તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
ચીનનું ખતરનાક ષડયંત્ર: દુનિયાભરનું અનાજ અને ખાતર દબાવીને બેઠું ડ્રેગન, ભારત માટે 'રેડ એલર્ટ'
યુદ્ધ વગરની તબાહીની તૈયારી: ચીને અનાજનો અડધોઅડધ વૈશ્વિક જથ્થો કરી લીધો સ્ટોક:બજારમાં કૃત્રિમ અછત ઉભી કરી ભાવ વધારવાની ચાલ? ભારતની ખેતી અને અર્થતંત્ર પર શું થશે અસર? જાણો ડ્રેગનનો માસ્ટર પ્લાન

નવી દિલ્હી: ચીન હવે સીધું યુદ્ધ લડવાને બદલે દુનિયાને ભૂખમરા અને મોંઘવારીના ખપ્પરમાં હોમવાની તૈયારી કરી રહ્યું હોય તેમ જણાય છે. તાજેતરના અહેવાલો મુજબ, ચીને વિશ્વના કુલ અનાજ જથ્થાના ૫૦% થી વધુ હિસ્સો (ખાસ કરીને મકાઈ, ચોખા અને ઘઉં) પોતાના ગોડાઉનોમાં ભરી લીધો છે. એટલું જ નહીં, ખેતી માટે અનિવાર્ય એવા ખાતર (Fertilizer) ની નિકાસ પર પણ ચીને અઘોષિત પ્રતિબંધ જેવી સ્થિતિ સર્જી છે.
ચીનના આ પગલાથી ભારત જેવા કૃષિપ્રધાન દેશોની ચિંતામાં મોટો વધારો થયો છે. ચીને માર્ચ મહિનાની શરૂઆતથી જ ખાતરની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અગાઉ ભારત જે યુરિયા 512 ડૉલર પ્રતિ ટન ખરીદતું હતું, તેની કિંમત હવે વધીને 959 ડૉલર પ્રતિ ટન થઈ ગઈ છે. એટલે કે ભારત ખાતર માટે લગભગ બમણી કિંમત ચૂકવી રહ્યું છે. જો ખાતર મોંઘું થશે તો ખેતીનો ખર્ચ વધશે અને તેના કારણે અંતે ખાવા-પીવાની ચીજવસ્તુઓ મોંઘી થતા સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડશે. ભારત પહેલેથી જ ઇરાન યુદ્ધના કારણે મોંઘા ક્રૂડ ઓઇલનો સામનો કરી રહ્યું છે, ત્યારે હવે ખાતરની આ અછત ભારત પર નાણાકીય બોજ વધારી શકે છે.
નિષ્ણાતોના મતે ચીનનું આ પગલું માત્ર સુરક્ષા પૂરતું સીમિત નથી, પરંતુ તેની પાછળ એક મોટી વ્યુહરચના છે. ઈરાન યુદ્ધના કારણે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' બંધ છે, જેનાથી દરિયાઈ વેપાર ઠપ થયો છે. ચીનને ડર છે કે જો લાંબા સમય સુધી આ સ્થિતિ રહેશે તો તેના દેશમાં દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. બીજું કારણ એ છે કે અનાજ અને ખાતર પર નિયંત્રણ મેળવીને ચીન વૈશ્વિક રાજનીતિમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માંગે છે. જ્યારે દુનિયામાં આ વસ્તુઓની અછત સર્જાશે ત્યારે ચીન પોતાના ભંડારનો ઉપયોગ કરીને મોટો નફો કમાઈ શકે છે અને અન્ય દેશો પર દબાણ બનાવી શકે છે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
