વડાપ્રધાન નરેન્દ્રભાઈનો કરકસરનો મજબૂત સંદેશ : એસપીજીને પોતાના કાફલામાં વાહનોની સંખ્યા 50 ટકા ઘટાડવા અને સરકારી વિભાગોને ખર્ચ કાપના કડક પગલાં લેવા આદેશ આપ્યો : ઈંધણ અને વિદેશી મુદ્રા બચાવવા માટે વડાપ્રધાનનો મોટો નિર્ણય : બ્લુ બુકના સુરક્ષા નિયમો જાળવીને નવા વાહનો ખરીદ્યા વિના ઇલેક્ટ્રિક ગાડીઓ પ્રોત્સાહિત કરવા તેમજ મંત્રીઓ અને કર્મચારીઓને મેટ્રો ટ્રેન કે કારપૂલિંગનો ઉપયોગ કરવા સૂચના7:38 AM IST
સોનાના આયાત પરના ટેક્સમાં સરકારનો તોતિંગ વધારો : કુલ ઈમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી વધારીને સીધી 15 ટકા કરી દેવાતા ઝવેરી બજારમાં ખળભળાટ : ૧૩ મે ૨૦૨૬ની મધ્યરાત્રિથી નવા દરો અમલી : સરકાર દ્વારા બેઝિક કસ્ટમ ડ્યુટી અને એગ્રીકલ્ચર સેસમાં મોટો વધારો કરાયો : એપ્રિલ 2024ના બજેટમાં આપેલી રાહત પાછી ખેંચાતા હવે લગ્નસરાની સિઝનમાં સોનું ખરીદવું ગ્રાહકો માટે મોંઘું બનશે6:31 AM IST
મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર પ્રતીક યાદવનું ૩૮ વર્ષની વયે શંકાસ્પદ સંજોગોમાં અવસાન : લખનૌની હોસ્પિટલમાં દમ તોડ્યો : ઝેરી પદાર્થ ગટગટાવી લીધો હોવાની આશંકા વચ્ચે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા : રાજનીતિથી દૂર રહી ફિટનેસ ક્ષેત્રે સક્રિય રહેલા પ્રતીક યાદવના નિધનથી યાદવ પરિવારમાં શોકનું મોજું8:02 AM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કરકસરની અપીલની રાષ્ટ્રવ્યાપી અસર : ઈંધણ બચાવવા અને વિદેશ પ્રવાસ ટાળવા ભાજપના મંત્રીઓ-નેતાઓએ આદરી સાદગી : મહારાષ્ટ્રના ધારાસભ્યોનો જાપાન પ્રવાસ અને મંત્રીઓની કાન્સ મુલાકાત રદ : કેન્દ્રીય મંત્રીઓએ પાયલોટ વાહનો છોડ્યા તો રાજ્ય કક્ષાના નેતાઓએ ઓફિસે જવા મેટ્રો, ઈ-રિક્ષા અને ઓનલાઇન મીટિંગનો વિકલ્પ અપનાવ્યો9:09 PM IST
દુનિયાના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એશ્વર્યા રાયથી લઈ આલિયા ભટ્ટ સુધીની એક્ટ્રેસ જોવા મળશે : કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી કરનારી એક્ટ્રેસના લૂક્સ અને આઉટફીટની વૈશ્વિક સ્તરે ચર્ચા: દુનિયાભરમાંથી સિનેપ્રેમીઓ સહિત ફિલ્મમેકર્સ, ફેશન આઈકોન, એક્ટર-એક્ટ્રેસ, પ્રોડ્યુસર તથા ફિલ્મજગત સાથે જોડાયેલા લોકો જોડાશે12:36 AM IST
નીટ યુજી પરીક્ષા કૌભાંડમાં સીબીઆઈ દ્વારા ગુનો દાખલ : પેપર લીક મામલે તપાસનો ધમધમાટ શરૂ : નાસિક પોલીસ દ્વારા બે શખ્સોની ધરપકડ બાદ હવે સમગ્ર દેશમાં ફરીથી પરીક્ષા લેવાશે : નવી તારીખ ટૂંક સમયમાં બહાર પડશે : કેન્દ્ર સરકારના આદેશથી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી : ૨૨ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીના સંકેત વચ્ચે એનટીએ દ્વારા પરીક્ષા રદ કરવાની સત્તાવાર જાહેરાત11:39 PM IST
'મંત્રીઓના કાફલામાં ૫૦ ટકાનો ઘટાડો': વડાપ્રધાનની અપીલ બાદ સીએમ યોગીનો મોટો નિર્ણય: વર્ક ફ્રોમ હોમ' અંગે આપી પ્રતિક્રિયા : સીએમ યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે સરકાર પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવાના પ્રયાસો શરૂ કરશે:પોતે પણ મુખ્યમંત્રીના કાફલામાં વાહનોની સંખ્યા ૫૦% ઘટાડશે: યોગીએ તેમના મંત્રીઓને તેમના અડધા વાહનો પરત કરવા પણ સૂચના આપી 11:35 PM IST
માત્ર એક વોટથી જીત્યા બાદ TVK ના ધારાસભ્ય સેતુપતિ માટે મુશ્કેલી: હવે સુપ્રીમ કોર્ટ આ ઐતિહાસિક વિવાદ ઉકેલશે : માત્ર 1 વોટથી જીતેલા શ્રીનિવાસ સેતુપતિ પર હાઈકોર્ટની રોક: ફ્લોર ટેસ્ટમાં મતદાન ન કરવાના આદેશ સામે સર્વોચ્ચ અદાલતમાં ધા :અભિષેક મનુ સિંઘવીની દલીલો તેમને ન્યાય અપાવશે કે કેમ, તે જાણવું રસપ્રદ રહેશે.11:01 PM IST
દેશના ટેક પ્રોફેશનલ્સની પહેલી પસંદ બની ફ્લિપકાર્ટ : પ્રતિષ્ઠિત સર્વેમાં TCS અને ઇન્ફોસિસ જેવી દિગ્ગજ આઈટી કંપનીઓને પાછળ છોડી : 'બ્લાઇન્ડ' પ્લેટફોર્મના રિપોર્ટમાં ભારતીય કંપનીઓ પ્રત્યે વધતો ઝુકાવ છતાં કાર્યસ્થળની ઝેરી સંસ્કૃતિ (Toxic Culture) પ્રોફેશનલ્સ માટે ચિંતાનો વિષય : 65 ટકા કર્મચારીઓએ પગાર કરતા કામના વાતાવરણને મહત્વ આપ્યું9:28 PM IST
સનાતન પર ફરી રણસંગ્રામ! ઉદયનિધિ સ્ટાલિનની 'સનાતન નાબૂદી'ની ટિપ્પણીથી રાજકારણ ગરમાયું, ભાજપે કહ્યું- "DMK હારમાંથી પણ કંઈ શીખ્યું નથી!" : નવા મુખ્યમંત્રી વિજયની હાજરીમાં વિધાનસભામાં જ ઉદયનિધિએ ઝેર ઓક્યું: ભાજપના તેજાબી પ્રહારો, "સનાતનનું અપમાન કરવું એ જ વિપક્ષની વોટબેંક રણનીતિ" - જાણો સમગ્ર વિવાદ9:11 PM IST
સર્વોદય કો-ઓપરેટિવ બેન્કનું લાઇસન્સ રદ : RBIએ આર્થિક સંકટને પગલે બેન્કને તાળા માર્યા : આજથી તમામ બેન્કિંગ વ્યવહારો બંધ : મુંબઈની બેન્ક પાસે પૂરતી મૂડી ન હોવાથી અને દેવું ચૂકવવામાં અસમર્થ હોવાથી લેવાયો કડક નિર્ણય : 5 લાખ સુધીની જમા રકમ ધરાવતા 98 ટકાથી વધુ ગ્રાહકોને DICGC હેઠળ નાણાં પરત મળશે11:32 AM IST
શું પેઈન્ટિંગ અને સંગીત તમને યુવાન રાખી શકે? સંશોધકોનો દાવો: કલા અને સંસ્કૃતિમાં જોડાવાથી 'બાયોલોજીકલ એજિંગ'ની પ્રક્રિયા ધીમી પડે છે! : વ્યાયામ કરતા પણ વધુ અસરકારક: અઠવાડિયે એકવાર મ્યુઝિયમ જવું કે ગીત ગાવું તમને કુદરતી રીતે એક વર્ષ નાના રાખી શકે છે - જાણો યુનિવર્સિટી કોલેજ લંડનનો આ ચોંકાવનારો રિપોર્ટ8:58 PM IST
ભારતીય અદાલતોનો થશે કાયાકલ્પ: સુપ્રીમ કોર્ટે હાઈ-લેવલ કમિટીની કરી રચના, અદાલતોના આધુનિકીકરણ માટે 50 હજાર કરોડનો માસ્ટરપ્લાન તૈયાર! : ન્યાય ક્ષેત્રે 'ડિજિટલ ક્રાંતિ'ની તૈયારી: જસ્ટિસ અરવિંદ કુમારની અધ્યક્ષતામાં બનેલી સમિતિ અદાલતોની માળખાગત ખામીઓ દૂર કરશે - પેપરલેસ કોર્ટ અને હાઈટેક ટેકનોલોજીથી કેસોનો નિકાલ થશે ઝડપી8:39 PM IST
તમિલનાડુ વિધાનસભામાં વિજય સરકારનો પ્રથમ વિજય: જેસીડી પ્રભાકર બન્યા નવા સ્પીકર, હવે આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં થશે તાકાતનું પ્રદર્શન! : લોકશાહીનો નવો અધ્યાય: મુખ્યમંત્રી જોસેફ વિજયની હાજરીમાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની સર્વાનુમતે વરણી - વિપક્ષી નેતા ઉદયનિધિ સ્ટાલિને પણ આપી શુભેચ્છા, પણ હાઈકોર્ટના એક આદેશે વધાર્યું ટીવીકે સરકારનું ટેન્શન8:38 PM IST
