<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

નિંદા, વિશ્વાસઘાત, છેતરપીંડી કરવાથી દૂર રહીએ : રાકેશપ્રસાદજી મહારાજનો ઉપદેશ

ધોલેરાધામમાં નરેશભાઇ સોનાણી પરિવાર દ્વારા કથા

ધોલેરાધામમાં નરેશભાઇ સોનાણી પરિવાર આયોજિત કથા પ્રસંગે આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા મંગલસ્‍વારૂપાદાસજી સ્‍વામી, નીલકંઠદાસજી સ્‍વામી, શ્રી પ્રભુસ્‍વામી, શ્રી હરિપ્રસાદ સ્‍વામી, શ્રી હરિકૃષ્‍ણ સ્‍વામી વગેરે ઉપસ્‍થિત રહેલ તે પ્રસંગની તસ્‍વીર.

ધોલેરા તા. ૧૨: શાસ્ત્ર સમજણ સાથેની ધર્મે સહિત ભક્‍તિ કરીએ, અંધશ્રધ્‍ધા અને વેવલાઈમાં ન અટવાઈએ એમ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે કહ્યું હતું. કોઈની નિંદા ન કરીએ, વિશ્વાસધાત ન કરીએ. ન છેતરીએ કે છેતરાઇએ. ભાલ પ્રદેશના ધોલેરા ધામ ખાતે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્‍થાનના સંતો દ્વારા ચાલી રહેલ કથા પારાયણ પ્રસંગે રાકેશપ્રસાદજી મહારાજ યજમાન શ્રી નરેશ ભાઈ સોનાણી પરિવારના આમંત્રણથી ખાસ ઉપસ્‍થિત રહેલા  હતા.

આ પ્રસંગે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે કહ્યું હતું કે ભગવાન શ્રી સ્‍વામિનારાયણે છ મંદિરો વડતાલ, અમદાવાદ, ભુજ, ગઢડા, ધોલેરા અને જુનાગઢ બંધાવેલા. આજે સંપ્રદાયના નાના મોટા હજારો મંદિરો છે. સંતો દ્વારા સત્‍સંગ ઉત્‍કર્ષ અને સદાચાર પ્રવર્તન અર્થે કથા પારાયણ, મંદિરોના નિર્માણ, પ્રતિષ્ઠા મહોત્‍સવ, વ્‍યસન મુક્‍તિ, સામાજીક સેવાઓના કાર્યક્રમો થતા રહે છે. તેમાં  સંતો દોડે છે તેમ આચાર્ય પણ દોડતા રહે છે. એ સંતો ભક્‍તોને રાજી કરવા એ અમારું એક કર્તવ્‍ય છે.

     વધુમાં આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે કહ્યું હતું કે આગામી ૨૩ થી ૩૧ ડિસેમ્‍બર ૨૦૨૬ દરમ્‍યાન ધોલેરામાં દ્વિશતાબ્‍દી મહોત્‍સવ ઉજવાશે. તેમાં દેશ વિદેશમાંથી લાખો ભાવિકો પધારશે. ૨૦૦ વર્ષ પહેલા ભગવાન શ્રી  સ્‍વામિનારાયણે અહીં નિરસ પ્રદેશ ધોલેરામાં મંદિર બાંધેલ ત્‍યારે એમણે કોઈ વિઝન જોયું હશે. તેને પરિણામે આજે યશસ્‍વી વડા પ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈએ આ નિરસ પ્રદેશ ઉપર દ્રષ્ટિ દોડાવીને કિંમતી પ્રદેશ બનાવી દીધો છે.

રાજકોટ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલના શ્રી ધર્મજીવનદાસજી સ્‍વામીએ ૭૫ વર્ષ પહેલા એક વિઝન જોયું એને પરિણામે આજે ગુરુકુલમાં હજારો વિદ્યાર્થીઓ સુસંસ્‍કારી થઈને ભગવાન શ્રી સ્‍વામિનારાયણની આનશાનને વધારી રહ્યા છે. યજમાન શ્રી નરેશભાઈ સોનાણી આ ભાલ પ્રદેશના ઓતારીયા ગામના છે તેઓ પણ ગુરુકુલના વિદ્યાર્થી છે. એમના

પિતળઓના મોક્ષાર્થે ધોલેરા લીલા કથા યોજી છે. નવ યુવાન વક્‍તાઓ શાષાી શ્રી મંગલસ્‍વરૂપદાસજી તથા શાષાી શ્રી નીલકંઠદાસજી સરસ રીતે કથામળત પીરસી રહ્યા છે.

  પ્રારંભમાં  આચાર્ય મહારાજશ્રી ધોલેરા પધારતા સભામાં શ્રી પ્રભુ સ્‍વામી, યજમાન પરિવારે પુષ્‍પહાર પહેરાવી સ્‍વાગત પૂજન કર્યું. સુરતથી પધારેલા શ્વેત વૈકુંઠ સ્‍વામી, કમીયાળા થી હરિપ્રસાદ સ્‍વામી,તથા નારથી શ્રી હરિકળષ્‍ણ સ્‍વામી વગેરે  પધારેલા સંતોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું.

આ પ્રસંગે જસદણથી શ્રી ધર્મનંદન સ્‍વામી, ભજન સ્‍વામી, પાટડી વર્ણીન્‍દ્ર ધામથી કેશવપ્રિય સ્‍વામી, સુરેન્‍દ્રનગરથી આનંદ સ્‍વામી, સુરતથી દિવ્‍ય સ્‍વામી, પુરુષોતમ સ્‍વામી, નીલકંઠ ધામ પોઇચાથી શ્રીજી સ્‍વામી,અક્ષય સ્‍વામી, સુયોગ સ્‍વામી, હિંમતનગરથી હરિકળષ્‍ણ સ્‍વામી તેમજ ધોલેરા ધામના શ્રી હરિચરણ સ્‍વામી, શ્રી પુરુષોતમ સ્‍વામી, શ્રી પ્રેમજીવન સ્‍વામી વગેરે સંતો ઉપસ્‍થિત રહેલા. તેમ શ્રી પ્રમુખ સ્‍વામી જણાવે છે

 

(2:25 PM IST)