<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

વ્‍યકિત એક, વિશેષતા અનેકઃ દિલીપ સંઘાણીનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાતના જાહેર જીવનની પીચ પર વર્ષોથી અણગમ રહી બેટીંગ અને બોલીંગ બંનેમાં પાવરઘા થઇ ગયેલ જાણીતા નેતા શ્રી દિલીપ સંઘાણી આજે જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઇ રહયા છે. તેમનો જન્‍મ તા.૧૨મે ૧૯૫૪ના દિવસે થયેલ, આજે ગતિશીલ અને પ્રગતિશીલ જીવનના ૭૩માં વર્ષના દ્વાર પહોંચ્‍યા છે. તેઓ હાલ વિશ્‍વ પ્રસિધ્‍ધ સહકારી સંસ્‍થા ઇન્‍ડિયન ફાર્મર્સ ફર્ટીલાઇઝ કો.ઓ.લિ. (ઇકકો)ના ચેરમેન છે.

અમરેલીના સપુત શ્રી દિલીપ સંઘાણીએ કારકિર્દીની શરૂઆતમાં અમરેલી નગરપાલિકાના પ્રમુખ પદે સેવા આપેલ વર્ષોથી અમરેલી જિલ્લા મધ્‍યસ્‍થ સહકારી બેંકને નેતૃત્‍વ પુરૂ પાડી રહયા છે. ૪ વખત લોકસભાના સભ્‍ય તરીકે ચૂંટાયા હતા. રાજયમાં માર્ગ મકાન, કૃષિ સહકાર, ન્‍યાયતંત્ર પશુપાલન, જેલ વગેરે વિભાગોના કેબીનેટ મંત્રી તરીકે રહી ચૂકયા છે. સહકારી બેંકોના રાષ્‍ટ્રીય ફેડરેશન ચેરમેન રહેવા હોવા ઉપરાંત ઇકકો નાર્ફડ વગેરેમાં પણ તેમનું મહત્‍વનું યોગદાન છે. ગુજકો માસોલમાં પણ ચેરમેન છે. મો.૯૪૨૬૬ ૨૨૯૨૯ અમરેલી

(3:59 PM IST)