તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
હૈદરાબાદના નિઝામનો શાહી ઠાઠઃ ૪૦૦ કરોડ રૂપિયાના કપમાં કોફી પીતા હતા
હૈદરાબાદના પુરાણી હવેલીસ્થિત નિઝામ મ્યુઝિયમમાં આ કપને અત્યંત ચુસ્ત સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા છે

હૈદરાબાદ તા.૧૨: હૈદરાબાદના નિઝામોની જીવનશૈલી હંમેશાં વિશ્વભરમાં ચર્ચાનો વિષય રહી છે. તેમની અખૂટ સંપત્તિ અને કીમતી વસ્તુઓની યાદીમાં વધુ એક કીમતી નમૂનાનો સમાવેશ થાય છે. હાલમાં હૈદરાબાદના નિઝામ મ્યુઝિયમમાં રાખવામાં આવેલા હીરાજાડિત કોફીના કપ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેની બજારકિમત કરોડો રૂપિયામાં અંકાય છે.
નિઝામના વારસામાં સામેલ કોફી પીવાના આ કપ કોઈ સામાન્ય વાસણ નથી. આ કપ શુદ્ધ સોનામાંથી બનેલા છે અને એના પર અત્યંત કીમતી હીરા અને માણેક જડવામાં આવ્યા છે. નિષ્ણાતોના મતે આ કોફી કપના સેટની કિમત આશરે ૪૦૦ કરોડ રૂપિયા જેટલી થઈ શકે છે. હૈદરાબાદના પુરાણી હવેલીસ્થિત નિઝામ મ્યુઝિયમમાં આ કપને અત્યંત ચુસ્ત સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા છે.
આ કપનો ઉપયોગ હૈદરાબાદના અંતિમ નિઝામ મીર ઉસ્માન અલી ખાનના સમયમાં થતો હોવાનું મનાય છે. નિઝામો પાસે વિશ્વના સૌથી મોટા અને કીમતી હીરાઓનો સંગ્રહ હતો, જેમાં અતિ મૂલ્યવાન જેકબ ડાયમન્ડનો પણ સમાવેશ થાય છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
