તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
રામેશ્વર પાર્કમાં ૭૦ વર્ષના પ્રવિણચંદ્ર ઘાટલીયાની ઘરમાંથી ફુલાયેલી લાશ મળી
ઘરધણી સોમનાથ ગયા હોઇ રાતે પરત આવ્યા ત્યારે દૂર્ગંધ આવતી હોઇ તપાસ કરતાં મૃતદેહ મળ્યોઃ વૃધ્ધ એકલા રહેતાં હતાં: દિકરો કાલાવડ રોડ પર રહે છઃ મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

રાજકોટ તા.૧૨: ગાંધીગ્રામ નાણાવટી ચોક રામેશ્વર પાર્ક બાપા સિતારામ ચોક શેરી નં. ૨માં ભાડેથી રહેતાં પ્રવિણચંદ્ર વલ્લભદાસ ઘાટલીયા (ઉ.વ.૭૭) નામના વૃધ્ધની ઘરમાંથી ફુલાયેલી, દુર્ગંધ ફેલાવતી લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ પ્રવિણચંદ્ર ઘાટલીયા હાલ રામેશ્વર પાર્કમાં ભાડેથી નીચેના માળે રહેતાં હતાં. તેમના દિકરા નીપુલભાઇ કાલાવડ રોડ પર ત્રીજા માળે રહે છે. તેમાં લિફટ ન હોઇ પિતા પ્રવિણચંદ્ર ચડ-ઉતર કરી શકે તેમ ન હોઇ જેથી અહિ ભાડે રૂમ રખાયો હતો. પરિવારજનો દરરોજ સારસંભાળ રાખતાં હતાં. દરમિયાન શનિ-રવિ પ્રવિણચંદ્રના ઘરધણી બહારગામ સોમનાથ ગયા હોઇ વૃધ્ધ ઘરે એકલા હતાં. શનિવારે કે રવિવારે પ્રવિણચંદ્રનું હાર્ટએટેક આવી જતાં કે બેભાન થઇ જતાં મૃત્યુ થયા બાદ બે દિવસ લાશ પડી રહી હોઇ ફુલાઇ ગઇ હતી અને દૂર્ગંધ આવવા માંડી હતી.
રાતે અકાદ વાગ્યે ઘરધણી રાજકોટ ઘરે આવ્યા ત્યારે ભાડુઆત પ્રવિણચંદ્રનો રૂમ બંધ હોઇ તપાસ કરતાં તેઓ બેભાન મળ્યા હતાં. ૧૦૮ને જાણ કરતાં તેના તબિબ સોૈરવભાઇએ તેમને મૃત જાહેર કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ આઇ. એ. બેલીમ સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતદેહ ફુલાઇ ગયો હોઇ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. મૃતકને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. મૃતકને વાઇની અને ડાયાબીટીશની બિમારી પણ હતી.
(11:30 AM IST)










