<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

મોરબીના પીપળીયા ચાર રસ્‍તે સમાધાન માટે બોલાવી કૌટુંબીક સાળાને છરીના ઘા ઝીંકી રહેસી નંખાયો

કૌટુંબીક બનેવીના બહેનને મેસેજ-ફોન કરવા બાબતે મનદુઃખના સમાધાન માટે ભેગા થયા બાદ અબ્‍બાસને મોતને ઘાટ ઉતારી દેવાયોઃ અન્‍ય બેને ગંભીર ઇજા

તસ્‍વીરમાં હત્‍યાનો ભોગબનનાર અબ્‍બાસની ફાઇલ તસ્‍વીર તથા હોસ્‍પીટલમાં સારવાર હેઠળ અન્‍ય બે વ્‍યકિતઓ નજરે પડે છે.(તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસ-મોરબી)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૨: મોરબીના પીપળીયા ચાર રસ્‍તા નજીક બે જૂથ વચ્‍ચે મારામારી થવા પામી હતી જે બનાવમાં ૨૬ વર્ષીય યુવાનને છરીના ઘા ઝીકી દેતા ઈજાગ્રસ્‍ત યુવાનનું સારવારમાં મોત થયું હતું અને બનાવ હત્‍યામાં પલટાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ નવી નવલખીના રહેવાસી દલ આસિફ ઇલીયાસ (ઉ.વ.૨૬) અને તેની સાથે એક ઇસમ હતો જયારે સામાપક્ષે ન્‍યુ નવલખીના રહેવાસી ત્રણ ભાઈઓ હસન અબ્‍દુલ સોતા (ઉ.વ.૩૦)ુ અબ્‍બાસ અબ્‍દુલ સોતા (ઉ.વ.૨૯) અને સુલતાન અબ્‍દુલ સોતા (ઉ.વ.૨૬)  હતા અબ્‍બાસ સોતાને અગાઉથી ચાલતી માથાકૂટ મામલે પીપળીયા ચાર રસ્‍તા પાસે જામગર જવાના રસ્‍તે બંને જૂથ વચ્‍ચે બઘડાટી બોલી ગઈ હતી અને આસિફ દલ તેમજ તેની સાથે રહેલી વ્‍યક્‍તિએ છરી વડે હુમલો કરી દીધો હતો મારામારીમાં તમામને નાની મોટી ઈજા પહોચતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્‍પિટલ ખસેડાયા હતા જ્‍યાં ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત અબ્‍બાસ અબ્‍દુલ સોતાનું સારવારમાં મોત થયું હતું

બનાવ અંગે માળીયા મિયાણા તાલુકાના ન્‍યુ નવલખી, ટાટાનગરમાં રહેતા ફરિયાદી હસનભાઈ અબ્‍દુલભાઈ સોતા ઉ.૩૦એ આરોપી આસિફ ઈલિયાસ દલ અને આરોપી હુસેન ઇબ્રાહિમભાઈ સાઈચા રહે.ન્‍યુ નવલખી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી આસિફ ઇલીયસ દલ ફરિયાદીના કૌટુંબિક બનેવી થાય છે અને ફરિયાદીનો નાનો ભાઈ અબ્‍બાસ અબ્‍દુલભાઈ સોતા ઉ.૨૯ અસિફની બહેનને મેસેજ કરવાની સાથે ફોનમાં વાતો કરતો હોવાથી બન્ને વચ્‍ચે મનદુઃખ ચાલતું હતું. જેમાં ગઈકાલે આરોપીઓ સાથે સમાધાન માટે પીપળીયા ચાર રસ્‍તા નજીક ભેગા થયા હતા ત્‍યારે બન્ને આરોપીઓએ અચાનક હુમલો કરી અબ્‍બાસને આરોપી આસિફે છરીના ઘા ઝીકી દઈ તેમજ આરોપી હુસેને ફરિયાદી તેમજ સાહેદ સુલતાનને લોખંડના પાઇપ વડે ઇજાઓ પહોંચાડતા બન્ને વિરુદ્ધ હત્‍યા અને હત્‍યાની કોશિશ સહિતની બાબતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(12:10 PM IST)