<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

આટકોટમાં ગટર સફાઇ

 આટકોટ ભાદર નદી રોડ પર ગટર સાફ કરવાં ની કામગીરી હાથ ધરવામાં આવી છે.  ત્રણ દિવસથી ગટર ઉભરાતી હતી રસ્‍તા પર ચાલવું મુશ્‍કેલ બન્‍યું હતું જેને લઇ સરપંચ કાનાભાઇ ખોખરીયાઅ ે તલાટી મંત્રી એ મહેનત કરી તાત્‍કાલિક ધોરણે નગરપાલિકા માંથી પાણી નાં પ્રેસર નો ટાંકો મંગાવી ને આ ગટર ને સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્‍યારે ગટરમાં થી બીન જરૂરી કચરો નિકળ્‍યો હતો જેથી ગટર જામ થઇ ગય હતી ત્‍યારે લોકો ને અપીલ કરી છે કે બીન જરૂરી કચરો ગટરમાં નો નાખો જેને કારણે ગટરો જામ થઇ જાય છે ત્‍યારે જીતુભાઈ દાફડા દ્વારા પણ સાથે જોડાયેલા કૈલાસનગર માં પણ ગટર સાફ કરવામાં આવી હતી લોકો માં રાહતની લાગણી ફેલાઈ ગઈ હતી(તસવીરોઃ કરશન બામટા -આટકોટ) 

(11:11 AM IST)