<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

ઉજ્જૈન નજીક અકસ્‍માતમાં સુરેન્‍દ્રનગરના બે યુવકોના મોત

 

વઢવાણ તા.૧૨: હાલમાં વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે ત્‍યારે યુવા વર્ગ ફરવા જવાનું વધુ પસંદ કરતા હોય છે તેમાં પણ પોતાની પર્સનલ કાર લઇ અને અન્‍ય રાજ્‍યમાં જવાનું વધુ પસંદ કરતા હોય છે ત્‍યારે સુરેન્‍દ્રનગરના મિત્રો ઉજ્જૈન દર્શન કરવા માટે કાર લઇ પહોંચ્‍યા હતા તે દરમિયાન અકસ્‍માતનો ભોગ બન્‍યા છે.

ઉજ્જૈન દર્શન કરવા ગયેલ જોરાવરનગર અને મૂળીના બે મિત્રોના કાર અકસ્‍માતમાં મોત નીપજવા પામ્‍યા છે જેને લઇને પરિવાર ઉપર પણ આભ ફાટી પડવા પામ્‍યો છે. પરિવારજનો પણ ત્‍યાં દોડી ગયા છે અને મળતદેહને વતનમાં લાવવા અંગેની હાલ કવાયત શરૂ કરવામાં આવી છે ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન માટે ગયા હતા. જોકે અકસ્‍માતમાં અન્‍ય એક યુવકને પણ ઈજા પહોંચી છે

(10:57 AM IST)