<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લુની પૃષ્ટિ બાદ તાપીમાં એલર્ટ :ઉચ્છલ અને નિઝર તાલુકામાં પોલ્ટ્રીફાર્મથી દસ કિલોમીટરનો વિસ્તાર સર્વેલન્સ હેઠળ

મરઘાં, ઇંડાં, મરઘાની ચરક તેમજ પોલ્ટ્રી ફાર્મની સાધન સામગ્રીની હેરફેર પર પ્રતિબંધ:પોલ્ટ્રી સાથે કામ કરતા લોકો માટે માસ્ક, ગ્લોવ્સ, ગમબૂટ અને અન્ય રક્ષણાત્મક સાધનો ફરજિયાત

મહારાષ્ટ્રના નવાપુરામાં બર્ડ ફ્લુની પૃષ્ટિ બાદ તાપીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉચ્છલ અને નિઝર તાલુકામાં જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે આ  જાહેરનામું 10 જુલાઈ 2026 સુધી લાગુ રહેશે  હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામામાં એકથી દસ કિલોમીટરનો વિસ્તાર સર્વેલન્સ હેઠળ રખાયો છે . આ દરમિયાન મરઘાં, ઇંડાં, મરઘાની ચરક તેમજ પોલ્ટ્રી ફાર્મની સાધન સામગ્રીની હેરફેર પર પ્રતિબંધ રહેશે . પોલ્ટ્રી સાથે કામ કરતા લોકો માટે માસ્ક, ગ્લોવ્સ, ગમબૂટ અને અન્ય રક્ષણાત્મક સાધનો ફરજિયાત કરાયા છે . અસરગ્રસ્ત વિસ્તારમાં બહારથી આવતા પક્ષીઓ પાણીના સંપર્કમાં ન આવે તેની પણ તકેદારી રાખવા સૂચના અપાઇ છે 

(7:47 PM IST)