તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
ખોડલધામ ટ્રસ્ટ વતી રમેશભાઈ ટીલાળા દ્વારા નરેન્દ્રભાઈનું ભાવભર્યુ સન્માન

રાજકોટઃવડોદરા ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં ‘સરદારધામ-૩' ડૉ. દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલના લોકાર્પણ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ વતી રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. દેશના વિકાસ, યુવા શક્તિના સશક્તિકરણ અને ભારતીય સંસ્કળતિના વૈશ્વિક ગૌરવ વધારવા બદલ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ દીકરીઓ માટે માત્ર રૂ. ૧ ની પ્રતીકાત્મક ફી રાખવાનો નિર્ણય મહિલા શિક્ષણ અને સશક્તિકરણ માટે અત્યંત પ્રેરણાદાયી છે. દીકરીઓની સુરક્ષા અને શિક્ષણ માટે ઉભી કરાયેલી આધુનિક વ્યવસ્થાઓ સમાજને નવી દિશા આપનાર સાબિત થશે.વડાપ્રધાનશ્રીએ પોતાના સંબોધનમાં આપેલા ‘વોકલ કોર લોકલ' અને ‘વેડિંગ ઇન ઇન્ડિયા' જેવા સંદેશોને આવકારતા ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદનો, ભારતીય સંસ્કળતિ અને દેશની આર્થિક શક્તિને પ્રોત્સાહન આપવું આજની સમયની જરૂરિયાત છે. પ્રસંગે જાહેર કરાયેલી રૂ. ૫૦૦ કરોડની ‘સરદારધામ શિક્ષણ સહાય યોજના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના નવા દ્વાર ખોલશે તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી. ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ વડાપ્રધાનશ્રીને ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડઁથી સન્માનિત કરાયા બદલ શુભેચ્છાઓ પાઠવી અને જણાવ્યું હતું કે નરેન્દ્રભાઇના માર્ગદર્શન હેઠળ આત્મનિર્ભર ભારત, પ્રાકળતિક ખેતી અને જનકલ્યાણના સંકલ્પો દેશને નવી દિશા આપી રહ્યા છે.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
