તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઇંધણ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ પાઇલોટિંગ ન લેવા નિર્ણય કર્યો.
રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા હવે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલતા યુધ્ધની સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી તેઓ પાઇલોટિંગ લેશે નહીં

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :હાલમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જો કે, તેની અસર ભારત ઉપર પણ થવા લાગી છે જેથી કરીને વડાપ્રધાન દ્વારા પેટ્રોલ અને ડિઝલને બચાવવા સહિતની જુદીજુદી પાંચ અપીલ કરી હતી જેને ધ્યાને રાખીને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા હવે પાઇલોટિંગ સાથે નહીં રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં અન્ય રાજ્ય તેમજ ગુજરાતમાં પણ જનસભાને સંબોધતા જુદીજુદી અપીલ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને પેટ્રોલ અને ડિઝલને બચાવવા માટે કહ્યું ત્યારે મોરબીના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા
તેઓને મળતું પાઇલોટિંગ ન લેવાની જાહેરાત કરેલ છે અને તેઓએ કહ્યું છે કે, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના લીધે દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના લોકોને ડીઝલ બચાવવા માટેની અપીલ કરેલ છે જેથી તેઓ દ્વારા હવે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલતા યુધ્ધની સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી તેઓ પાઇલોટિંગ લેશે નહીં તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે, એક જિલ્લામાંથી બીજા જીલ્લામાં જાય છે ત્યારે પાઈલોટિંગનું એક વાહન આવે અને બીજું પાછું જતું હોય છે જેના લીધે ચાર ગણું ડીઝલ બગડે છે અને માનવ કલાકો પણ બગડે છે જેથી કરીને તેઓએ હાલમાં ડીઝલની બચત થાય તેના માટે આ નિર્ણય કર્યો છે.
(1:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
