<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદે ફાટી નીકળેલો સૌથી મોટો જંગઃ આસમાને પહોંચેલી આરપારની લડાઈમાં ૨૮ ખુંખાર લડાકુઓ ઠાર: ૩૨ સટાકથી પકડાઈ જતા આખી દુનિયાની છાતીના પાટિયા બેસી ગયા

મધ્ય એશિયાની ધરતી પર ધણધણી ઉઠેલી તોપ અને મિસાઇલોની રાક્ષસી ગર્જનાથી આખી વૈશ્વિક સિસ્ટમમાં મચી ગયો ભયાનક હાહાકારઃ અફઘાન તાલિબાન અને પાક સેના વચ્ચેના આ ઘાતક સંઘર્ષના વિસ્ફોટક ભંડાન ફોડ પર ફરી વળ્યો કાળો નાગ:યુદ્ધના મેદાનનો પૂરેપૂરો બોલાઈ ગયો કૂચડો

નવી દિલ્હી:આંતરરાષ્ટ્રીય રાજકારણ અને યુદ્ધના મોરચેથી માનવતાને હચમચાવી દેતો, કાળજું કંપાવી દેતો અને કાનમાંથી ધુમાડા કાઢી નાખે તેવો અતિશય વિસ્ફોટક, લોહીયાળ તથા પિશાચી કિસ્સો સામે આવ્યો છે! પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની દુર્ઘટનાગ્રસ્ત સરહદ (Durand Line) પર લાંબા સમયથી સળગી રહેલો અગ્નિ હવે પિશાચી સ્પીડે ભીષણ યુદ્ધમાં ફેરવાઈ ગયો છે! બંને દેશોની સેનાઓ અને લડાકુ જૂથો વચ્ચે આરપારની લડાઈ શરૂ થઈ ચૂકી છે, જેમાં અત્યાર સુધીમાં ૨૮ ખુંખાર લડાકુઓ ઠાર થઈ ચૂક્યા છે અને ૩૨થી વધુ આતંકીઓ કે સૈનિકોને સટાકથી બંધી બનાવી લેવામાં આવ્યા છે

અફઘાન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, લડવૈયાઓનું આ જૂથ શનિવારે નૂરીસ્તાનના કામદેશ જિલ્લામાં પાકિસ્તાન સરહદેથી હુમલા કરવાના ઇરાદે ઘૂસ્યું હતું. અફઘાન દળોએ ચલાવેલા ઓપરેશનમાં 28 ઘૂસણખોરો માર્યા ગયા, જ્યારે બાકીના લડવૈયા પાકિસ્તાની ચોકીઓ તરફ ભાગી ગયા હતા.

કાબુલનો દાવો છે કે, પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ આ લડવૈયાઓ સાથે જોડાયેલા હતા, પરંતુ અથડામણ શરૂ થતાં જ તેઓ પાછળ હટી ગયા હતા. મંત્રાલયે એવો પણ આક્ષેપ કર્યો છે કે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓએ ભૂતપૂર્વ અફઘાન સુરક્ષાકર્મીઓને રોજગારી અને સહાયનું વચન આપીને પાકિસ્તાનમાં તાલીમ આપી હતી અને ત્યારબાદ તેમને હુમલા માટે નૂરીસ્તાન મોકલ્યા હતા.

પાકિસ્તાનના માહિતી મંત્રાલયે અફઘાનિસ્તાનના આ તમામ દાવાઓને પાયાવિહોણા અને સત્યથી વેગળા ગણાવ્યા છે. પાકિસ્તાન સરકારે સ્પષ્ટતા કરી છે કે, તેમની કોઈ ગુપ્તચર એજન્સી કે સુરક્ષા દળ આ હુમલામાં સામેલ નથી. પાકિસ્તાને પૂર્વ સુરક્ષાકર્મીઓને તાલીમ આપવાની કે ઇસ્લામિક સ્ટેટ જેવા આતંકી જૂથોને મદદ કરવાની વાતને સંપૂર્ણપણે ખોટી ગણાવી છે.

 

 

(4:44 PM IST)