તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
દિલ્હીમાં આવતીકાલે RSSનું વિશાળ ‘રાષ્ટ્રવંદનમ્'
શતાબ્દી વર્ષના સમાપન પ્રસંગે લાખો સ્વયંસેવકોનું એકત્રીકરણઃ મંગળવારે રોહિણીમાં કાર્યક્રમઃ સરસંઘચાલક મોહન ભાગવતજી કરશે સંબોધનઃ એપ દ્વારા નોંધણી અને ક્યૂઆર કોડથી પ્રવેશની વ્યવસ્થા

નવી દિલ્હી, તા.૨૮: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષના કાર્યક્રમોની સમાપન કડીરૂપે આવતીકાલે મંગળવારે ૨૯ નવેમ્બરે દિલ્હીમાં ‘રાષ્ટ્રવંદનમ્' નામે વિશાળ એકત્રીકરણ યોજવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઉપલબ્ધ વિગતો અનુસાર દિલ્હીના રોહિણી વિસ્તારમાં કાર્યક્રમ યોજવાનું આયોજન છે અને તેમાં મોટી સંખ્યામાં પૂર્ણ ગણવેશધારી સ્વયંસેવકો ઉપરાંત સમાજના વિવિધ ક્ષેત્રોના પ્રબુદ્ધ નાગરિકો તથા યુવાનોને આમંત્રિત કરવામાં આવશે. કાર્યક્રમને સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજી સંબોધિત કરશે.
રોહિણી સેક્ટર-૨૩ના મેદાનમાં યોજાનારા આ કાર્યક્રમમાં આશરે ૨.૨૫ લાખ સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં ભાગ લેશે અને સમાજના વિવિધ ક્ષેત્રોના આશરે ૭૫ હજાર પ્રબુદ્ધ નાગરિકો તથા યુવાનો ઉપસ્થિત રહેશે એવો અંદાજ આપવામાં આવ્યો છે. સંઘના રાષ્ટ્રીય અને દિલ્હી પ્રાંતના પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમની તૈયારીઓ તથા આમંત્રિતોની યાદીને આખરી ઓપ આપવાની કામગીરી ચાલી રહી હોવાનું જણાવાયું છે.
વિશાળ સંખ્યામાં આવનારા સ્વયંસેવકોની વ્યવસ્થા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્વયંસેવકોની નોંધણી માટે એપની વ્યવસ્થા કરવામાં આવી છે અને નોંધણી બાદ આપવામાં આવતા ક્યૂઆર કોડના આધારે કાર્યક્રમ સ્થળે પ્રવેશ આપવાની યોજના છે. સ્વયંસેવકોને લાવતી બસોને પણ અલગ રંગના કોડ આપવાની તૈયારી છે, જેથી વાહન વ્યવહાર અને પ્રવેશ વ્યવસ્થા સરળ બનાવી શકાય.
કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ, તબીબો, શિક્ષણવિદો, સામાજિક અને ધાર્મિક ક્ષેત્ર સાથે સંકળાયેલા આગેવાનો, જનપ્રતિનિધિઓ તથા રહેણાંક સંગઠનોના પ્રતિનિધિઓને આમંત્રિત કરવાની તૈયારી ચાલી રહી છે. મોટી સંખ્યામાં યુવાનોને પણ કાર્યક્રમ સાથે જોડવાનું આયોજન છે અને ધોરણ બારથી ઉપર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આમંત્રિત કરવાની માહિતી સામે આવી છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વર્ષ ૧૯૨૫માં નાગપુર ખાતે ડો. કેશવ બલિરામ હેડગેવારે કરી હતી. શતાબ્દી વર્ષ દરમિયાન સંઘ દ્વારા દેશના વિવિધ ભાગોમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય, પર્યાવરણ સંરક્ષણ અને સ્વદેશી સહિતના વિષયો પર વિવિધ કાર્યક્રમો, બેઠકો અને સંપર્ક અભિયાનો યોજવામાં આવ્યા છે. હવે દિલ્હીમાં યોજાનાર ‘રાષ્ટ્રવંદનમ્' કાર્યક્રમને શતાબ્દી વર્ષની મુખ્ય સમાપન કડી તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે.
દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ‘‘રાષ્ટ્રવંદનમ્'' કાર્યક્રમમાં ૨.૨૫ લાખ સ્વયંસેવક સંપૂર્ણ ગણવેશમાં તથા સમાજના ૭૫ હજાર જેટલા પ્રબુદ્ધ લોકો અને યુવાનો સહભાગી થશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષનો સમાપન સમારોહ ૨૯ નવેમ્બરના રોજ દિલ્હીના રોહિણીમાં ‘રાષ્ટ્રવંદનમ્' કાર્યક્રમ સાથે થશે. આ કાર્યક્રમમાં આશરે ૨.૨૫ લાખ સ્વયંસેવકો સંપૂર્ણ ગણવેશમાં સામેલ થશે. આમાં આશરે સવા બે લાખ સ્વયંસેવકો સંપૂર્ણ ગણવેશમાં ભાગ લેશે, જ્યારે સમાજના ૭૫ હજાર જેટલા પ્રબુદ્ધ લોકો અને યુવાનો પણ સહભાગી થશે. સમારોહમાં સરસંઘચાલક મોહનજી ભાગવતનું ઉદ્વોધન થશે. કાર્યક્રમમાં પ્રવેશ માટે એપ અને QR કોડની વ્યવસ્થા કરવામાં આવી છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
