<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

ઓલ ઇન્‍ડિયા સોલો ડાન્‍સ ચેમ્‍પિયનશીપ ૨૦૨૬નો ગ્રાન્‍ડ ફિનાલે રાજકોટના આંગણે : જયોતિ સીએનસીના સહયોગથી ૨૩મીએ ધમાકેદાર આયોજન

દેશભરના ૫૦૦ થી વધુ પ્રતિભાશાળી ડાન્‍સ કલાકારો માટે રાજકોટ બનશે ટેલેન્‍ટનું મેગા મંચ : પ્રખ્‍યાત ડાન્‍સર દીપિકા સોનીની હાજરીમાં ઝગમગશે ગ્રાન્‍ડ ફિનાલેની સાંજ : વિજેતાઓને રોકડ ઈનામો અને ટ્રોફી એનાયત કરવામાં આવશે

રાજકોટ તા. ૧૨ : રાજકોટ શહેર માત્ર ઉદ્યોગ અને વેપાર માટે જ નહીં, પરંતુ સમળદ્ધ કલાવારસા અને જીવંત સાંસ્‍કળતિક પરંપરાઓ માટે પણ સમગ્ર ગુજરાતમાં આગવી ઓળખ ધરાવે છે. લોકસંગીત, નળત્‍ય, નાટયકલાથી લઈને યુવા પ્રતિભાને પ્રોત્‍સાહન આપતી વિવિધ સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ દ્વારા રાજકોટ સતત સર્જનાત્‍મક અભિવ્‍યક્‍તિને નવી ચાઈઓ આપી રહ્યું છે.

આવી જ સાંસ્‍કળતિક પરંપરાને વધુ સમળદ્ધ બનાવતા રાજકોટના ઈતિહાસમાં પ્રથમવાર રાષ્‍ટ્રીય કક્ષાની ‘ઓલ ઇન્‍ડિયા સોલો ડાન્‍સ  ચેમ્‍પિયનશિપ ૨૦૨૬'નું ભવ્‍ય આયોજન જયોતી ઓટોમેશનના સહયોગથી રાજકોટના આંગણે થવા જઈ રહ્યું છે.

આગામી ૨૩ મે ૨૦૨૬, શનિવારના રોજ પ્રમુખ સ્‍વામી ઓડિટોરિયમ ખાતે ‘ઓલ ઇન્‍ડિયા સોલો ડાન્‍સ ચેમ્‍પિયનશિપ - ૨૦૨૬'નું ભવ્‍ય ગ્રાન્‍ડ ફિનાલે યોજાનાર છે. દેશભરના નળત્‍ય પ્રતિભાઓને એક મંચ પર લાવવાના હેતુ સાથે આયોજિત આ મેગા ડાન્‍સ ચેમ્‍પિયનશિપમાં ગુજરાત ઉપરાંત ભારતના વિવિધ રાજ્‍યોમાંથી પ્રતિસ્‍પર્ધીઓ ભાગ લેશે.

રાષ્‍ટ્રીય કક્ષાની આ ડાન્‍સ કોમ્‍પિટીશનના મુખ્‍ય પ્રાયોજક તરીકે જ્‍યોતી સીએનસી ઓટોમેશન લિમિટેડના ડિરેક્‍ટર શ્રી સહદેવસિંહ જાડેજાનો સંપૂર્ણ આર્થિક સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું છે. આ સ્‍પર્ધાનું આયોજન ખનક વિન્‍સ ડાન્‍સ એકેડમીના કેયુર બારોટ દ્વારા કરવામાં આવ્‍યું છે.

રાજકોટના આંગણ યોજાનાર આ મેગા ઈવેન્‍ટમાં ૫૦૦થી વધુ સ્‍પર્ધકો ભાગ લેશે. સમગ્ર કાર્યક્રમને પાન-ઈન્‍ડિયા સ્‍તરે પ્રસારિત કરવામાં આવશે.

વિવિધ વયજુથમાં યોજાનારી આ સ્‍પર્ધામાં ૬ થી ૧૨ વર્ષ, ૧૩ થી ૧૮ વર્ષ અને ૧૮ વર્ષથી ઉપરના કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. દરેક કેટેગરીમાં વિજેતાઓને રૂ. ૧૫,૦૦૦, રનર-અપને રૂ. ૧૦,૦૦૦ અને દ્વિતીય રનર-અપને રૂ. ૫,૦૦૦નું રોકડ ઇનામ આપવામાં આવશે. સ્‍પર્ધામાં ભાગ લેનાર તમામ સ્‍પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ વિજેતાઓને ટ્રોફી અને આકર્ષક ઈનામોથી સન્‍માનિત કરવામાં આવશે.

આ આયોજન માટે ગુજરાતના રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભાવનગર, ગાંધીધામ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, સુરત સહિત અનેક શહેરોમાં તેમજ ભારતના મુંબઈ, બેંગલુરુ, ભોપાલ, દિલ્‍હી, લખનૌ, પટણા, પુણે, ઉદયપુર સહિતના શહેરોમાં ઓડિશન યોજાયા છે.

આ કાર્યક્રમના ગ્રાન્‍ડ ફિનાલેમાં જાણીતા ડાન્‍સ આર્ટિસ્‍ટ દીપિકા સોની નિર્ણાયક તરીકે ઉપસ્‍થિત રહેશે. દીપિકા સોની ડાન્‍સ પ્‍લસ સીઝન ફાઈવ અને ડીઆઈડી લિટલ માસ્‍ટર્સ જેવી જાણીતી શોમાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્‍યો છે તેમજ બોલીવુડના અભિનેતા શાહરૂખ ખાન અને પ્રખ્‍યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝા જેવી હસ્‍તીઓ દ્વારા પણ પ્રશંસા મેળવી છે.

આ ચેમ્‍પિયનશિપ આયોજનનો હેતુ નિઃશુલ્‍ક ઓડિશન દ્વારા પ્રતિભાશાળી યુવાનોને પ્રોત્‍સાહન આપી તેમને રાષ્‍ટ્રીય સ્‍તરે ઓળખ અપાવવાનો તથા દેશભરના યુવા અને સંઘર્ષશીલ કલાકારોને મંચ પૂરો પાડવાનો છે.

રાજકોટમાં યોજાનાર આ ભવ્‍ય ડાન્‍સ ઇવેન્‍ટને લઈને યુવાનો અને નળત્‍ય પ્રેમીઓમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. આ આયોજનને સફળ બનાવવા માટે જ્‍યોતિ સીએસી તરફથી શ્રી જયદીપભાઈ ત્રિવેદી અને શ્રી આરતીબેન અગ્રાવત, એહસાસ ટ્રસ્‍ટ તરફથી શ્રી નિヘલભાઈ સંઘવી અને શ્રી કિન્નરીબેન પટેલ તેમજ જ્‍યોતિ ફાઉન્‍ડેશનના શ્રી કૌશિકભાઈ સોલંકી દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્‍યો હોવાનું યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

આ સ્‍પર્ધા અને ઓડિશન અંગે વધુ માહિતી માટે પૂજા બારોટનો મો. ૯૪૮૪૫ ૮૮૩૭૭ ઉપર કરવા જણાવાયુ છે.

(2:44 PM IST)