UPમાં 26 કલાકમાં 3 હત્યા કરનાર 'સાયકો કિલર' પૂર્વ ફૌજીનો એન્કાઉન્ટરમાં ખાતમો, પોલીસની પિસ્તોલ છીનવી ભાગવા જતાં ઠાર! : લોહીની હોળી ખેલનારનો અંત: ટ્રેનમાં બે મુસાફરો અને હોસ્પિટલમાં મહિલાની કરપીણ હત્યા કરનાર ગુરપ્રીત સિંહ પોલીસ સાથેના સંઘર્ષમાં મરાયો - ક્રાઈમ સીન રિક્રિએશન વખતે પોલીસ પર જ કર્યું ફાયરિંગ8:11 PM IST
શૃંગેરી બેઠક પર ફરી જંગના એંધાણ: સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ બાદ ભાજપના ડી.એન. જીવરાજ 'વેઇટ એન્ડ વોચ'ની ભૂમિકામાં! : મતગણતરીના વિવાદમાં નવો વળાંક: હાઈકોર્ટના 'રિકાઉન્ટિંગ'ના આદેશ પર સુપ્રીમનો સ્ટે - ધારાસભ્ય ટી.ડી. રાજેગૌડાને મોટી રાહત, જ્યારે જીવરાજે કહ્યું, "ન્યાયતંત્ર પર ભરોસો છે, યોગ્ય સમયની રાહ જોઈશું"8:12 PM IST
તમિલનાડુના રાજકારણમાં ગરમાવો: વિજયની પાર્ટી TVK સુપ્રીમ કોર્ટના દ્વારે, ધારાસભ્ય પરના પ્રતિબંધ સામે 'સુપરસ્ટાર' મુખ્યમંત્રીની આરપારની લડાઈ! : વિશ્વાસ મત પહેલા હાઈ-વોલ્ટેજ ડ્રામા: માત્ર એક મતના અંતરની જીત અને પોસ્ટલ બેલેટમાં ગેરરીતિના આરોપો - મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતા અભિષેક મનુ સિંઘવી કરશે ધારદાર દલીલો, આવતીકાલે સુનાવણી8:10 PM IST
બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરની ખુરશી જોખમમાં? પોતાની જ પાર્ટીમાં બળવો, રાજીનામાની માંગ વચ્ચે સ્ટાર્મરનો વળતો પ્રહાર! : લંડનમાં રાજકીય ગરમાવો: મંત્રીઓના રાજીનામા અને સ્થાનિક ચૂંટણીમાં હાર બાદ 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર દબાણ વધ્યું - સ્ટાર્મરે કહ્યું, 'ચૂંટણી પરિણામોની જવાબદારી મારી, પણ નેતૃત્વ પરિવર્તનનો કોઈ વિચાર નથી'7:49 PM IST
ભારતીય પાસપોર્ટ પર વિદેશ પ્રવાસ અને બંગાળમાં જમીન હડપવી ભારે પડી: યુપીની કોર્ટે બાંગ્લાદેશી નાગરિકને ફટકારી જેલની સજા! : ષડયંત્રનો પર્દાફાશ: રોહિંગ્યા કેમ્પના રહેવાસીએ બલિયાના શખ્સોની મદદથી બનાવ્યા હતા નકલી દસ્તાવેજ - હુગલીમાં ગેરકાયદે જમીન નોંધણી અને સાઉદી-બહેરીનની મુસાફરી કરનાર અબ્દુલ અમીન જેલના સળિયા પાછળ7:49 PM IST
મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લુની પૃષ્ટિ બાદ તાપીમાં એલર્ટ :ઉચ્છલ અને નિઝર તાલુકામાં પોલ્ટ્રીફાર્મથી દસ કિલોમીટરનો વિસ્તાર સર્વેલન્સ હેઠળ : મરઘાં, ઇંડાં, મરઘાની ચરક તેમજ પોલ્ટ્રી ફાર્મની સાધન સામગ્રીની હેરફેર પર પ્રતિબંધ:પોલ્ટ્રી સાથે કામ કરતા લોકો માટે માસ્ક, ગ્લોવ્સ, ગમબૂટ અને અન્ય રક્ષણાત્મક સાધનો ફરજિયાત7:47 PM IST
ભારતની નર્સોની વ્યથા: માત્ર સેવા જ નહીં, અદ્રશ્ય બોજ હેઠળ દબાયેલું છે 'વ્હાઇટ આર્મી'નું જીવન, ક્યારે મળશે યોગ્ય સન્માન? : સેવા પાછળનું સત્ય: કામના કલાકોનો કોઈ અંત નથી, સુરક્ષાના નામે મીંડું અને સામાજિક ઉપેક્ષા - દર્દીઓની સંભાળ રાખનારાઓ પોતે જ માનસિક અને શારીરિક થાકનો શિકાર, સિસ્ટમ સામે ઉઠ્યા ગંભીર સવાલ7:36 PM IST
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર હવે પોટેટો ચિપ્સ પર: જાપાનની ફેમસ 'કેલ્બી' ચિપ્સના પેકેટ થઈ જશે બ્લેક એન્ડ વ્હાઇટ! : શાહીનો દુકાળ: મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે પ્રિન્ટિંગ શાહી માટે વપરાતા નેફ્થાના સપ્લાયમાં વિક્ષેપ - રંગબેરંગી પેકેજિંગના સ્થાને હવે માત્ર બે રંગના સાદા પેકેટમાં મળશે ફેવરિટ નાસ્તા7:25 PM IST
ભારતનો ચીન પર આકરો પ્રહાર: 'આતંકવાદીઓને બચાવવાથી તમારી પ્રતિષ્ઠાને કલંક લાગશે', ઓપરેશન સિંદૂર પર મોટો ધડાકો! : ચીનનો પર્દાફાશ: પાકિસ્તાનની આતંકવાદી ચોકીઓને બચાવવા મેદાનમાં આવ્યું હતું બેઇજિંગ - વિદેશ મંત્રાલયે ચીનની 'શાખ' પર ઉઠાવ્યા સવાલ, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને જમીની સ્તરે મદદ કરવાનો ચીને પ્રથમવાર કર્યો સ્વીકાર7:21 PM IST
યુકે વિઝાના નામે છેતરાતા સાવધાન! બ્રિટન સરકારે શરૂ કર્યું ખાસ અભિયાન, હવે એજન્ટો પર વિશ્વાસ કરતા પહેલા કરવી પડશે આ તપાસ : 'ચેક બીફોર યુ ટ્રસ્ટ': ઇમિગ્રેશનના નામે થતી લૂંટ અટકાવવા IAA એક્શન મોડમાં - ખોટી સલાહ અને વધુ પડતી ફી વસૂલતા લેભાગુ તત્વોથી બચવા માટે સરકારનું નવું 'ઓનલાઇન રજિસ્ટર' હથિયાર7:12 PM IST
NEET પેપર લીક કૌભાંડ : દેશના ખૂણેખૂણે કેવી રીતે ફેલાયું: 'પ્રાઇવેટ માફિયા' ગ્રુપનો પર્દાફાશ :મનીષ યાદવ સહિત બે શખ્સો સકંજામાં : દેશવ્યાપી પેપર લીક કૌભાંડમાં CBI એ નોંધી FIR: નાસિકની પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ચોરી થયાની આશંકા:400 સભ્યોના વોટ્સએપ ગ્રુપમાં ફરતા થયા હતા પ્રશ્નો: રાજસ્થાનથી જમ્મુ-કાશ્મીર સુધી ફેલાયા કૌભાંડના તાર7:10 PM IST
અમેરિકાનો પાકિસ્તાન પર ગંભીર આરોપ : ઈરાની યુદ્ધ વિમાનોને પોતાની ધરતી પર છુપાવ્યા હોવાનો દાવો : પાકિસ્તાને આપી રાજદ્વારી સ્પષ્ટતા : રાવલપિંડીના નૂર ખાન એરબેઝ પર ઈરાની જાસૂસી વિમાનોની હાજરીથી આંતરરાષ્ટ્રીય વિવાદ વકર્યો : અમેરિકી અધિકારીઓએ લશ્કરી અસ્કયામતો બચાવવાનો આક્ષેપ કર્યો તો પાકિસ્તાને શાંતિ વાટાઘાટોનું કારણ ધર્યું6:59 PM IST
સેમસંગનો ધડાકો: હવે અડધી કિંમતે મળશે 'નવો' ગેલેક્સી ફોન, જૂના સ્માર્ટફોન પર પણ મળશે કંપનીની ઓફિશિયલ વોરંટી : કંપનીએ ભારતમાં લોન્ચ કર્યો 'સર્ટિફાઇડ રી-ઓન્ડ' પ્રોગ્રામ: ૧૨ મહિનાની ગેરંટી, ઓરિજિનલ સ્પેરપાર્ટ્સ અને નવા બોક્સ પેકિંગ સાથે પ્રીમિયમ ફોન ખરીદવાની સુવર્ણ તક : સામાન્ય માણસનું ફ્લેગશિપ ફોનનું સપનું થશે સાકાર6:53 PM IST
રિયલ એસ્ટેટ ક્ષેત્રે યુગાન્ડામાં ઇતિહાસ રચાયો:ભારતીય મૂળના ડૉ. સુધીર રૂપારેલિયાને 'રિસ્પોન્સિબલ ઈન્વેસ્ટમેન્ટ ગ્લોબલ એવોર્ડ'થી સન્માનિત કરાયા : ડૉ. રૂપારેલિયાનું યોગદાન માત્ર મકાનો બનાવવા પૂરતું સીમિત નથી. તેમણે શિક્ષણ, કૃષિ અને આતિથ્ય (હોસ્પિટાલિટી) ક્ષેત્રે પણ ક્રાંતિ લાવી છે. કબીરા કન્ટ્રી હોટેલ અને કોમનવેલ્થ સ્પીક રિસોર્ટ જેવી વૈભવી મિલકતો તેમના પોર્ટફોલિયોની શોભા વધારી 6:33 PM IST
ન્યૂ યોર્કવાસીઓ માટે બખ્ખાં: આકરી ગરમીમાં રાજ્ય સરકાર આપશે મફત એર કન્ડીશનર, જાણો કોણ છે લાયક અને કેવી રીતે કરશો અરજી! : ગરમીથી મળશે છુટકારો: HEAP પ્રોગ્રામ હેઠળ પાત્ર પરિવારોને $1,000 સુધીની કિંમતના એ/સી યુનિટ અને ફ્રી ઇન્સ્ટોલેશનની ઓફર - 15 એપ્રિલથી અરજી પ્રક્રિયા શરૂ, વહેલા તે પહેલાના ધોરણે મળશે લાભ6:40 PM IST
