News of Tuesday, 12th May 2026
હવે ખિસ્સામાં રોકડ નહીં હોય તોય ચાલશેઃ GSRTC ની હાઈટેક સવારીમાં QRથી કરો પેમેન્ટ
મુસાફરી શરૂ કરતા પહેલા જ અડધી ચિંતા દૂર થઈ જાય તેવી વ્યવસ્થા હવે એસટી નિગમે ઉભી કરીઃ બસ સ્ટેન્ડની લાંબી લાઈનો અને ટિકિટ બારીના ધક્કા હવે ભૂતકાળ બની રહ્યા છે. ડિજિટલ પેમેન્ટમાં સ્થાપ્યો નવો રેકોર્ડ : આંગળીના ટેરવે બસની સીટ બુક કરાવવાથી લઈને બસમાં બેસીને મ્ય્ કોડ સ્કેન કરવા સુધીની સફર મુસાફરો માટે કેટલી આરામદાયક બની છે : વર્ષ ૨૦૨૫-૨૬ માં ઓનલાઈન બુકિંગ દ્વારા ૭૨૨ કરોડની આવક

નવી દિલ્હી તા.૧૨: ગુજરાતની પરિવહન સેવા હવે આધુનિકતાના પંથે આગળ વધી રહી છે. વર્ષો જૂની સમસ્યાઓનો અંત લાવવા માટે નિગમે એક ક્રાંતિકારી ફેરફાર કર્યો છે. મુસાફરોને હવે બસમાં બેસતા પહેલા કે મુસાફરી દરમિયાન રોકડ રકમની ચિતા કરવાની જરૂર રહેશે નહીં. ટેકનોલોજીના ઉપયોગથી કેવી રીતે આખી સિસ્ટમ બદલાઈ ગઈ છે અને તેનાથી મુસાફરોને શું ફાયદો થશે? જાણો આ ખાસ અહેવાલમાં.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) હવે સંપૂર્ણપણે હાઈટેક (Hi-tech) બની ગયું છે. નિગમની કુલ આવકનો ૩૦ ટકા જેટલો મોટો હિસ્સો હવે ડિજિટલ માધ્યમથી પ્રાપ્ત થાય છે. વર્ષ ૨૦૨૫-૨૬ ના સમયગાળામાં એસટી નિગમે ડિજિટલ ટ્રાન્ઝેક્શન (Digital Transaction) દ્વારા ૭૨૨ કરોડની માતબર આવક મેળવીને નવો વિક્રમ સ્થાપ્યો છે. આ બદલાવ દર્શાવે છે કે મુસાફરો હવે રોકડને બદલે ઓનલાઈન સુવિધાઓને વધુ પસંદ કરી રહ્યા છે.
એસટી બસમાં મુસાફરી કરતી વખતે છૂટા પૈસાની માથાકૂટ (Change Money Issue) હવે ભૂતકાળ બની ગઈ છે. નિગમે કંડક્ટરના ઈલેક્ટ્રોનિક ટિકિટ મશીન (ETM) પર QR કોડ દ્વારા પેમેન્ટ (Payment) કરવાની સુવિધા આપી છે. મુસાફરો પોતાના મોબાઈલથી સ્કેન કરીને ટુરંત ટિકિટના નાણાં ચૂકવી શકે છે. આ આધુનિક સિસ્ટમથી કંડક્ટર અને મુસાફર બંનેનો સમય બચે છે. પારદર્શક વહીવટને કારણે નિગમની પ્રતિષ્ઠામાં પણ વધારો થયો છે.ઓનલાઈન બુકિગ અને મોબાઈલ એપનો ક્રેઝ (Online Booking and Mobile App) મુસાફરીને વધુ સરળ (Easy Journey) બનાવવા માટે મોબાઈલ એપ (Mobile App) અને વેબસાઈટનો ઉપયોગ વધ્યો છે. અત્યાર સુધીમાં ૨.૭૩ કરોડથી વધુ બેઠકોનું બુકિગ ઓનલાઈન (Online Booking) માધ્યમથી થયું છે. મુસાફરો હવે પોતાની સફરનું આયોજન ૬૦ દિવસ અગાઉ (Advance Booking) કરી શકે છે. એડવાન્સમાં સીટ બુક કરાવવાની સુવિધાથી છેલ્લી ઘડીની દોડધામ અટકે છે. ગુજરાતની જીવાદોરી સમાન આ સેવા હવે સાચા અર્થમાં સ્માર્ટ બની રહી છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
