<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

ગ્રીનલેન્‍ડમાં ગરમાયું ગરમાગરમ રાજકારણઃ અમેરિકા ત્રણ નવા સૈન્‍ય મથકો સ્‍થાપવા માટે ડેનમાર્ક સાથે મંત્રણામાં

અમેરિકા અને ડેનમાર્ક વચ્‍ચે દક્ષિણ ગ્રીનલેન્‍ડમાં ત્રણ નવા સૈન્‍ય બેઝ સ્‍થાપવા માટે મહત્‍વની વાતચીત ચાલી રહી છે. આર્ક્‍ટિક વિસ્‍તારમાં રશિયા અને ચીનના વધતા પ્રભાવને રોકવા માટે અમેરિકા આ વ્‍યુહાત્‍મક પગલું ભરી રહ્યું હોવાનું મનાય છે. જો આ સમજૂતી પર મહોર લાગશે તો ઉત્તર એટલાન્‍ટિક ક્ષેત્રમાં અમેરિકાની સૈન્‍ય પકડ વધુ મજબૂત બનશે. ભૌગોલિક દ્રષ્ટિએ અત્‍યંત મહત્‍વના એવા ગ્રીનલેન્‍ડમાં નવી ચોકીઓ બનવાથી આંતરરાષ્ટ્રીય સ્‍તરે શક્‍તિ સંતુલનમાં મોટા ફેરફારો આવવાની શક્‍યતા છે.

(12:25 PM IST)