ધારની ભોજશાળા પર કોનો અધિકાર? હાઇકોર્ટમાં દલીલોનું તોફાન શમ્યું : ASI ના ૨,૧૦૦ પાનાના રિપોર્ટ પર ટક્યો ફેંસલો : મધ્યપ્રદેશ હાઇકોર્ટની ઇન્દોર બેન્ચે ઐતિહાસિક ભોજશાળા-કમલ મૌલા મસ્જિદ વિવાદ પર અંતિમ સુનાવણી પૂર્ણ કરી નિર્ણય અનામત રાખ્યો: ૧૫ જૂન પછી ગમે ત્યારે જાહેર થઈ શકે છે ચુકાદો : હિન્દુ પક્ષના આંખમાં હર્ષના આંસુ તો મુસ્લિમ પક્ષે સર્વે સામે ઉઠાવ્યા સવાલ6:26 PM IST
ન્યૂયોર્ક ચૂંટણીમાં 'મૃતકો'ના હસ્તાક્ષરથી ખળભળાટ: ડેમોક્રેટિક ઉમેદવારના ફોર્મ પર 10 વર્ષ પહેલા ગુજરી ગયેલા મતદારોની સહીઓ મળી! : લોકશાહીની મજાક: ઉમેદવાર મેરી મીરવિલ-શાહઝાદાની 90% સહીઓ ચૂંટણી બોર્ડ દ્વારા અમાન્ય, 5,000 થી વધુ સહીઓમાંથી માંડ 479 સાચી ઠરી - શું હવે આ ઉમેદવારને ચૂંટણી લડતા રોકવામાં આવશે? જાણો શું છે આખો વિવાદ6:25 PM IST
અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં 'પાગલ' બંદૂકધારીનો આતંક: હાઈવે પર અંધાધૂંધ 60 રાઉન્ડ ફાયરિંગ, અનેક કારને બનાવી નિશાન! : મોતનું તાંડવ: એસોલ્ટ રાઈફલ સાથે નીકળેલા ગુનેગારે નિર્દોષ લોકો પર ગોળીઓનો વરસાદ કર્યો, બેની હાલત ગંભીર - જવાબી કાર્યવાહીમાં પોલીસે હુમલાખોરને વીંધી નાખ્યો, અગાઉ પણ પોલીસ પર હુમલો કરી ચૂક્યો છે આ હેવાન6:23 PM IST
આતંકનો નવો 'ડિજિટલ અડ્ડો': NIA તપાસમાં ખુલાસો, કાશ્મીરના આતંકવાદીઓ હવે Threema અને Dust જેવી એપ્સથી રચે છે ષડયંત્ર : મોબાઇલ નંબર કે ઇમેઇલ વગર ચાલતી સ્વિસ અને અમેરિકન એપ્લિકેશન બની સુરક્ષા એજન્સીઓ માટે માથાનો દુખાવો: લશ્કર અને જૈશના આતંકીઓ સરહદ પાર હેન્ડલર્સ સાથે વાત કરવા વાપરે છે હાઈ-ટેક એન્ક્રિપ્શન6:09 PM IST
ચીનના 'આતંકવાદી પ્રેમ' પર ભારતનો આકરો પ્રહાર: MEA એ બેઇજિંગને બતાવ્યો અરીસો: વિશ્વમંચ પર દંભ ખુલ્લો પાડ્યો : ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાની આતંકવાદીઓને બચાવવા મેદાને આવેલા ચીનને ભારતે ચેતવણી આપી કે 'ટેરરિસ્તાન' ને રક્ષણ આપનારા દેશો પોતાની વૈશ્વિક વિશ્વસનીયતા ગુમાવી રહ્યા છે : તેલ અને ઊર્જા સુરક્ષા પર પણ 'નેશન ફર્સ્ટ'ની નીતિ સ્પષ્ટ કરી6:08 PM IST
સોશિયલ મીડિયા પર સેન્સરની સર્જિકલ સ્ટ્રાઈક: હવે ૨ જ કલાકમાં ગાયબ થશે આપત્તિજનક કન્ટેન્ટ : સરકારે આઈટી નિયમો કર્યા લોખંડી : ડીપફેક અને નકલી નગ્નતા ફેલાવનારા સાયબર માફિયાઓની હવે ખેર નથી: સરકારે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને એક્સ જેવા દિગ્ગજોને અલ્ટીમેટમ આપ્યું : AI જનરેટેડ વીડિયો પર 'સિન્થેટિક મીડિયા'નું લેબલ મારવું હવે ફરજિયાત6:08 PM IST
ચોમાસું સત્ર પહેલાં બંધારણીય સુધારો શક્ય સંયુક્ત સંસદીય સમિતિ ૧૯મીથી ગુજરાતમાં : પાંચ રાજ્યની ચૂંટણી પછી વર્ષ ૨૦૨૯માં ‘વન નેશન વન ઈલેક્શન' કવાયત તેજ : એક દેશ એક ચૂંટણી બિલ માટે કાર્યરત JPC બેથી ત્રણ દિવસ ગુજરાતમાં મંતવ્યો મેળવશેઃ ગુજરાત પછી દક્ષિણના રાજ્યોમાં પ્રવાસ કરશે, -JPCમાં અનુરાગ ઠાકુર અને પ્રિયંકા ગાંધીઃ રાજકીય, સરકારી, ન્યાયતંત્ર, લોકતાંત્રિક-નાગરિક નિસ્બત ધરાવતા કર્મશીલો સાથે બેઠકો10:44 AM IST
બાળકોને ધાર્મિક, બિનસાંપ્રદાયિક શિક્ષણ આપતી સંસ્થાઓના મોનિટરિંગ બાબતે કેન્દ્ર નિર્ણય કરેઃ સુપ્રીમ : હજારો અનિયંત્રિત સંસ્થાઓના કારણે બાળકોના ગુણવત્તાયુક્ત શિક્ષણના હકનું હનન થતું હોવાની રજૂઆત : ત્રણ મહિના બાદ પણ કેન્દ્ર સરકાર તરફથી કોઈ નિર્ણય જાહેર નહીં થતાં સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી9:49 AM IST
NEET UG પેપર લીક કાંડમાં મોટો ધડાકો: જયપુરથી માસ્ટરમાઇન્ડ મનીષની ધરપકડ, નાસિકમાં ફૂટ્યું હતું પ્રશ્નપત્રનું પેકેટ! : દેશવ્યાપી પેપર લીક રેકેટનો પર્દાફાશ: રાજસ્થાનથી મહારાષ્ટ્ર અને હરિયાણા સુધી ફેલાયેલા તાર, 22 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાયું - તપાસ એજન્સીઓના દરોડામાં 'અનુમાન પેપર'ના નામે થયેલું મોટું કૌભાંડ આવ્યું સામે5:40 PM IST
બંગાળમાં 'ઓપરેશન ફેન્સિંગ': સુવેન્દુ અધિકારીનો મોટો નિર્ણય : શું ઢાકા અને કોલકાતા વચ્ચે હવે કાંટાળા તારના સંબંધો બંધાશે? : પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સરહદ પર 850 કિલોમીટરની ખુલ્લી જમીન BSFને સોંપવાની પ્રક્રિયા 45 દિવસમાં પૂર્ણ કરવાની ગર્જના કરતા બાંગ્લાદેશમાં ખળભળાટ મચી ગયો 5:24 PM IST
ઈરાનનો દરિયાઈ માસ્ટરસ્ટ્રોક: હોર્મુઝ જળમાર્ગને ૫૦૦ કિમીના 'ડેન્જર ઝોન' તરીકે જાહેર કર્યો, દુશ્મન દેશોને ખુલ્લી ચેતવણી! : વ્યૂહાત્મક સરહદો વિસ્તરી: હોર્મુઝ સ્ટ્રેટ હવે માત્ર ટાપુઓ પૂરતો સીમિત નથી, ઈરાને ૩૦૦ માઈલના વિશાળ 'ઓપરેશનલ અર્ધચંદ્રાકાર' સાથે નવા નિયમો કર્યા લાગુ - ઉલ્લંઘન કરનાર જહાજો સામે 'નિર્ણાયક' કાર્યવાહીનો સંકેત5:10 PM IST
તમિલનાડુમાં 'થલપતિ' વિજયનો માસ્ટરસ્ટ્રોક: ફ્લોર ટેસ્ટ પહેલા AIADMKમાં મોટું ગાબડું, બળવાખોર ધારાસભ્યો સાથે મુખ્યમંત્રીની ગુપ્ત બેઠક! : ચેન્નાઈમાં રાજકીય ભૂકંપ: EPS કેમ્પમાં ભંગાણ વચ્ચે વિજય સરકારની બહુમતી પાકી, 30 થી વધુ ધારાસભ્યોના ટેકા સાથે TVK હવે 150 ના આંકડાને સ્પર્શે તેવી શક્યતા - દ્રવિડિયન રાજકારણમાં નવા સમીકરણો5:23 PM IST
કઝાકિસ્તાને ખોલ્યા રોકાણકારો માટે 'સુવર્ણ' દ્વાર: હવે વિદેશીઓ માટે 'ગોલ્ડન વિઝા' મેળવવો બનશે આસાન, ટેક્સમાં મળશે મસમોટી છૂટછાટ! : મધ્ય એશિયાનું પાવરહાઉસ બનવા કઝાકિસ્તાનનો માસ્ટરપ્લાન: ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વ્યાવસાયિકો અને IT નિષ્ણાતો માટે લાલ જાજમ, 'અલ્ટીન વિઝા' સાથે મળશે અનેક સરકારી સુવિધાઓ - જાણો શું છે નવા નિયમો?5:10 PM IST
ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં ખળભળાટ: 7 વર્ષમાં 87,000 શાળાઓના દરવાજા કાયમ માટે બંધ, ગ્રામીણ બાળકોના શિક્ષણ પર લટકતી તલવાર! : ઉચ્ચ શિક્ષણનું સપનું અધૂરું: દર 10માંથી 4 બાળકો ધોરણ 12 સુધી પહોંચતા પહેલા જ છોડી દે છે શાળા, સરકારી શાળાઓમાં નોંધણી ઘટતા ખાનગી શિક્ષણનો દબદબો વધ્યો - જાણો શું કહે છે નીતિ આયોગનો ચોંકાવનારો રિપોર્ટ5:23 PM IST
