News of Tuesday, 12th May 2026
રેલવે પેન્શનર્સ અને ફેમિલી પેન્શનર્સ માટે મોટી રાહત DRમાં કર્યો 2 ટકાનો વધારો: 1લી જાન્યુઆરીથી લાગૂ
આ નિર્ણયથી લાખો નિવૃત રેલવે કર્મચારીઓ તથા તેમના પરિવારોની માસિક આવકમાં વધારો થશે

નવી દિલ્હી :રેલવે પેન્શનર્સ અને ફેમિલી પેન્શનર્સ માટે સરકારે મોટી રાહતની જાહેરાત કરી છે. મોંઘવારીમાં સતત થઈ રહેલા વધારાની અસર વચ્ચે સરકારે ડિયરનેસ રિલીફ (DR)માં 2 ટકા વધારો કરવાની મંજૂરી આપી છે. હવે રેલવે પેન્શનર્સને 58 ટકાને બદલે 60 ટકા DR મળશે. આ વધારો 1લી જાન્યુઆરી 2026થી લાગૂ કરવામાં આવે તે માનવામાં આવશે.
એટલે કે પેન્શનર્સને એરિયરનો લાભ મળી શકે છે. આ નિર્ણયથી લાખો નિવૃત રેલવે કર્મચારીઓ તથા તેમના પરિવારોની માસિક આવકમાં વધારો થશે. જેથી વધતી મોંઘવારીથી તેમને કંઈક હસ્તક રાહત મળે તેવી આશા છે.
રેલવે મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ પ્રમાણે આ નિર્ણય પેન્શનર્સ અને પેન્શનર્સ કલ્યાણ વિભાગના 24 એપ્રિલ 2026ના ઓફિસ મેમોરેન્ડમના આધાર પર લાગૂ કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે મોંઘવારી દરને જોતા પેન્શનરસને વધારાની રાહત આપવી જરૂરી હતી, જેથી તેમની ખરીદી ક્ષમતા જળવાઈ રહે. 7માં પગાર પંચની ભલામણ પ્રમાણે DR અને DA ગણતરી કરવામાં આવે છે અને તે ફોર્મ્યુલાના આધાર પર આ વખતે પણ 2 ટકા વધારવામાં આવ્યો છે.
હવે પ્રશ્ન એ છે કે તેનાથી રેલવે પેન્શનર્સના માસિક પેન્શનમાં કેટલો ફર્ક પડશે? ચાલો એક ઉદાહરણ સાથે સમજીએ. જો કોઈ પેન્શનર્સનો બેસિક પગાર રૂપિયા 10 હજાર છે તો તે અગાઉ 58 ટકા DR હિસાબથી કૂલ રૂપિયા 15,800 મળ્યા હતા. હવે 60 ટકા DR લાગુ થયા બાદ તેની કૂલ પેન્શન રૂપિયા 16,000 થઈ જશે. એટલે કે દર મહિને રૂપિયા 200 વધારાનો ફાયદો મળશે. આ રીતે કોઈનો બેસિક પેન્શન રૂપિયા 50,000 છે તો મહિને આશરે રૂપિયા 1,000 વધારે મળશે.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
