તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમનો ૮૧માં વર્ષમાં પ્રવેશઃ સમુહ આરતી-ત્રાંસી આંખનો કેમ્પ

રાજકોટઃ પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમને ૮૦ વર્ષ પૂર્ણ થઇ ૮૧ વર્ષમાં મંગલપ્રવેશ થયેલ છે. આ પ્રસંગે સર્વે સ્ટાફ ભાઇ-બહેનો, ડોકટર્સ, દર્દીઓ તથા સર્વે ગુરુભાઇ-બહેનો દ્વારા સમુહમાં ૮૧ દિપ પ્રગટાવી આરતી ઉતારવામાં આવી હતી. આ નિમિતે ગરીબ લોકોનાં દિકરી તથા દિકરા માટે ત્રાંસી આખનાં કેમ્પનું આયોજન કરવામાં આવેલ. બહોળી સંખ્યામાં ભાઇ-બહેનોએ લાભ લીધો હતો. આ અંગે વધુ માહિતી માટે મો. ૯૫૮૬૩ ૦૮૧૭૮ ઉપર સંપર્ક કરી શકાય છે.
(3:07 PM IST)










