News of Tuesday, 12th May 2026
એલોન મસ્કને મોટો ઝટકો: ‘Grok’ AIની લોકપ્રિયતામાં ગાબડું, ડાઉનલોડ્સમાં ધરખમ ઘટાડો
યુઝર્સનો મોહભંગ?: ૨૦ મિલિયનથી સીધા ૮.૩ મિલિયન પર પહોંચ્યો આંકડો:શું ગ્રોક પાછળ રહી ગયું? હરીફ AI એપ્સ સામે ટકી રહેવામાં મુશ્કેલી: એલોન મસ્કનું ‘ફ્રી સ્પીચ’ કાર્ડ પણ ન ચાલ્યું?

નવી દિલ્હી: ટેક જાયન્ટ એલોન મસ્કની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ ‘Grok’ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. તાજેતરના અહેવાલો મુજબ, ગ્રોકના ડાઉનલોડ્સમાં ૫૦% થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે. એક સમયે જે એપ ૨૦ મિલિયન ડાઉનલોડ્સ સાથે તેજીમાં હતી, તેના આંકડા હવે ઘટીને માત્ર ૮.૩ મિલિયન પર આવી ગયા છે.
Grokના કેટલાક સ્પષ્ટ અને વિવાદાસ્પદ ફીચર્સને કારણે અમેરિકાના નેતાઓ અને બાળ સુરક્ષા સંગઠનોએ તેનો વિરોધ કર્યો હતો. ખાસ કરીને બાળકો અને યુવા વપરાશકર્તાઓ માટે આવા ફીચર્સ જોખમી બની શકે તેવી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. વધતા દબાણ બાદ ઘણા દેશોએ Grokના કેટલાક ટૂલ્સ પર પ્રતિબંધ મૂક્યો અથવા તેના ઉપયોગને મર્યાદિત કર્યો છે. આ પગલાંઓ બાદ xAIને પણ પોતાના પ્લેટફોર્મ પર એક્સેસ ઘટાડવો પડ્યો, જેના કારણે Grokના ડાઉનલોડ્સ વધુ ધીમા થઈ ગયા હતા.
2026ના બીજા ક્વાર્ટરમાં અમેરિકાના AI યુઝર્સમાંથી માત્ર 0.174 ટકા લોકોએ જ xAIની સબ્સ્ક્રિપ્શન સેવા લીધી હતી. તેની સરખામણીએ OpenAIના ChatGPTની સબ્સ્ક્રિપ્શન દર 6 ટકાથી પણ વધુ રહ્યો હતો. આ આંકડા દર્શાવે છે કે માર્કેટમાં સ્પર્ધા ખૂબ વધી ગઈ છે અને Grok હજુ સુધી મોટા પ્રમાણમાં યુઝર્સને લાંબા સમય સુધી જાળવી રાખવામાં સફળ રહ્યું નથી.
કોર્પોરેટ દુનિયામાં પણ Grok માટે સ્થિતિ અનુકૂળ નથી. અહેવાલો મુજબ માત્ર 7 ટકા કંપનીઓએ જ ભવિષ્યમાં Grokનો ઉપયોગ ચાલુ રાખવાની યોજના દર્શાવી છે. બીજી તરફ Anthropicનું Claude અને Googleનું Gemini ઝડપથી લોકપ્રિય બની રહ્યા છે.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
