News of Monday, 28th September 2026
શ્વાન કરડવાના કેસમાં ગુજરાત ટોપ ૫ રાજ્યમાં સામેલ
ગુજરાતમાં દરરોજ સરેરાશ ૭૦૦ જેટલા શ્વાન કરડવાના કેસ નોંધાય છેઃ રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં શ્વાન કરડવાના કિસ્સાઓ સામે આવ્યા છે : અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શ્વાન નિયંત્રણ માટે કરોડોના ખર્ચ કર્યો હોવા છતા પરિણામ રસ્તાઓ પર દેખાતુ નથી

અમદાવાદ તા.૨૮: શ્વાન કરડવાના કેસમાં ગુજરાત સમગ્ર ભારતમાં ટોપ ૫ રાજ્યમાં સામેલ છે. ગુજરાતમાં દરરોજ સરેરાશ ૭૦૦ જેટલા શ્વાન કરડવાના કેસ નોંધાય છે. રાજ્યમાં વર્ષે સરેરાશ ૧.૫૦ લાખથી વધુ લોકોને શ્વાન પોતાનો શિકાર બનાવે છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં શ્વાનના આતંક અને કરડવાની ગંભીર ઘટના દિન પ્રતિદિન વધી રહી છે. રાજ્ય સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમ છતાં આજે સમગ્ર દેશમાં શ્વાન કરડવાના કિસ્સામાં ગુજરાત પાંચમા ક્રમે હોવાનો રિપોર્ટ સામે આવી રહ્યો છે.
રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં શ્વાન કરડવાના કિસ્સાઓ આ ઉપરાંત એક અંદાજ મુજબ, રાજ્યમાં પ્રતિદિન ૭૦૦થી વધુ લોકોને શ્વાન કરડી રહ્યા છે. રાજ્યમાં વર્ષે સરેરાશ એક અંદાજ મુજબ દોઢ લાખથી વધુ લોકોને શ્વાન પોતાનો શિકાર બનાવે છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં શ્વાન કરડવાના કિસ્સાઓ સામે આવ્યા છે. તેમજ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શ્વાન નિયંત્રણ માટે કરોડોનો ખર્ચ કર્યો હોવા છતાં પરિણામ રસ્તાઓ પર દેખાતું નથી.
એક જ વર્ષમાં ૩૦ ટકાનો વધારો અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા શ્વાનોના ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં, કૂતરા કરડવાના બનાવોમાં ઘટાડો થવાને બદલે ચિતાજનક ઉછાળો જોવા મળ્યો છે. તાજેતરના એક તૈયાર થયેલા રિપોર્ટ મુજબ અમદાવાદમાં કૂતરા કરડવાના બનાવોમાં એક જ વર્ષમાં ૩૦ ટકાનો વધારો નોંધાયો છે, જે મુજબ શહેરમાં સરેરાશ રોજના ૧૦૦ કેસ નોંધાઈ રહ્યા છે. આંકડાકીય વિગતો પાંચ વર્ષમાં ૩.૧૪ લાખ કેસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેટા મુજબ, વર્ષ ૨૦૨૫માં શહેરમાં કુલ ૭૭ હજારથી વધુ કૂતરા કરડવાના કેસ નોંધાયા હતા. છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો અમદાવાદમાં કુલ ૩.૧૪ લાખ કેસ નોંધાયા છે. આ આંકડાઓ સાથે ગુજરાતનો સમાવેશ કૂતરા કરડવાના સૌથી વધુ કેસ નોંધાતા દેશના ટોચના પાંચ રાજ્યોમાં થયો છે.
વર્ષ શ્વાન કરડવાના કેસ
૨૦૨૧-૨૨ ૫૦,૬૬૮
૨૦૨૨-૨૩ ૫૮ ૧૨૫
૨૦૨૩-૨૪ ૬૭ ૭૯૦
૨૦૨૪-૨૫ ૭૯,૯૦૯
૨૦૨૫-૨૬ ૭૭,૦૧૯
૨૦૨૬ (ફેબ્રુઆરી સુધી) ૮,૩૫૪
ખસીકરણ બાદ પણ શ્વાનની સંખ્યા ઘટવાને બદલે વધી અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૧૯માં રખડતા શ્વાનનો સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારે શ્વાનની સંખ્યા ૨,૧૦,૦૦૦ હતી. ૨૦૧૨થી ખસીકરણ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે એવી જાહેરાત કરવામાં આવી હતી કે, આગામી દસ વર્ષોમાં શહેરમાંથી રખડતા શ્વાનની સંખ્યા ઝીરો થઈ જશે. પરંતુ આટલા વર્ષ થયા છતાં શ્વાનની સંખ્યા ઘટવાને બદલે કોઈ ફેરફાર જોવા મળતો નથી.
વર્ષ શ્વાનના ખસીકરણની સંખ્યા
૨૦૨૧-૨૨ ૩૦,૩૬૦
૨૦૨૨-૨૩ ૪૬,૪૭૧
૨૦૨૩-૨૪ ૪૦,૨૦૬
૨૦૨૪-૨૫ ૧૪,૪૬૧
૨૦૨૫-૨૬ ૭૫,૩૧૧
એક અંદાજ મુજબ આજે પણ શહેરમાં ૨ લાખ જેટલા રખડતા શ્વાન છે. જેના ખસીકરણ અને રસીકરણ પાછળ કરોડો રૂપિયાનો અધધ ખર્ચ કરાઈ રહ્યો છે. તેમજ પ્રતિદિન આજે ૧૬૪ કૂતરાઓ કરડવાની ફરિયાદ મળી રહી છે.
વર્ષ શ્વાનના ખસીકરણ પાછળનો ખર્ચ
૨૦૨૧-૨૨ રૂ.૨,૭૭,૩૨,૭૩૦
૨૦૨૨-૨૩ રૂ.૪,૪૩,૨૦,૩૫૯
૨૦૨૩-૨૪ રૂ.૩,૯૨,૬૧,૧૫૯
૨૦૨૪- ૨૫ રૂ. ૧,૪૧,૨૧,૧૬૯
૨૦૨૫-૨૬ રૂ. ૧,૦૮,૬૭,૦૭૯
રાજ્યમાં આજે રસ્તાઓ પર ચાર પગલા શ્વાનનો ત્રાસ વધતા સામાન્ય જનતા રસ્તા પર જતા ડરી રહી છે. કારણ કે ગમે તે સમયે શ્વાન રસ્તા પર જતા રાહદારી પર એટેક કરે છે. જેના પગલે વાહન ચાલક અકસ્માતમાં મોત પણ થયા છે. હવે જોવાનું રહે છે કે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન તંત્ર કેટલી જવાબદારીથી કરે છે. નહિતર સામાન્ય માણસ રખડતા અને હિસક શ્વાનનો ભોગ બનતો રહેશે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
