<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

જો બેંકમાં કામ સમયસર ન થાય, કર્મચારી યોગ્ય જવાબ ન આપે અથવા વારંવાર ધક્કા ખવડાવે છે? :સીધી ફરિયાદ કરી શકો છો

RBIએ બેંક ગ્રાહકોને કેટલાક ખાસ અધિકારો આપ્યા છે, જેના વિશે મોટા ભાગના લોકોને ખબર નથી :હવે બેંકમાં “પછી આવજો” સાંભળતો માત્ર રાહ ન જુઓ, તમારા અધિકારો પણ જરૂર જાણો

નવી દિલ્હી :બેંકમાં કામ માટે જાઓ અને કલાકો સુધી લાઈનમાં ઉભા રહો… પછી કર્મચારી કહે, “હવે લંચ છે, પછી આવજો!” —તો હવે ચુપચાપ ઊભા રહેવાની જરૂર નથી. કારણ કે RBIએ બેંક ગ્રાહકોને કેટલાક ખાસ અધિકારો આપ્યા છે, જેના વિશે મોટા ભાગના લોકોને ખબર જ નથી!

ઘણા વખત ગ્રાહકોને માત્ર કર્મચારીઓની લેટ-લતીફી કે બેદરકારીના કારણે ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. પરંતુ નિયમ મુજબ બેંક કર્મચારી કોઈ પણ ગ્રાહકને બિનજરૂરી રીતે લાંબો સમય રાહ નથી કરાવી શકતા. જો બેંકમાં તમારું કામ સમયસર ન થાય, કર્મચારી યોગ્ય જવાબ ન આપે અથવા વારંવાર ચક્કર લગાવડાવે … તો તમે સીધી ફરિયાદ કરી શકો છો. સૌથી પહેલાં બ્રાન્ચ મેનેજરને લેખિતમાં ફરિયાદ આપવાનો અધિકાર ગ્રાહકને મળે છે.

જો ત્યાંથી પણ ઉકેલ ન મળે તો RBIના બેંકિંગ ઓમ્બ્ડસમેન સુધી મામલો પહોંચાડી શકાય છે. જેની વરણી બેંકના ગ્રાહકોની ફરિયાદનું નિવારણ કરવા માટે કરવામાં આવી હોય છે.  ખાસ વાત એ છે કે હવે ઘણી ફરિયાદો ઓનલાઇન પણ થઈ શકે છે અને બેંકને નક્કી સમયમર્યાદામાં જવાબ આપવો ફરજિયાત હોય છે.

RBIના નિયમો મુજબ બેંક ગ્રાહકો સાથે સન્માનપૂર્ણ વર્તન કરવું પણ જરૂરી છે. કોઈ કર્મચારી ખોટી માહિતી આપે, બિનજરૂરી દસ્તાવેજો માંગે અથવા કામમાં વિલંબ કરે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે.

એક્સપર્ટ્સ કહે છે કે મોટાભાગના લોકો પોતાના અધિકારો જાણતા નથી, એટલે ઘણી વખત બેંકો ગ્રાહકોને ગંભીરતાથી લેતી નથી. પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે. આગામી વખત બેંકમાં “પછી આવજો” સાંભળો… તો માત્ર રાહ ન જુઓ, તમારા અધિકારો પણ જરૂર જાણો!

(9:29 PM IST)