CBSE બોર્ડના લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો આવશે અંત: ગમે ત્યારે જાહેર થઈ શકે છે ધોરણ 12નું પરિણામ, ડિજીલોકર પર 'કમિંગ સૂન'ના મેસેજથી ઉત્તેજના વધી! : ડિજિટલ માર્કિંગ સિસ્ટમ સાથે આ વર્ષે ભૂલોને ફૂલ-સ્ટોપ: 18.5 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે, સત્તાવાર વેબસાઇટ અને ઉમંગ એપ પર પણ સ્કોરકાર્ડ જોઈ શકાશે - જાણો કેવી રીતે તપાસશો તમારું પરિણામ?5:22 PM IST
કેરળના મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસમાં 'મહાભારત': કેસી વેણુગોપાલનું પલ્લું ભારે, ૧૦ માંથી ૭ નેતાઓનું સમર્થન મળતા સતીસન જૂથમાં હડકંપ! : રાહુલ ગાંધીના દરબારમાં કેરળના દિગ્ગજોની પરેડ: પ્રચંડ જીત બાદ પણ CM પદ માટે પેચ ફસાયો, વીડી સતીસને ગૌણ ભૂમિકા સ્વીકારવાનો કર્યો ઇનકાર - જાણો કોણ બનશે કેરળનો નવો સુકાની?5:09 PM IST
અમેરિકા જવાનું સપનું રોળાયું: વિઝા પ્રતિબંધોની કડકાઈને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની નોંધણીમાં ૨૦%નો મોટો ઘટાડો! : ટ્રમ્પ વહીવટીતંત્રની કડક નીતિઓની અસર: ૬૨% અમેરિકન કોલેજોમાં વિદેશી વિદ્યાર્થીઓ ઘટ્યા, યુનિવર્સિટીઓના બજેટ પર કાપ મુકાય તેવી ભીતિ, ભારત સહિતના વિદ્યાર્થીઓ હવે અન્ય વિકલ્પો તરફ વળ્યા5:08 PM IST
બંગાળમાં પરિવર્તનનો પ્રહાર: સુવેન્દુ સરકારે અભિષેક બેનર્જીની Z+ સુરક્ષા આંચકી લીધી, 'પાઈલટ કાર' અને લશ્કર જેવો કાફલો હવે ઈતિહાસ! : સત્તા બદલાતા જ દબદબો ખતમ: મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ બિનજરૂરી સુરક્ષા ખર્ચ પર લગાવી રોક, મમતા બેનર્જી અને અભિષેકના નિવાસસ્થાનેથી સુરક્ષા ઘેરો હટાવાયો - જાણો શું છે નવા CM ના ૬ મોટા નિર્ણયો?5:11 PM IST
પેરિસની સીન નદીમાં ડૂબતા શ્વાન માટે માનવતા મહેકી ઉઠી: અજાણ્યા લોકોએ 'માનવ સાંકળ' બનાવી કૂતરાનો જીવ બચાવ્યો, વીડિયો વાયરલ : જુઓ વિડીયો : મોતના મુખમાંથી ઉગાર્યો: પેરિસની સીન નદીમાં ખાબકેલા કૂતરાને બચાવવા એક યુવકે જીવનું જોખમ ખેડ્યું, માલિક અને બચાવનાર વચ્ચેના ભાવનાત્મક મિલનથી નેટીઝન્સની આંખો ભીની થઈ3:43 PM IST
સોનાની ખરીદી એક વર્ષ ટાળવા પીએમ મોદીની અપીલને બજારમાં મિશ્ર પ્રતિસાદ :કારીગર વર્ગની સ્થિતિ વધુ કફોડી : કિંમતીઘાતુના ભાવ આસમાને પહોંચતા મંદીના ભરડામાં ફસાયેલ સુવર્ણકારોનો ધંધો પડી ભાંગવા ભીતિ : લાખો કારીગરોની રોજીરોટી પર મંડરાશે સંકટ :લોકોને વપરાશમાં કાપ સહન કરાવવાને બદલે સરકારી ખર્ચમાં કાપ મુકવા સુધીનો આક્રોશ પણ ફેલાયો 1:01 PM IST
"મેં રાષ્ટ્ર માટે મારો ભાગ ભજવ્યો છે, હવે તમારો વારો": મહિલાએ PM મોદીની અપીલનો હવાલો આપી HRને ઈમેલ કર્યો, ૨૦૨૭ સુધી 'વર્ક ફ્રોમ હોમ' જાહેર કર્યું! : ઈન્ટરનેટ પર વાયરલ થયો સુપ્રિયાનો પાવરફુલ ઈમેલ: ઈંધણ બચાવવા માટે ઘરેથી કામ કરવાનો નિર્ણય લેનારી મહિલાને HRએ પણ આપ્યા એવા જવાબો કે જાણીને હસી-હસીને લોટપોટ થઈ જશો3:41 PM IST
હવે ખિસ્સામાં રોકડ નહીં હોય તોય ચાલશેઃ GSRTC ની હાઈટેક સવારીમાં QRથી કરો પેમેન્ટ : મુસાફરી શરૂ કરતા પહેલા જ અડધી ચિંતા દૂર થઈ જાય તેવી વ્યવસ્થા હવે એસટી નિગમે ઉભી કરીઃ બસ સ્ટેન્ડની લાંબી લાઈનો અને ટિકિટ બારીના ધક્કા હવે ભૂતકાળ બની રહ્યા છે. ડિજિટલ પેમેન્ટમાં સ્થાપ્યો નવો રેકોર્ડ : આંગળીના ટેરવે બસની સીટ બુક કરાવવાથી લઈને બસમાં બેસીને મ્ય્ કોડ સ્કેન કરવા સુધીની સફર મુસાફરો માટે કેટલી આરામદાયક બની છે : વર્ષ ૨૦૨૫-૨૬ માં ઓનલાઈન બુકિંગ દ્વારા ૭૨૨ કરોડની આવક3:48 PM IST
લોકાર્પણના નામે આપણે ત્યાં જે તાયફા થાય છે તેમાં પણ પેટ્રોલ-ડીઝલના બેફામ ધુમાડા થાય છે : તે બંધ કરો : કપરા સમયમાં કરકસર પ્રજા જ કેમ કરે.. સરકાર કેમ નહીં? : વડાપ્રધાન મોદીએ નાગરિકોને કરકસરની સલાહ આપી તેમાં ખોટું નથી પણ લોકોમાં દાખલો બેસાડવા માટે સરકારી સ્તરે સૌથી પહેલાં તેનો અમલ કરવાની જરૂર છે : વડાપ્રધાન ને વિદેશ મંત્રી સિવાયના તમામ મંત્રીઓના વિદેશ પ્રવાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવો જોઈએઃ કરવું હોય તો ઘણું કરી શકાય પણ આ દેશમાં ભાષણબાજીનો મહિમા છે. બધાં ભાષણો આપે છે, સૂફિયાણી સલાહો આપે છે પણ પોતાનાથી શરૂઆત કરતું નથી10:48 AM IST
લોકો ગંભીરતાથી વિચારે તો ૨૨ લાખ કરોડનું વિદેશી હૂંડિયામણ ભારતમાં રહે : પીએમ મોદીએ કરેલી અપીલો બાદ સોશિયલ મીડિયામાં લોકડાઉન અને કોવિડ જેવી સ્થિતિની અફવાઓ ચાલી રહી છે : ભારત પર લોકડાઉનનો કોઈ ખતરો નથી પણ આ અપીલો એ પીએમ મોદીનું લાંબાગાળાના આયોજનનો ભાગ છે સોનામાં દર વર્ષે ભારતીયો ૬ લાખ કરોડનો કરે છે ખર્ચ વિદેશ પ્રવાસ પાછળ ૩ લાખ કરોડનો ખર્ચઃ ક્રૂડ ઓઈલઃ ૧૦ લાખ કરોડનો ખર્ચ10:46 AM IST
૨૪ કલાકમાં મોદીએ ફરી જનતાને સોનું નહીં ખરીદવા - ઇંધણ બચાવવા કરી અપીલ : હૈદરાબાદ પછી હવે વડોદરાથી PM મોદીની વર્ક ફ્રોમ હોમ, પેટ્રોલ-ડીઝલ બચતની હાકલ : દેશના લોકો બની શકે તેટલું પેટ્રોલ-ડિઝલ બચાવે, કાર પુલિંગ કરે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે, ઓફિસોમાં વર્ચ્યુઅલ મિટિંગ્સ અને વર્ક ફ્રોમ હોમ પર ભાર મૂકવામાં આવે આ સાથે સ્કૂલોમાં પણ શક્ય હોય તેટલા વર્ચ્યુઅલ ક્લાસિસની વ્યવસ્થા કરવામાં આવે10:43 AM IST
જેકલીન ફર્નાડિસને EDનો આંચકોઃ રૂ.૨૦૦ કરોડની ઠગાઈમાં ગણાવી ભાગીદાર : મની લોન્ડ્રિંગ કેસમાં એક્ટ્રેસ જેકલીન ફર્નાંડિસની મુશ્કેલીઓ વધીઃ સુકેશના ગુનાહિત નાણાંથી જેકલીને ફાયદો મેળવ્યો અને તપાસ દરમિયાન સંપૂર્ણ સત્ય છુપાવ્યું હોવાનો ED નો આરોપ : સુકેશ ચંદ્રશેખરના ગુનાહિત ઈતિહાસની જાણ હોવા છતાં જેકલીને તેની પાસેથી મોંઘી ગિફટ લીધી હતીઃ ઈડી10:14 AM IST
એક જ ઘરમાં બે પત્નીઓ તો બે પરિવારોઃ પુત્રવધૂ પણ ઘરના મોભી બની શકે છે : વસ્તી ગણતરી ફોર્મના ઘણા નિયમોની ભારે ચર્ચાઃ ૩૪ પ્રશ્નોના ફોર્મમાં પરિવાર, વડા અને રહેવાની વ્યવસ્થા અંગે અલગ જોગવાઈઓ છે : બે પત્નીઓને બે પરિવાર ગણવામાં આવશે, જ્યારે પરિવારના વડા ઘરના કોઈપણ સભ્ય હોઈ શકે છે. પરિવાર શ્રેણીમાં સાથે રહેતા મિત્રો અને ઘરના સહાયકોનો પણ સમાવેશ કરવાની જોગવાઈ છે10:11 AM IST
ટ્રમ્પ ૧૩-૧૫ મે દરમિયાન ચીનની મુલાકાતે જશે9:58 AM IST
