તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
અમદાવાદ-વડોદરા હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું
વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલું 30,000 લીટર જ્વલનશીલ MMA કેમિકલ ભરેલું ટેન્કર દાવડા બ્રીજ પાસે અચાનક કાબૂ ગુમાવતા ૨૦ ફૂટ ઊંડા ખાડામાં પલટી ખાઈ ગયું

અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે 48 પર આજે એક ગંભીર અકસ્માતની ઘટના બની છે. વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલું 30,000 લીટર જ્વલનશીલ MMA કેમિકલ ભરેલું ટેન્કર દાવડા બ્રીજ પાસે અચાનક કાબૂ ગુમાવતા ૨૦ ફૂટ ઊંડા ખાડામાં પલટી ખાઈ ગયું હતું. આ ઘટનાને પગલે હાઈવે પર કેમિકલ લીકેજ શરૂ થતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, ટેન્કરમાં અતિ જ્વલનશીલ 'MMA' નામનું કેમિકલ ભરેલું હતું. ટેન્કર પલટી ખાતા જ તેમાંથી કેમિકલ લીકેજ થવા લાગ્યું હતું, જે મોટી આગની દુર્ઘટનામાં ફેરવાઈ શકે તેમ હતું. ઘટનાની જાણ થતા જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ બે વોટર બ્રાઉઝર સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી કેમિકલને ઠંડું રાખવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
અકસ્માતની ગંભીરતાને જોતા હાઇવે પેટ્રોલિંગની ટીમ, એમ્બ્યુલન્સ, સ્થાનિક પોલીસ અને ગ્રામ્ય મામલતદાર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે આસપાસના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
