તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
અકસ્માતની વિવિધ ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલી અપૅતા પૂ. મોરારીબાપુ : પરિવારજનોને સહાય અર્પણ
પૂ.મોરારીબાપુએ તમામ લોકોનાં નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી : તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી

રાજકોટ તા.૨૮ : તાજેતરમાં દિલ્હીથી ઉતરપરદેશ જતી બસમાં આગ લાગી હતી અને તેમાં સવારી કરી રહેલા લોકોનાં મોત નિપજયા હતા. દિલ્હીથી યુપીનાં મહોબા તરફ સ્લીપર જતી બસમાં આગ લાગી હતી.જોતજોતાંમાં ૯ પ્રવાસીઓનાં દાઝી જતાં મોત નિપજયા હતા.
પૂ.મોરારીબાપુએ એ હતભાગી લોકોને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૩૫,૦૦૦ ની સંવેદના રાશિ અર્પણ કરી છે જે રામકથાના દિલ્હી સ્થિત શ્રોતા દ્વારા વડાપ્રધાન રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે.
ગણેશ વિસર્જન દરમિયાન રાજ્યમાં વિવિધ સ્થળોએ કુલ ૬ લોકોનાં ડૂબી જતાં મોત નિપજયા છે. બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે ચાર યુવકોના મોત નિપજયા હતા અને મોરબી પંથકમાં બે લોકો ગણેશ વિસર્જન દરમિયાન મ્રુત્યુ પામ્યાં છે. પૂ.મોરારીબાપુએ દિવંગત થયેલા લોકોને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમનાં પરિવારજનોને પણ રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને ૯૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.
ગત બે દિવસ પહેલા ઉતરપ્રદેશના વિવિધ જીલ્લામાં ભયાનક વરસાદ નોંધાયો હતો. અરનબ વાવાઝોડાની અસર જોવા મળી હતી અને તેમાં ૪૬ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા તેવી વિગતો પ્રાપ્ત થઈ છે. પૂ.મોરારીબાપુએ ઉતરપ્રદેશના મુખ્યમંત્રી રાહત ફંડમાં રુપિયા હનુમંત સંવેદના રુપે ૨,૫૧,૦૦૦ અર્પણ કર્યા છે જેની વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા કરવામાં આવી છે.પૂ.મોરારીબાપુએ તમામ લોકોનાં નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે.તેમ જયદેવભાઈ માંકડ
(તલગાજરડા)ની યાદીમાં જણાવાયું છે.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