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાઓ નિષ્ફળ જવાના આરે: પ્રેસિડેન્ટ ટ્રમ્પ લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે: જ્યારે ડેમોક્રેટ્સ વિરોધમાં ઉતર્યા છે : અમેરિકાને મધ્યસ્થી તરીકેની પાકિસ્તાનની ભૂમિકા પર શંકા: ઇઝરાયેલના મતે ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ મુખ્ય અવરોધ છે: ફરી હુમલાની તૈયારીઓ અંગે ગહન ચર્ચાઓ શરૂ : ડેમોક્રેટ્સ આ સપ્તાહે અમેરિકન સૈનિકોને પાછા ખેંચવા માટે અમેરિકી સંસદમાં સાતમી વખત મતદાન કરાવવાની તૈયારી કરી રહ્યા છે : સેનેટ માઈનોરિટી લીડર ચક શૂમરે ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા: તેમણે આ સંઘર્ષને ગેરકાયદેસર અને અત્યંત ખર્ચાળ ગણાવીને કહ્યું છે કે ટ્રમ્પ અમેરિકાને એક વિનાશક યુદ્ધમાં ખેંચી ગયા છે1:23 PM IST
પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુજીત બોઝની નગરપાલિકા ભરતી કૌભાંડમાં સંડોવણી બદલ મની લોન્ડરિંગ નિવારણ કાયદા હેઠળ ઈડી દ્વારા ધરપકડ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી બંગાળના રાજકારણમાં ખળભળાટ: સરકારી નોકરીઓની ભરતીમાં થયેલી ગેરરીતિઓની તપાસ હવે તેજ બની9:40 AM IST
જુઓ મહત્વના સમાચાર12:14 PM IST
પશ્ચિમ બંગાળમાં મતદારોના નામ કમી કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કાનૂની જંગ : જીતના માર્જિન કરતા વધુ મતદારો કાઢી નાખવામાં આવ્યા હોવાનો કલ્યાણ બેનર્જીનો ગંભીર આક્ષેપ : ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચની પ્રક્રિયા સામે ઉઠાવ્યા સવાલો : લોકશાહીના પાયા સમાન મતદાર યાદીમાં ગેરરીતિ થઈ હોવાની રજૂઆત9:13 PM IST
કૃષ્ણગિરી મંડળના આધારસ્તંભ અને અગ્રણી સામાજિક કાર્યકર ધર્મેશ પટેલનું અમેરિકામાં દુઃખદ અવસાન : ન્યૂ જર્સીના ભારતીય સમુદાયમાં શોકનું મોજું : તેમની અંતિમ સંસ્કારની વિધિ બુધવાર, 13 મે ના રોજ ઈસ્ટ બ્રુન્સવિક, ન્યૂ જર્સી ખાતે સંપન્ન થશે : ગુરુદેવ વસંત વિજય મહારાજના પરમ ભક્ત અને એસજીએમએલ આઈ હોસ્પિટલના સેવાભાવી સહયોગી ધર્મેશ પટેલે 56 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા : ન્યૂ જર્સી રિપબ્લિકન પાર્ટીના સક્રિય નેતા તરીકે સેવા આપી હતી10:03 PM IST
શ્રીંગેરીના ધારાસભ્ય તરીકે કોંગ્રેસના ટી.ડી. રાજેગૌડાને સુપ્રીમ કોર્ટની મોટી રાહત : ચૂંટણી રદ કરવાના હાઈકોર્ટના આદેશ પર વચગાળાની રોક : લોકશાહીને હાઈજેક ન કરી શકાય તેવા સખત અવલોકન સાથે સુપ્રીમ કોર્ટે કર્ણાટકના ધારાસભ્યનું પદ જાળવી રાખ્યું : હાઈકોર્ટના ચુકાદા સામે સ્ટે આપતા કોંગ્રેસ છાવણીમાં ખુશી9:13 PM IST
ઐતિહાસિક પળમાં ‘ડોક્યુમેન્ટ’ બન્યા વિલન: વિજયના સૌથી યુવા મંત્રી શપથ લેવા સ્ટેજ પર તો પહોંચ્યા, પણ સર્ટિફિકેટ ભૂલી જતાં ખાલી હાથે પરત ફરવું પડ્યું! : ૨૯ વર્ષીય એસ. કીર્થના સાથે વિધાનસભામાં બની રમુજી ઘટના; સીએમ વિજય જોતા રહ્યા અને પ્રોટેમ સ્પીકરે શપથ લેતા અટકાવ્યા, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ9:33 PM IST
ઈરાન યુદ્ધથી દુનિયામાં મોટાપાયે એનર્જી સંકટ :ગેસ સપ્લાઈ ખોરવાતા અનેક દેશોમાં મોંઘવારી વધી :ક્યાંક 4 દિવસની ઓફિસ,ક્યાંક પેટ્રોલ કે ગેસ ખરીદવાની મર્યાદા લાગુ : પીએમ મોદીએ લોકોને પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવા, પબ્લિક ટ્રાન્સપોર્ટ અપનાવવા અને બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવાની અપીલ કરી:ક્રૂડ ઓઇલના ભાવ એક સમયે 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા9:37 PM IST
રોબર્ટ કિયોસાકીનું મોટું નિવેદન : વડાપ્રધાન મોદીના 'દેશભક્તિ'ના આહ્વાનથી શેરબજારમાં ગભરાટ, એક જ દિવસમાં રોકાણકારોના 4 ટ્રિલિયન રૂપિયા સ્વાહા : બજાર વાસ્તવિકતા પર નહીં પણ ડર અને લાગણીઓ પર ચાલે છે : સોનું ખરીદવાની મનાઈ એ જ સાબિત કરે છે કે સોનું સૌથી સુરક્ષિત સંપત્તિ છે : અમેરિકન અર્થશાસ્ત્રીનું વિશ્લેષણ10:20 PM IST
પઠાણકોટ એરબેઝ પાસે નકલી પોલીસ આઈડી કાર્ડ સાથે 3 શંકાસ્પદ યુવકો ઝડપાયા :સુરક્ષા એજન્સીઓમાં દોડધામ : સુરક્ષા એજન્સીઓએ ધરપકડ કરાયેલા ત્રણેય શંકાસ્પદ આરોપીઓના મોબાઈલ ફોન અને તેમની પાસે રહેલા અન્ય દસ્તાવેજો કબજે કર્યા :નકલી આઈડી કાર્ડ કયા હેતુથી બનાવ્યા? એરબેઝ અંદર [પ્રવેશવા પ્રયાસ કરતા હતા કે કેમ ?તપાસ શરૂ 9:37 PM IST
નવ નિર્મિત સરદાર ધામનું વડોદરામાં લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી : રૂ. ૧૫૦ કરોડના ખર્ચે બનેલા સરદાર ધામમાં ૨૦૦૦ છાત્રોને વ્યવસાયલક્ષી તાલીમ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ અપાશે:વૈશ્વિક આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખી દેશને સ્પષ્ટ દિશાદર્શન આપતા વડાપ્રધાન:વર્તમાન સંજોગોમાં દેશના સામાન્ય નાગરિકો પર ઓછામાં ઓછો બોજ પડે તે માટે સરકાર સતત પ્રયાસરત છે:પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં શક્ય તેટલો ઘટાડો કરી મેટ્રો, ઇલેક્ટ્રિક વાહનો અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવો જોઇએ:સોનાની આયાત પાછળ થતા મોટા ખર્ચને ધ્યાનમાં રાખી સોનાની ખરીદી ટાળવી જોઇએ:10:55 PM IST
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોની 'વેઇટ એન્ડ વોચ' નીતિ: એપ્રિલમાં ઇક્વિટી રોકાણમાં 5% નો ઘટાડો, છતાં ડેટ ફંડ્સમાં જબરદસ્ત ઉછાળો : શેરબજારની અસ્થિરતા અને હાઈ વેલ્યુએશનને કારણે રોકાણકારોએ નફો બુક કરવાનું પસંદ કર્યું: AMFI ના ડેટા મુજબ SIP યોગદાનમાં પણ સાધારણ ઘટાડો પરંતુ ગોલ્ડ ETF અને ડેટ ફંડ્સ પ્રત્યે આકર્ષણ વધ્યું11:24 PM IST
40 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની ઐતિહાસિક ન્યૂઝીલેન્ડ મુલાકાત : જુલાઈમાં નરેન્દ્રભાઈ મોદી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેના ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ પર હસ્તાક્ષર કરશે : પાંચ દેશોના પ્રવાસ બાદ 6 જુલાઈએ વડાપ્રધાનના પ્રવાસનો સંભવિત પ્રારંભ : ઉચ્ચ સ્તરીય બિઝનેસ ડેલિગેશન સાથે કૃષિ, વેપાર અને રમતગમત ક્ષેત્રે મહત્વપૂર્ણ સમજૂતીઓ થશે11:11 PM IST
