તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
સર્જિકલ સ્ટ્રાઈકના ૧૦ વર્ષ બાદ નિવૃત્ત જનરલનો મોટો પર્દાફાશ: "ક્ષમતા અમારી પાસે હતી, પણ પીએમ મોદી અને પર્રિકરની રાજકીય હિંમતે ઇતિહાસ રચ્યો!"
સરહદ પાર જઈને ૮૨ આતંકવાદીઓનો સફાયો અને એક પણ ભારતીય જવાનને ઈજા નહીં: ઉરી હુમલાનો બદલો લેવા ઘડાયેલા મિશનની રોમાંચક કહાની.

મુંબઈ : વર્ષ ૨૦૧૬માં લાઈન ઓફ કંટ્રોલ (LoC) પાર કરીને પાકિસ્તાન કબજા હેઠળના કશ્મીરમાં આતંકવાદી અડ્ડાઓ પર કરવામાં આવેલી સપાટાબંધ સર્જિકલ સ્ટ્રાઈક અંગે ભારતીય સેનાના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ રાજેન્દ્ર રામરાવ નિમ્ભોરકરે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારતીય સૈન્ય પાસે ચોક્કસ પ્રહાર કરવાની ક્ષમતા હંમેશાંથી હતી, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન સંરક્ષણ પ્રધાન સ્વ. મનોહર પર્રિકર દ્વારા દર્શાવવામાં આવેલા "અદમ્ય રાજકીય સંકલ્પ" અને પરિણામોની જવાબદારી પોતે ઉપાડવાની હિંમતને કારણે જ આ ઐતિહાસિક કાર્યવાહી શક્ય બની હતી.
૨૮ સપ્ટેમ્બર ૨૦૧૬ની રાત્રે હાથ ધરાયેલા આ ગુપ્ત ઓપરેશનમાં મુખ્ય ભૂમિકા ભજવનારા ત્રણ વરિષ્ઠ આર્મી કમાન્ડરોમાંના એક અને તત્કાલીન ૧૬ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) લેફ્ટનન્ટ જનરલ નિમ્ભોરકરે યાદ અપાવ્યું કે, "અત્યાર સુધી આપણા શહીદ જવાનોના મોતનો બદલો લેવાની વાતો તો ઘણી થતી હતી, પણ નિર્ણય લેવાતો નહોતો." ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ઉરી બ્રિગેડ હેડક્વાર્ટર પર થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં ૧૯ જવાનો શહીદ થયા બાદ ભારતે આકરી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો.
જનરલ નિમ્ભોરકરે વ્યૂહાત્મક અમલીકરણની વિગતો આપતાં કહ્યું કે, ૨૮ સપ્ટેમ્બરની રાત્રે ભારતીય સૈનિકોએ અત્યંત ગુપ્ત રીતે સરહદ ઓળંગીને ઉરી, પૂંછ અને ભિંબર સેક્ટરમાં ઘૂસી ૮૨ જેટલા આતંકવાદીઓને ઢેર કરી દીધા હતા. આ મિશન એટલી ચોકસાઈથી પ્લાન કરવામાં આવ્યું હતું કે કોઈ પણ સામાન્ય નાગરિકને નુકસાન પહોંચ્યા વિના તમામ કમાન્ડો સુરક્ષિત પરત ફર્યા હતા. પીએમ મોદીએ પણ આ મિશનને આતંકવાદ સામે ભારતનો નિર્ણાયક અને નવો નીતિવિષયક જવાબ ગણાવ્યો હતો.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
