<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

રાજુલા નજીક ડિઝલ ભરેલા ટેન્‍કરમાં ભીષણ આગ

હાઈવે પર વાહનવ્‍યવહાર થંભ્‍યો

(જગદીશ ઝાંખરા દ્વારા) રાજુલા, તા.૧૨: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના છતડીયા ગામ નજીક  ડિઝલ ભરેલા ટેન્‍કરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા હતા.

આગના કારણે હાઈવે પરનો વાહનવ્‍યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો અને બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્‍થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્‍થળે એકઠા થઈ ગયા હતા.

બનાવની જાણ થતા જ રાજુલા પોલીસનો કાફલો તાત્‍કાલિક ઘટનાસ્‍થળે દોડી ગયો હતો. લોકોની સલામતીને ધ્‍યાને રાખીને પોલીસે સુરક્ષાના ભાગરૂપે હાઈવે પરનો રસ્‍તો તાત્‍કાલિક બંધ કરાવી દીધો હતો. ત્‍યારબાદ ફાયર ફાઈટરોની ટીમે ઘટનાસ્‍થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્‍યો હતો.

 

(10:57 AM IST)