News of Tuesday, 12th May 2026
નરેન્દ્રભાઈ ૧૫થી૨૦ મે દરમિયાન સંયુક્ત આરબ અમીરાત, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીના પાંચ રાષ્ટ્રોના અત્યંત મહત્વપૂર્ણ પ્રવાસે જશેઃ જુલાઈમાં ન્યૂઝીલેન્ડ જશે

નવી દિલ્હી તા.૧૨: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી પંદરમી મેથી વીસમી મે સુધી વ્યૂહાત્મક રીતે અતિ મહત્વની પાંચ દેશોની મુલાકાત લેવાના છે.
આ વિદેશ પ્રવાસની શરૂઆત સંયુક્ત આરબ અમીરાતથી થશે, જ્યાં તેઓ ઉર્જા સુરક્ષા અને વેપાર વધારવા અંગે વાટાઘાટો કરશે. ત્યારબાદ તેઓ યુરોપના ત્રણ મુખ્ય દેશો નેધરલેન્ડ, સ્વીડન અને નોર્વેનો પ્રવાસ ખેડશે, જેમાં હરિયાળી ઉર્જા, સંરક્ષણ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
નોર્વેની આ ઐતિહાસિક મુલાકાત ૪૩ વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત બની રહેશે. અંતમાં તેઓ ઈટાલી જશે.
આ સમગ્ર પ્રવાસ વૈશ્વિક સ્તરે ભારતની વધતી આર્થિક અને રાજદ્વારી તાકાતને વધુ મજબૂત અને પ્રભાવશાળી બનાવવાનું મોટું માધ્યમ બની રહેશે.
ઉપરાંત ૬ જુલાઈ આસપાસ નરેન્દ્રભાઈ ન્યૂઝીલેન્ડની પણ મુલાકાત લેવાના છે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