ડિજિટલ ફૂટપ્રિન્ટમાં ફસાયા હત્યારાઓ: ચંદ્રનાથ રથ હત્યા કેસમાં એક UPI પેમેન્ટે ખોલી દીધા હાઈટેક મર્ડરના રહસ્યો! : પૂર્વ વાયુસેના જવાન અને સુવેન્દુ અધિકારીના અંગત સહાયકની હત્યા પાછળનું આંતરરાજ્ય કાવતરું ઉઘાડું: ટોલ પ્લાઝા પરની એક નાનકડી ભૂલ શાર્પશૂટરોને બિહાર અને ઉત્તર પ્રદેશના ખૂણેથી ખેંચી લાવી જેલના સળિયા પાછળ11:25 PM IST
રવિવારે યુએસનું અત્યાધુનિક એફ-૩૫ ફાઈટર જેટ ઓમાનના અખાત ઉપર હવામાં કટોકટી જાહેર કરી યુએઈ નજીકથી, રડારમાંથી ગાયબ: રડાર પરથી ગાયબ થતા પહેલા તેની ઊંચાઈમાં સતત ઘટાડો નોંધાયો હતો : અમેરિકન એફ-૩૫ વિમાને ૭૭૦૦ ઇમરજન્સી કોડ મોકલ્યો: યુએઈના અલ ધફરા એરબેઝ તરફ માર્ગ બદલ્યો, વૈશ્વિક મીડિયામાં ભારે ચર્ચા: મોડેથી આ વિમાને યુએઈમાં આવેલા અલ ધફરા એરબેઝ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હોવાના અહેવાલ12:38 AM IST
ઢગલાબંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ12:45 AM IST
વડાપ્રધાનના નિવાસસ્થાન પાસેની ઝૂંપડપટ્ટી હટાવવાનો દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : સુરક્ષાના કારણોસર રહેવાસીઓને અન્યત્ર ખસેડવા આદેશ : પીએમ હાઉસની આસપાસના સ્લમ વિસ્તારોનું પુનઃવસન અનિવાર્ય હોવાનું કોર્ટે ઠેરવ્યું : રહેવાસીઓની અરજી ફગાવીને વૈકલ્પિક આવાસ આપવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના9:27 PM IST
ન્યૂ જર્સીના ટોમ્સ રિવર સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં ભવ્ય વાર્ષિક ફંડરેઝર ઈવેન્ટ સંપન્ન : નવા કોમ્યુનિટી હોલના નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવા સિદ્ધિ સિંગર્સ દ્વારા સંગીતમય ભક્તિસંધ્યાનું આયોજન : ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટના ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ વિશાલ હર્ષ, અંકુર વૈદ્ય, ડૉ. સુધીર પરીખ, શ્રીમતી પ્રીતિ પટેલ, શ્રીમતી પ્રીતિ કશ્યપ, અનંત હૈદલે, પિનાકીન પાઠક, ડૉ. તુષાર પટેલ, ડૉ. અવિનાશ ગુપ્તા અને શ્રીમતી ડૉ. ગીતા ગુપ્તા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ : ત્રણ કલાક સુધી ચાલેલા જીવંત સંગીત કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ અને એકતાના દર્શન થયા11:02 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત પ્રશાસનમાં વ્યાપક ફેરબદલ : રાજ્ય સરકારે 72 IAS અધિકારીઓની સામૂહિક બદલી અને નિમણૂકના આદેશો જારી કર્યા : જુઓ વિગતવાર સંપૂર્ણ સૂચિ : વહીવટી તંત્રને વેગવંતું બનાવવા અનેક જિલ્લાના કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સરકાર દ્વારા મહત્વના સનદી અધિકારીઓની જવાબદારીઓમાં મોટો ફેરફાર8:15 AM IST
અમદાવાદના નિકોલમાં 'આભૂષણ જ્વેલર્સ'માં થયેલી દોઢ કરોડની ચોરી : શોરૂમની જ એક મહિલા કર્મચારી પર વિશ્વાસઘાત અને ચોરીનો આરોપ : શોરૂમમાં કામ કરતી હર્ષિદા નામની મહિલા કર્મચારી સામે ફરિયાદ: લાંબા સમયથી થોડું-થોડું સોનું ચોરી કરી કરોડોનો આંકડો વટાવ્યાની આશંકા: નિકોલ પોલીસે CCTV અને સ્ટોક રજીસ્ટરના આધારે તપાસનો ધમધમાટ કર્યો શરૂ12:07 AM IST
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 'આર્થિક આત્મરક્ષા'ના આહ્વાનને ચરિતાર્થ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : પ્રધાનમંત્રી મોદીની અપીલ અન્વયે ગુજરાત લોકભવનની પહેલ :રાજ્યપાલ સાધારણ બસ અને ટ્રેનમાં કરશે મુસાફરી:રાજ્યપાલએ પ્રોટોકોલને મુક્યા બાજુ પર: કાફલામાં હશે ન્યૂનતમ ગાડીઓ:રાજ્યની યુનિવર્સિટીઓ અને પ્રશાસનને ઇંધણ બચાવવા તેમજ ઇલેક્ટ્રિક વાહનો અને સાયકલનો ઉપયોગ કરવા રાજયપાલની અપીલ:'રાષ્ટ્ર પ્રથમ'ના સંકલ્પ સાથે રાજ્યપાલએ સાદગી અને આત્મ-શિસ્તનું ઉદાહરણ પૂરું પાડ્યું7:25 PM IST
SC વિદ્યાર્થીઓના કરિયરને લાગશે પાંખો! GUJCET, NEET અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સરકાર આપશે મસમોટી સહાય: ફ્રી કોચિંગ યોજના ૨૦૨૬ : નસીબ ચમકાવવાની સુવર્ણ તક: IIM, NIFT અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ગુજરાત સરકાર દ્વારા તાલીમ સહાયની જાહેરાત, જાણો ઓનલાઈન અરજીની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા5:10 PM IST
શ્રી સોમનાથ મહાદેવના દર્શને રામભાઇ મોકરીયા11:35 AM IST
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે ગુજરાત સરકારની નર્સિંગ શિક્ષણમાં ક્રાંતિકારી પહેલ : 8 સુપર-સ્પેશિયલાઇઝ્ડ ડિપ્લોમા કોર્સથી તૈયાર થશે નિષ્ણાત નર્સો : રાજ્યની સરકારી નર્સિંગ કોલેજોમાં ક્રિટિકલ કેર, ઓન્કોલોજી, કાર્ડિયોલોજીથી લઈને નિયોનેટલ સુધીના એક વર્ષના પોસ્ટ બેઝિક ડિપ્લોમા કોર્સ શરૂ, દર્દીઓને મળશે વૈશ્વિક કક્ષાની સુપર-સ્પેશિયાલિટી સારવાર3:24 PM IST
સાબરિયા ગામે વરસાદી પાણીની વિકટ સમસ્યા: ગરનાળું તોડાતા પરિવાર પર સંકટ, તંત્ર સામે કડક રજૂઆત : સાબરિયા ગામે તંત્રની મનમાની? ગરનાળું તોડાતા પરિવાર વરસાદી પાણીમાં જીવવા મજબૂર:ગરનાળું તોડી તંત્રે વધારી મુશ્કેલી? સાબરિયા ગામે પરિવાર નરક સમાન હાલતમાં:વરસાદી પાણીથી ત્રસ્ત પરિવારનો આક્રોશ: જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ10:38 PM IST
સેવા, સમર્પણ અને શ્રેષ્ઠ વાણી-વર્તન જ નર્સિંગ વ્યવસાયની સાચી ઓળખ : આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા : GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં 'આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે' ની ભવ્ય ઉજવણી સંપન્ન: માનવીય સંવેદના, આંતરિક ખુશી અને કર્મનો સિદ્ધાંત જ સેવાનો સાચો માર્ગ7:20 PM IST
જનગણના 2027નું કાઉન્ટડાઉન શરૂ : ગુજરાતમાં 1 જૂનથી 'ઘરયાદી અને મકાનોની ગણતરી'નો પ્રથમ તબક્કો હાથ ધરાશે : સમગ્ર પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી થશે : આઝાદી પછીની 8મી વસ્તી ગણતરીમાં નાગરિકોને પ્રથમવાર મળશે 'સ્વ-ગણતરી'નો વિકલ્પ : વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં આપી વિગતો4:16 PM IST
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ : સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં નવી સિવિલ ખાતે નર્સિંગ સ્ટાફનું ભવ્ય સન્માન : સમગ્ર સમાજમાં શિસ્ત, સેવા અને સમર્પણનું ઉત્તમ દ્રષ્ટાંત એટલે નર્સ - પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત : ત્રણ દાયકા સુધી સેવા આપનાર નિવૃત્ત નર્સીસનું મહાનુભાવોના હસ્તે બહુમાન કરાયું3:19 PM IST
