News of Tuesday, 12th May 2026
મહિને 3,000 રૂપિયા, મફત બસ મુસાફરી: મહિલાઓ માટે સુવેન્દુ અધિકારીની મોટી જાહેરાત
સુવેન્દુ અધિકારી સરકારે તેના પહેલા જ દિવસે મહિલાઓ માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી:'અન્નપૂર્ણા ભંડાર' યોજના હેઠળ મહિલાઓને હવે દર મહિને 3,000 રૂપિયા અને સરકારી બસોમાં મફત મુસાફરી મળશે.

કોલકાતા. બંગાળના રાજકારણમાં સત્તા પરિવર્તન સાથે, વચનોને વાસ્તવિકતામાં ફેરવવાનો તબક્કો શરૂ થયો છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ તેમની સરકારના પહેલા જ કાર્યકારી દિવસે મહિલાઓ માટે અનેક જાહેરાતો કરી છે
. સોમવારે નવાન્નામાં યોજાયેલી પ્રથમ કેબિનેટ બેઠક બાદ રાજ્ય સચિવાલય સભાગૃહમાં ભાજપના ધારાસભ્યો સાથેની બેઠક દરમિયાન, સુવેન્દુ અધિકારીએ મહિલાઓ માટે ભથ્થા અને મફત મુસાફરી અંગે માહિતી આપી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 1 જૂનથી 'અન્નપૂર્ણા ભંડાર' યોજના હેઠળ મહિલાઓના બેંક ખાતાઓમાં 3,000 રૂપિયાની રકમ જમા થવાનું શરૂ થશે. મહિલાઓને હવે સરકારી બસોનું ભાડું ચૂકવવું પડશે નહીં
નવી સરકારે ચૂંટણી પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ દ્વારા વચન આપવામાં આવેલ 'અન્નપૂર્ણા ભંડાર' યોજનાના અમલીકરણને પ્રાથમિકતા આપી છે. જ્યારે અગાઉની મમતા સરકાર 'લક્ષ્મી ભંડાર' હેઠળ 1,500 થી 1,700 રૂપિયા સુધીની સહાય પૂરી પાડતી હતી, ત્યારે ભાજપ સરકારે તેને સીધી વધારીને 3,000 રૂપિયા કરી દીધી છે.
(12:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
