનુષંગિક વ્યવસ્થાઓ સુચારુ રીતે જળવાય તે માટે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન કલેકટર એસ.ડી.ધાનાણી દ્વારા અપાયું હતું.
આ બેઠકમાં મુખ્યમંત્રીના કાર્ર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત, વાહન વ્યવહારનું સુચારૂ સંચાલન તેમજ કાર્યક્રમ સ્થળે આવનારા નાગરિકો અને મહાનુભાવોને કોઈ અગવડ ન પડે તે માટે જરૂરી વ્યવસ્થાઓ અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી એસ. ડી. ધાનાણીએ સંભવિત કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સંબંધિત તમામ વિભાગોના અધિકારીઓને તેમની સોંપવામાં આવેલી જવાબદારીઓનું સંકલનપૂર્વક અને સુચારૂ આયોજન કરવા સૂચના આપી હતી. તેમજ તમામ જરૂરી તૈયારીઓ સમયમર્યાદામાં પૂર્ણ થાય અને કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની અગવડતા ન સર્જાય તે માટે પરસ્પર સંકલન જાળવી કામગીરી કરવા જણાવ્યું હતું.કલેકટર એસ.ડી.ધાનાણીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર આશિષ મિયાત્રા, સામાજિક વનીકરણના એ.સી.એફ. અરૂણકુમાર, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, ડીવાયએસપી ઋતુ રાબા સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
