News of Tuesday, 12th May 2026
વડોદરાના પાદરા-જંબુસર હાઇવે પર હરિયાળી કરવા કરોડો રૂપિયાના ખર્ચે રોપાયેલા છોડ માવજતના અભાવે સુકાઈ ગયા
સમગ્ર મામલે ખોટા બિલો રજૂ કરીને ભ્રષ્ટાચાર થયાની આશંકા પણ વ્યક્ત થઈ: નવનિર્મિત હાઇવે પર આવી સ્થિતિ સર્જાતા તંત્રની બેદરકારી ખુલ્લી પડી

વડોદરાના પાદરા-જંબુસર હાઇવે પર હરિયાળીના નામે કરવામાં આવેલી યોજના પર ગંભીર સવાલો ઊભા થયા છે, કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે રોપાયેલા છોડ સમયસર માવજતના અભાવે સુકાઈ ગયા છે. માર્ગના ડિવાઈડર પર વાવવામાં આવેલા લાખો રોપાઓને પાણી ન મળતા તેઓ કરમાઈ ગયા હોવાનું સામે આવ્યું છે, જેનાથી સરકારી નાણાંનો વ્યાપક વેડફાટ થયો હોવાનું માનવામાં આવે છે. આ સમગ્ર મામલે ખોટા બિલો રજૂ કરીને ભ્રષ્ટાચાર થયાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે. નવનિર્મિત હાઇવે પર આવી સ્થિતિ સર્જાતા તંત્રની બેદરકારી ખુલ્લી પડી છે અને અધિકારીઓની મીલીભગતને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
