<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

પીઠડીયા ટોલ પ્‍લાઝા નજીક દોડતી કારમાં ભીષણ આગ બળીને ખાખ

કારચાલકની સમય સૂચકતાથી મોટો અકસ્‍માત ટળ્‍યો

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ), તા. ૧ર : વીરપુર નજીક આવેલા પીઠડીયા ટોલ પ્‍લાઝા પાસેના ઓવરબ્રિજ ઉપર દોડતી કારમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં આખી કાર આગની ઝપેટમાં આવી બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે સદનસીબે કારચાલકનો આબાદ બચાવ થયો હતો.

જૂનાગઢના ઉપેશભાઈ દેવડા પોતાની કાર લઈને જૂનાગઢથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન કારમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્‍યો હતો. પરિસ્‍થિતિનો અંદાજ આવી જતા કારચાલકે તાત્‍કાલિક ગાડી સાઈડમાં ભી રાખી બહાર નીકળી ગયા હતા. ત્‍યારબાદ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોમાં દહેશતનો માહોલ ફેલાયો હતો અને મોટી સંખ્‍યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા. આગના કારણે થોડા સમય માટે રાજકોટ - જેતપુર હાઇવે પર ટ્રાફિક જામની સ્‍થિતિ પણ સર્જાઈ હતી.  ઘટનાની જાણ થતાં જેતપુર પાલિકાના ફાયર ફાઈટરનો કાફલો તાત્‍કાલિક ઘટનાસ્‍થળે દોડી આવ્‍યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્‍યો હતો

(1:26 PM IST)