તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
વઢવાણના નિવૃત પ્રોફેસર મહિલાએ ૪૧ વર્ષમાં ૩૦ હજાર જેટલી વિધવા અને ત્યકતા અને જીવન થી કંટાળી ગયેલ મહિલાઓને નવી રાહ ચીંધી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧૨: વઢવાણની એવી મહિલા કે જે એક બે પાંચ નહીં પરંતુ ૩૦ હજારથી વધુ મહિલા અને યુવતી ની માતા તરીકેની ફરજ અદા કરી ચૂકી છે અને એને માતા તરીકેનું બિરુદ આપવામાં આવ્યું છે વઢવાણમાં વર્ધમાન ગૃહ ઉદ્યોગના સ્થાપક અને સંચાલક પન્નાબેન શુક્લ દ્વારા પોતાના સેવાકીય કામગીરીના કારણે સારી નામના મેળવી છે. એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં ૧૯૭૨ના વર્ષમાં પ્રોફેસર તરીકે જોડાયા હતા અને ૨૦૦૯ સુધી પોતે આચાર્ય તરીકેની ફરજ બજાવતા હતા પોતાનું ફેમિલી વડોદરા અને મોટાભાગનું શિક્ષણ કાર્ય પણ વડોદરા લીધેલું પણ ત્યારબાદ વઢવાણ આવ્યા અને કોલેજમાં પ્રોફેસર તરીકેની નોકરી મળતા વઢવાણમાં સ્થાયી બનેલા અને વઢવાણ પ્રત્યેનો પ્રેમ પણ અને વઢવાણમાં કંઈક કરી છૂટવાની ભાવના સાથે પ્રોફેસર ઉપરાંત અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ પણ પન્નાબેન શુક્લા દ્વારા શરૂ કરવામાં આવી હતી
સમયાંતરે કે ૨૦૦૯ના વર્ષમાં કોલેજના પ્રોફેસર તરીકે રિટાયર્ડ થયા. છેલ્લા ૪૧ વર્ષથી અલગ અલગ પ્રકારની સંસ્થાઓ સાથે જોડાયેલા અને દેશ વિદેશની યાત્રાઓ કરી અને ત્યારબાદ નક્કી કર્યું કે વઢવાણમાં જ સ્થાયી થવું છે અને ત્યારબાદ ત્યાકતા મહિલાઓ હોય અથવા તો વિધવા મહિલાઓ હોય અથવા તો જે પરિવારજનો દ્વારા મહિલાઓને ત્યાંજી દેવામાં આવી છે તેવી મહિલાઓને એકત્રિત કરી અને ત્યારબાદ તેમના સીવણ કામ તેમજ ગૃહ ઉદ્યોગના કામો રસોઈ કામો અને કોમ્પ્યુટરને લગતા કોર્ષ તાલીમ આપવામાં આવી રહી હતી અને પોતાના સેવા કાર્યના ૪૧ વર્ષમાં પન્નાબેન શુક્લ દ્વારા ૩૦ હજાર જેટલી મહિલાઓને અલગ અલગ પ્રકારની રોજગારીની તકો ઊભી કરી અને તેમને રોજગારી આપી અને આત્મનિર્ભર બનાવી અને જે મહિલાઓ આત્મનિર્ભર બને તેમને ગૃહ ઉદ્યોગ અને અલગ અલગ પ્રકારના કામો મળી રહે તે અંગેની વ્યવસ્થા પણ પન્નાબેન શુક્લા દ્વારા કરવામાં આવી.
ત્યારે વર્ધમાન ગૃહ ઉદ્યોગમાં અવનવા અથાણા તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં કેન્ટીન ખોલવામાં આવ્યા અને આ તમામ કેંટિગ હાલ મહિલા સંચાલિત છે અને તમામ સ્ટાફ અને તેનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે ૩૦ હજાર જેટલી બહેનોને આત્મ નિર્ભર બનાવી પન્નાબેનને ૩૦ હજાર બહેનોએ માતાનો દિલથી દરજ્જો આપ્યો છે અને વિશ્વ માતા દિવસે ખરા અર્થમાં માતાની ભૂમિકા નિભાવનાર પન્નાબેન શુક્લનું તંત્ર અને ગામના લોકોએ પણ સન્માન કર્યું છે.
વર્ધમાન ગૃહ ઉદ્યોગના સ્થાપક અને માતા તરીકેનો બિરુદ્ધ મળ્યું છે તેવા પન્નાબેન શુક્લ સાથે વાત કરવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ આત્મહત્યા કરવા જતી બહેન હોય અને ત્યારબાદ પોલીસને તેનો ફોન જાય અને તેને સમજાવી અને સંસ્થામાં લાવવામાં આવે અને તેની મુલાકાત અમારી સાથે કરાવવામાં આવે ત્યારે હવે તેને તકલીફ જાણી અને તેને હાથમાં નિર્ભર બને અને રોજગારી મળી રહે તે માટે અલગ અલગ પ્રકારની કળા શીખવી અને ત્યારબાદ આ કળા શીખી લે તેવા થી રોજગારી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા પણ કરી આપીએ મશીનરી પણ લાવી આપી અને તે ઉત્પાદન કરે તે અમે ખુદ ખરીદી લઈએ અને ગામડે ગામડે બનાવવામાં આવેલા સ્ટોર માટે વેચાણ કરવા માટે મૂકીએ અને તે વેચાણ કરી અને રૂપિયા આવે ત્યારે આ મહિલા કે જે આત્મહત્યા કરવા જતી હતી કે ખરા અર્થમાં આર્થિક રીતે મજબૂત થાય અને તેના બાળકો અને તેના પરિવારજનોનું ભરણ પોષણ કરી શકે હાલમાં આ પ્રકારની જે મહિલાઓ છે તેમાં કેટલીક મહિલાઓ એવી છે કે તેમના પુત્રો અને દીકરા દીકરીઓ હાલ ક્લાસ વન અધિકારી સુધી પહોંચી ગયા છે તેનું અમને પણ ગર્વ છે છેલ્લા ૪૧ વર્ષમાં ૩૦ હજાર જેટલી મહિલાઓને રોજગારી આપી અને કલાક્ષેત્રમાં પણ આગળ વધારી છે ત્યારે હજુ પણ આ અવિરત સેવા ચાલુ છે મોટા સિટીમાં વસવાટ કરવા કરતાં જ્યાં કર્મભૂમિ વઢવાણ હતી ત્યાં જ થાય બની તને વઢવાણમાં જ સેવાકીય કાર્ય કરવાની તક મળી તે અહોભાગ્ય માની રહી છું.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