આનંદમાં... નિજાનંદમાં...!3:21 PM IST
મનપાનું બુલડોઝર ધણધણ્યું : કટારીયા ચોકડી, નાનામવા વિસ્તારમાં ૩૯ કાચા-પાકા બાંધકામોનો કડુસલોઃ ૬૮.૯૭ કરોડની જમીન ખુલ્લી : પ્રકાશ સોસાયટીમાં એક ગેરકાયદેસર બાંધકામ હટાવાયું: કટારીયા ચોકડી પાસે ૭ થી ૮ ઝુંપડા, ૧ મકાન તથા નાનામવા વિસ્તારમાં ટી.પી.રોડ પરના ૩૦ વાણીજય અને રહેણાંક બાંધકામો તોડી પડાયા3:08 PM IST
સેરેબ્રલ પાલ્સી ચાઇલ્ડ સાહિલ પારેખની હિમ્મતને દાદ : રમત-ગમત અને અભ્યાસમાં અવ્વલ : ડોકટરોએ આ બાળક કાયમ પથારીવશ રહેશે તેવુ કહી દીધુ છતા માતા દિપ્તીબેન અને પિતા હિતેશભાઇ હિંમત ન હાર્યાઃ મહેનત કરી અને સારા પરિણામો મળવા લાગ્યા : જે પ્રવૃત્તિ સામાન્ય બાળક કરે તે બધી જ પ્રવૃત્તિ આજે સાહિલ પણ કરી શકે છે2:15 PM IST
અહિ ધંધો કરવો હોય તો હપ્તો દેવા પડશેઃ ભીમનગરમાં ભંગારના ધંધાર્થીને છરી બતાવી ખંડણી પડાવી ધોકા-પાઇપ-બોટલથી હુમલો : થોરાળા મનહર સોસાયટીમાં રહેતાં ભીનગરના ભગારના ડેલાવાળા અરમાન ફુફારની ફરિયાદ પરથી તાલુકા પોલીસે રવિ, તેના ભાઇ સુનિલ, માતા શાંતાબેન, પત્નિ ધારાબેન, પિતા બાબુભાઇ વઘેરા વિરૂધ્ધ ગુનો નોંધ્યો ડેલા પાસે જાહેરમાં લઘુશંકા કરવાની રઉફ ઉર્ફે મુન્નાને ના પાડતાં રઉફ, તેના ભાઇ રિયાઝ, પુત્ર અરમાને ધોકા-પાઇપ-બોટલથી હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યાની રવિ બાબુભાઇ વઘેરાની વળતી ફરિયાદઃ એટ્રોસીટી નોંધાઇ2:15 PM IST
વડલાવાળી હાથીધરા મેલડી માતાના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ખુલ્યોઃ રજની ઝડપાયો : કોઠારીયા રોડ નદા હોલ પાસે આવેલા મંદિરમાં ચોરી થઇ હતી : ભકિતનગર પીઆઇ જે. ડી. પરમાર, પીએસઆઇ જે. જે. ગોહિલ, રમહેશભાઇ, નિલેષભાઇ અને ટીમે કોઠારીયા રોડ ગણેશનગરના શખ્સને પકડી લીધો : ચાંદીના છત્તર, દીવેલીયા, સાંકળ બાપુનગરમાં વેંચવા આવતાં ઝપટે ચડયો2:52 PM IST
નીટ પરીક્ષા રદ્ - લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ થયો : કોંગ્રેસ : નીટ પરિક્ષા રદ મામલે વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર : ‘‘પરીક્ષા પર ચર્ચા'' કરનાર સરકાર હવે વિદ્યાર્થીઓના તણાવ અને ભવિષ્યના પ્રશ્ને મૌન કેમ ? : કોચીંગ અને હોસ્ટેલ પાછળ ખર્ચાયેલા નાણાં અને સમયના નુકસાનની ભરપાઇ કોણ કરશે?: સરકાર જવાબ આપે3:08 PM IST
કાલાવડ રોડ પર ગેરકાયદે ધાર્મિક દબાણ હટાવવામાં ભાજપ શાસિત RMCની બેવડી નીતિ : સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના કડક આદેશો છતાં સત્તાધીશો 'ફોન' પર કામગીરી અટકાવી દે છેઃ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરના લેખિત આદેશો માત્ર કાગળ પર, અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ મૌનઃ ૫ થી ૧૦ હજાર નાગરિકોના રોજિંદા આવાગમનમાં પડતી હાલાકી તંત્રની કઠપૂતળી સમાન કામગીરીઃ ડિમોલિશન માટે મશીનરી અને સ્ટાફ તૈયાર હતા, પરંતુ કોઈ રાજકીય આગેવાનના એક ‘ફોન' થી જ સમગ્ર કાર્યવાહી રોકી દેવાયાનો કોંગ્રેસ પ્રવકતા સંજય લાખાણી અને કૃષ્ણદત રાવલનો આક્ષેપ3:03 PM IST
રાજકોટની પોપટપરા સેન્ટ્રલ જેલમાં ડ્રગ્સ કેસમાં સજા કાપી રહેલા એક પાકિસ્તાની ઇસ્માઇલ વડાલાનું મોત : ઇસ્માઇલ ઇબ્રાહિમ વડાલાને અચાનક શ્વાસ લેવામાં ભારે તકલીફ થવા લાગતા જેલના તબીબો અને સ્ટાફ દ્વારા તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું 7:26 PM IST
ઓલ ઇન્ડિયા સોલો ડાન્સ ચેમ્પિયનશીપ ૨૦૨૬નો ગ્રાન્ડ ફિનાલે રાજકોટના આંગણે : જયોતિ સીએનસીના સહયોગથી ૨૩મીએ ધમાકેદાર આયોજન : દેશભરના ૫૦૦ થી વધુ પ્રતિભાશાળી ડાન્સ કલાકારો માટે રાજકોટ બનશે ટેલેન્ટનું મેગા મંચ : પ્રખ્યાત ડાન્સર દીપિકા સોનીની હાજરીમાં ઝગમગશે ગ્રાન્ડ ફિનાલેની સાંજ : વિજેતાઓને રોકડ ઈનામો અને ટ્રોફી એનાયત કરવામાં આવશે2:44 PM IST
ઘંટેશ્વર પાસે અકસ્માતમાં ત્રણને ઇજા3:00 PM IST
ભાયાવદરમાં સેવા-સંસ્કારનો ત્રિવેણી સંગમ : રપ દિકરીઓના સમુહલગ્ન સાથે મકનબાપા સેવાધામનો રજતજયંતિ મહોત્સવ : નાસિક ઢોલના તાલે જાનનું ભવ્ય આગમન, કોલ્ડ ફાયરની આતશબાજી વચ્ચે દિકરીઓની શાહી એન્ટ્રી : દરેક નવદંપતીને ૩.પ લાખની વીમા પોલીસી અને સોના-ચાંદીના દાગીના સહિત ૧૧પથી વધુ વસ્તુઓ કરીયાવરમાં અપાશે3:35 PM IST
ગોંડલના હૃદય સમાન ગણાતા આશાપુરા અંડરપાસ પર આગામી એક મહિના સુધી વાહનોના પૈડાં થંભી જશે : 13 મે થી 13 જૂન સુધી અંડરપાસમાં એન્ટ્રી પર પ્રતિબંધ:અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું :નેશનલ હાઈવેથી ઉમવાડા ચોકડીનો રૂટ સંપૂર્ણ ડાયવર્ટ કરાયો:રામદ્વાર અને લાલ પુલ અંડરપાસનો ઉપયોગ કરવા મુસાફરોને સૂચના 12:40 AM IST
જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે કિયા સોનેટ કારમાંથી ૧૧.૨૧ લાખનો વિદેશી દારૂ ઝડપ્યોઃ બંધાળાથી ઉમરાળા જતા રસ્તે બુટલેગરની ધરપકડ કરી : જૂનાગઢ જિલ્લાના બિલખા પંથકમાંથી બહારના રાજ્યમાંથી લવાયેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, કાર, મોબાઈલ સહિત કુલ ૧૧,૨૧,૩૨૮ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત, ઉમરાળા ગામના રાજેશ ઉર્ફે લાલો ઝડપાયો, સાથીદાર ફરાર11:01 AM IST
કેશોદ નગરપાલિકા તથા તાલુકા પંચાયતમાં બક્ષિપંચ સ્ત્રી અનામત હોય પ્રમુખ પદ માટે સર્જાશે રસાકસી : સામાન્ય રીતે જ્ઞાતિકીય સમીકરણોના આધારે પાર્ટી ઉમેદવારોની પસંદગી કરતી હોય છે ત્યારે : કહેવાતી આંતરિક ખેંચતાણ વચ્ચે કયા સમાજના પ્રતિનિધિ સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થામાંથી પ્રતિનિધિત્વ કરશે ?! તે અંગે રાજકીય વર્તુળોથી લઈ સામાન્ય લોકો માટે બન્યો ચર્ચાનો વિષય10:58 AM IST
જામનગરના નવા મેયર, ડે.મેયર, ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક કોણ? ફરી ચર્ચાઓ તેજ બની : જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ સામાન્ય મહિલા અનામત, છ તા.પં.માં અલગ અલગ અનામત : ગુજરાત પ્રદેશ ભાજપની આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળ્યા બાદ સંભવિત આવતા સોમવારે નવા હોદ્દેદારો ની વરણી થશે :જામનગર શહે૨ને ૧૯૮૧થી અત્યાર સુધીમાં મળેલા ૨૬ મેયરોમાંથી ૧૫ ભાજપાના રહ્યા છે1:24 PM IST
