તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
સુરેન્દ્રનગરની કોર્ટ દ્વારા ચેક રીટર્ન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા ફરમાવતી કોર્ટ
ફરીયાદીની બાકી રકમ ૭પ લાખ ચુકવવા આદેશ

સુરેન્દ્રનગર, તા., ૧૨ : સુરેન્દ્રનગરના એડી. ચીફ જયુડીસીઅલ મેજિસ્ટ્રેટ કે. એમ. આહીરની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ ચાલી જતા કોર્ટ દ્વારા આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીની બાકી રકમ રૂ. ૭૫ લાખ ચૂકવવાનો હુકમ કરવામાં આવેલ છે.
મૂળ સુરેન્દ્રનગરના રહીશ અને હાલમાં અમદાવાદ રહેતા અને તિશ્યાગ કન્સલ્ટન્સી નામની પેઢીના ભાગીદાર અને આરોપી કેતુલ હિતેશ તલસાણીયા દ્વારા સુરેન્દ્રનગરના ફરિયાદી વિનય નિલેશભાઈ શાહને ઊંચા વળતરની લાલચ આપી જુદા જુદા સમયે તેમની પાસેથી રૂપિયા ૭૫ લાખ મેળવી પરત આપવામાં આવ્યા ન હતા. અને તેમની તિશ્યાગ કન્સલ્ટન્સી કંપનીનો રૂ. ૭૫ લાખનો ચેક આપવામાં આવ્યો હતો. પરંતુ ફરિયાદી દ્વારા તે ચેક બેંકમાં ભરવામા આવતા ચેક રિટર્ન થયો હતો. જેને લઈને ફરિયાદીના વકીલ બી.કે. શાહ દ્વારા શું. નગર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ ચાલી જતા એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે. એમ. આહીર દ્વારા આરોપી કેતુલ હિતેશ તલસાણીયાને એક વર્ષની સાદી કેદની સજા તથા ફરિયાદીના ઈં . ૭૫ લાખ બે માસમાં ચૂકવી દેવાનો હુકમ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આરોપી પાસે હજી અનેક લોકોના રૂપિયા બાકી હોય નવા નવા કેસો પણ થવાની શકયતાઓ સેવાઈ રહી છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
