તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
પરમાણુ જંગ ટળશે?: ઈરાન નમતું જોખવા તૈયાર, પહેલીવાર યુરેનિયમનો જથ્થો ત્રીજા દેશમાં મોકલશે
મોટો વળાંક: યુરેનિયમના જથ્થાને દેશની બહાર ખસેડવા ઈરાન સહમત:શું અમેરિકા સાથેના પરમાણુ કરાર પર લાગશે મહોર? ત્રીજા દેશ તરીકે રશિયા કે તુર્કીનું નામ ચર્ચામાં! ઈઝરાયેલની બાજ નજર, દુનિયામાં શાંતિની આશા જાગી

નવી દિલ્હી: વર્ષોથી ચાલી રહેલા પરમાણુ વિવાદમાં ઈરાને એકાએક મોટું પગલું ભર્યું છે. ઈરાને તેના સંવર્ધિત યુરેનિયમનો મોટો જથ્થો કોઈ ત્રીજા દેશમાં ટ્રાન્સફર કરવાની તૈયારી બતાવી છે. અત્યાર સુધી ઈરાન આ મુદ્દે મચક આપતું નહોતું, પરંતુ હવે બદલાયેલી વૈશ્વિક પરિસ્થિતિ અને આર્થિક પ્રતિબંધોના દબાણ હેઠળ તેણે આ નરમ વલણ અપનાવ્યું હોય તેમ જણાય છે.
ઇરાન-અમેરિકા વચ્ચે સર્જાયેલી મડાગાંઠને લઈને બંને દેશે એકબીજા પર આરોપ મૂક્યા છે. ઇરાને આ દરખાસ્તમાં તાત્કાલિક યુદ્ધ ખતમ કરવાની વાત કરી છે, તેમા હીઝબુલ્લાહ અને ઇરાન સાથેના યુદ્ધનો પણ સમાવેશ થાય છે. ઇરાને પાકિસ્તાન દ્વારા મોકલેલી દરખાસ્તને ટ્રમ્પે નકારી કાઢી છે. તેની સામે અમેરિકાએ મોકલેલી દરખાસ્તને ઇરાને અવાસ્તવિક ગણાવીને નકારી કાઢી છે.
આમ બંને દેશ વચ્ચે યુદ્ધ ખતમ કરવાને લઈને મડાગાંઠ હજી પણ યથાવત્ છે અને વાટાઘાટો જારી છે. ઇરાને જણાવ્યું હતું કે અમે કંઈ રાહત માંગતા નથી. અમારો અધિકાર માંગીએ છીએ. અમેરિકા હજી પણ એકપક્ષીય વાત જ રજૂ કરે છે અને અતાર્કિક માંગો મૂકે છે. જો કે ઇરાને તેની માંગમાં થોડી બાંધછોડ કરતાં તેની યુરેનિયમ ત્રીજા દેશમાં ટ્રાન્સફર કરવાની તૈયારી બતાવી છે, જેની રશિયાએ દરખાસ્ત કરી છે.
મધ્યપૂર્વમાં બંને દેશ વચ્ચેની આ યુદ્ધ જેવી સ્થિતિ ફરીથી યુદ્ધમાં પરિણમે તેવી પ્રબળ સંભાવના છે. ઇરાને હજી પણ હોર્મુઝની ઘેરાબંધી જારી રાખી છે અને અમેરિકાએ ઇરાનની ઘેરાબંધી જારી રાખી છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ આ અઠવાડિયે ચીનની મુલાકાત લેવાના છે અને આ પ્રવાસમાં તે ઇરાન પર દબાણ લાવવા માટે ચીન સાથે વાત કરી શકે તેમ છે. ચીન ઇરાનના ક્રૂડ ઓઇલનું સૌથી મોટું ખરીદદાર છે. તેણે અમેરિકાના પ્રતિબંધોની ધમકીને કોરાણે મૂકીને ઇરાનના ઓઇલની ખરીદી કરી છે.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