આટકોટમાં ગટર સફાઇ11:11 AM IST
પાકિસ્તાનનો ભયાનક વિશ્વાસઘાત: મધ્યસ્થીના નામે ટ્રમ્પની પીઠમાં છરો ભોંક્યો? ઈરાની વિમાનોને એરબેઝ પર આશરો : ડ્રેગનની ચાલ કે પાકનું ષડયંત્ર?: કાલુપુર કે માણેજાની જેમ આખું વિશ્વ સ્તબ્ધ:નૂર ખાન એરબેઝ પર ઈરાની સૈન્ય વિમાનોનો જમાવડો: અમેરિકાના હુમલાથી બચાવવા પાકિસ્તાને ઈરાનને ‘સેફ હેવન’ પૂરું પાડ્યું? ટ્રમ્પ પ્રશાસન લાલચોળ, મધ્યસ્થીની ભૂમિકા સામે મોટા સવાલો5:31 PM IST
ઈરાકના રણમાં ઈઝરાયેલનું ‘ભૂતિયા’ ઓપરેશન: પોતાની જ ધરતી પર ઈઝરાયેલી સૈન્ય અડ્ડાથી બેખબર હતું ઈરાક : રેતીના ઢુવાઓ વચ્ચે ખતરનાક ખેલ: ઈરાકના રણમાં ઈઝરાયેલી કમાન્ડોઝે કેવી રીતે બનાવ્યો ગુપ્ત અડ્ડો? સદ્દામ હુસૈનના રડાર પણ ફેલ:જાણો ‘ઓપરેશન બ્રામ્બલ બુશ’ પાછળનું રહસ્ય અને તે પછી સર્જાયેલી ખળભળાટ મચાવતી ઘટના5:31 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
પરમાણુ જંગ ટળશે?: ઈરાન નમતું જોખવા તૈયાર, પહેલીવાર યુરેનિયમનો જથ્થો ત્રીજા દેશમાં મોકલશે : મોટો વળાંક: યુરેનિયમના જથ્થાને દેશની બહાર ખસેડવા ઈરાન સહમત:શું અમેરિકા સાથેના પરમાણુ કરાર પર લાગશે મહોર? ત્રીજા દેશ તરીકે રશિયા કે તુર્કીનું નામ ચર્ચામાં! ઈઝરાયેલની બાજ નજર, દુનિયામાં શાંતિની આશા જાગી5:31 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
ગુજરાત ટાઇટન્સે RCBનો તાજ છીનવ્યો : જાણો કઈ ટીમો ટોપ-4માં છે ?: પ્લેઓફની રેસમાં કોણ ક્યાં છે? : અમદાવાદમાં રમાયેલી IPL 2026 ની 56મી મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રને હરાવ્યું:આ જીત સાથે, ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું :જાણો સંપૂર્ણ પોઈન્ટ ટેબલ અને પ્લેઓફની સ્થિતિ12:06 AM IST
ભારતીય ફૂટબોલ ઇતિહાસ રચવાની ઉંબરે: AFC અંડર-17 એશિયન કપમાં ચીન સામે ભારતનો હાઈ-વોલ્ટેજ જંગ, જીત સાથે મળશે વર્લ્ડ કપની ટિકિટ! : માત્ર મેચ નહીં, મિશન વર્લ્ડ કપ: ચીનના સુઝોઉમાં ક્વાર્ટર ફાઈનલનો રોમાંચ ચરમસીમાએ - જો ભારત જીતશે તો પ્રથમ વખત મેરિટના આધારે FIFA વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈને નવો ઇતિહાસ લખશે7:45 PM IST
મીરપુરમાં 'ટાઈગર્સ'ની ગર્જના: બાંગ્લાદેશે ઘરઆંગણે પાકિસ્તાનને પ્રથમ વખત ટેસ્ટમાં ધૂળ ચટાડી, ઐતિહાસિક જીતથી ક્રિકેટ જગત સ્તબ્ધ! : પાકિસ્તાની બેટિંગ લાઈન-અપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ: નાહિદ રાણાના પંજા સામે પાકિસ્તાન ઘૂંટણિયે, કેપ્ટન નજમુલ શાંતોની શાનદાર સદી અને લડાયક ૮૭ રનથી બાંગ્લાદેશની ધરતી પર રચાયો ઈતિહાસ - જાણો રોમાંચક મેચના વળાંકો6:58 PM IST
IPL 2026: ગુજરાત ટાઇટન્સ આજે નેવી બ્લુ નહીં પણ 'લવંડર' જર્સીમાં ઉતરશે, હૈદરાબાદ સામેના જંગમાં શું છે આ નવા રંગનું રહસ્ય? : ક્રિકેટ સાથે સામાજિક સંદેશ: કેન્સર સામેની જંગમાં જાગૃતિ લાવવા શુભમન ગિલની ટીમનો માસ્ટરસ્ટ્રોક - નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખાસ લવંડર કીટ પહેરીને દર્દીઓ અને સર્વાઈવર્સને આપશે સમર્થન7:04 PM IST
તાશ્કંદમાં ભારતીય મુક્કાબાજોનો રણકો: એશિયન ચેમ્પિયનશિપમાં છોકરીઓની અંડર-17 ટીમની સેમીફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, 8 બોક્સરો ફાઈનલમાં! : રિંગમાં ભારતનું વર્ચસ્વ: અંડર-15માં ઐતિહાસિક પ્રદર્શન સાથે 9 છોકરીઓ ફાઈનલમાં પહોંચી - તાશ્કંદમાં ગોલ્ડ મેડલ પર નજર, ચાર બોક્સરોએ બ્રોન્ઝ જીતી વધાર્યું દેશનું ગૌરવ7:58 PM IST
IPLનો 'વન્ડર બોય' હવે રસોડામાં: 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ બેટ છોડી વેલણ પકડ્યું, ગોળ રોટલી વણતો વિડિયો થયો વાયરલ! : માસ્ટરશેફ અવતાર: "મમ્મી કરતા પણ વધુ ગોળ રોટલી બનાવી છે" - કહીને વૈભવે જમાવી રમઝટ, રોટલી હવામાં ઉછાળવા જતાં થયો રમુજી કાંડ - રાજસ્થાન રોયલ્સના ઓપનરની માસૂમિયતે ચાહકોના દિલ જીત્યા7:17 PM IST
ફૂટબોલ ચાહકો માટે મોટા સમાચાર: શું FIFA વર્લ્ડ કપ 2026 દૂરદર્શન પર મફત જોવા મળશે? દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ! : ટીવી પર 'ફ્રી' પ્રસારણની માંગ: વર્લ્ડ કપના રાઈટ્સ માટે કોઈ ખરીદદાર ન મળતા મામલો કોર્ટમાં પહોંચ્યો, કિંમતમાં કરોડોનો ઘટાડો છતાં અનિશ્ચિતતા - શું ભારતના લાખો ફેન્સ વર્લ્ડ કપ જોવાથી વંચિત રહેશે?7:03 PM IST
વિરાટ કોહલીને બદનામ કરવા માટે જર્મન મોડલને અપાઈ કરોડોની ઓફર? લિઝલેઝના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ! : સોશિયલ મીડિયા પર 'લાઈક-ડિસલાઈક' વિવાદમાં નવો વળાંક: પત્રકારો અને મેગેઝિને કોહલી પર ખોટા આરોપો લગાવવા માટે પૈસાની લાલચ આપી - "હું મારા ફેવરિટ ક્રિકેટર સાથે ગદ્દારી નહીં કરું", લિઝલેઝે કૌભાંડનો પર્દાફાશ કર્યો6:20 PM IST
૨૦૨૬ની ટોચની ૧૦ ફિલ્મોઃ યાદીમાં આશ્ચર્યજનક નામોઃ એક ફિલ્મનું રેટિંગ ૮.૫ થી વધુ : ૨૦૨૬ ભારતીય સિનેમા માટે સૌથી યાદગાર વર્ષોમાંનું એક સાબિત થઈ રહ્યું છે. જ્યારે બોલીવુડે ‘ધુરંધર ૨' સાથે પોતાનું ખોવાયેલ પ્રભુત્વ પાછું મેળવ્યું: દક્ષિણ અને મરાઠી સિનેમાએ પ્રાદેશિક સીમાઓ પાર કરીને દર્શકોના દિલ જીતી લીધા છે10:13 AM IST
ગુજરાતી સિનેમાની ઐતિહાસિક બ્લોકબસ્ટર 'લાલો'નું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર : 17 મેના રોજ સોની મેક્સ પર કલાકારોની સંઘર્ષગાથા રજૂ થશે : સૌરાષ્ટ્રના પથરાળ વિસ્તારોમાં કુદરતી પ્રકાશમાં શૂટિંગ અને કલાકારોના વ્યક્તિગત અનુભવોથી સજ્જ આ ફિલ્મ ટેલિવિઝન પડદે ધૂમ મચાવવા તૈયાર : કરણ જોષી, શ્રુહદ ગોસ્વામી અને રીવા રાચ્છની અકથિત વાતો આવશે સામે6:48 PM IST






























































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




























































































































































































































