<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ભારતીય મૂળના બે કેનેડિયન સાંસદો અનિતા આનંદ અને જ્યોર્જ ચહલ કેનેડાના નવા પીએમ બનવાની રેસમાં મોખરે :અન્ય ૮ લોકો સહિત ભારતીય મૂળના બે કેનેડિયન સાંસદો અનિતા આનંદ અને જ્યોર્જ ચહલ કેનેડાના નવા પીએમ બનવાની રેસમાં મોખરે છે. :જેમાં પ્રથમ નંબરે પૂર્વ સંરક્ષણ પ્રધાન અને હાલના પરિવહન અને આંતરિક વેપાર પ્રધાન અનિતા આનંદ છે. અનિતા લિબરલ પાર્ટીનું નેતૃત્વ કરવા માટે મજબૂત દાવેદાર છે. તામિલનાડુના ડોક્ટર દંપતીના પુત્રી છે, કોવીડ સમયે મુખ્ય ભૂમિકા ભજવેલ : આ ઉપરાંત કેટલાક સાંસદો પાર્ટીના વચગાળાના નેતા તરીકે આલ્બર્ટા સ્ટેટના લિબરલ સાંસદ જ્યોર્જ ચહલને સમર્થન આપી રહ્યા છે. : દરમિયાન "દેશની સંભાળ રાખનાર લડવૈયા" તરીકે પોતાને વર્ણવતા ટ્રુડોએ ૯ વર્ષ પદ પર રહ્યા પછી રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો. તેમણે કબૂલ્યું કે લિબરલ પાર્ટીમાં આંતરિક બળવાનો સામનો કરી રહેલ છે. : જસ્ટિન ટ્રુડોએ પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.9:40 AM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રવાસન મંત્રી મૂળૂભાઇ બેરા તેમજ અન્ય અતિથિગણની ઉપસ્થિતિમાં ૧૧ જાન્યુઆરી એ અમદાવાદથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫’નો પ્રારંભ થશે : અમદાવાદમાં તા. ૧૧થી ૧૪ દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫’ યોજાશે :12મીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ’નો પ્રારંભ :૧૩મીએ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવ: ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજયો માંથી ૫૨ (બાવન) જેટલા પતંગબાજો ભાગ લેશે :ગુજરાતમાંથી પણ ૧૧ જેટલા શહેરોમાંથી ૪૧૭ જેટલા પતંગબાજો ભાગ લેશે6:46 PM IST

ઈન્‍ટરનેશનલ ગોલ્‍ડ સ્‍મગલિંગનાં મુખ્‍ય સૂત્રધાર પિતા પુત્ર સુધી પોંહચીને જ સુરત sog એ નિરાતનો શ્વાસ લીધો : ગુજરાતમાં લીકવિડ ફોર્મમાં દુબઈથી વાયા સુરત અધધ રકમના સોનાના સમગલિંગ મામલામાં અંતે સફળતા : ૨૦૦ કરોડની સોનાની દેશભરમાં હેરફેર ફૈઝલ દ્વારા થયાનું સેન્‍ટ્રલ એજન્‍સીની ઇનપુટ સીપી અનુપમસિંહ ગેહલોતને મળતા જ સિનિયર આઇપીએસ રાઘવેન્‍દ્ર વત્‍સ, ડીસીપી રાજદીપસિહ નકુમ સાથે ચર્ચા કરી sog પીઆઇ અશોક ચોધરીના નેતળત્‍વમાં વિવિધ ટીમો બનાવી હતી : એક મોલવી દ્વારા કેટલાક શકમંદ ચેહરા સાથે એક જ દિવસમાં ૫,૫ વખત અલગ અલગ મોબાલથી વાતચીત થયાના આધારે ચોકી ઉઠેલ પોલીસ કમિશનર દ્વારા મોબાઈલ એફએસએલમાં તપાસાર્થે મોકલાયા હોવાની ચર્ચા6:48 PM IST

પોલીસમાં દાખલ થયા ત્‍યારથી રાજીનામાંનો સમય હર્ષદ મહેતાએ નક્કી કરી નાખેલ : ગુનેગાર સાથે કડકાઈઃ સામાન્‍ય લોકો માટે દિલના દરવાજા આ આઇપીએસ (જૂનાગઢ પૂર્વ એસપી) દ્વારા હંમેશ ખુલ્લા રહ્યા હતાઃ ઓછી જાણીતી વાતો પર પ્રકાશ : હર્ષ સંઘવી હર્ષદ મહેતાનાં કાર્યોથી ખૂબ સારી રીતે જાણતા હોવાથી રાજીનામુ સ્‍વીકારવા તૈયાર ન હતા, ઘણા સિનિયર આઇપીએસ દ્વારા પણ રાજીનામુ ન આપે તેવી સમજાવટ થયેલ સિનિયર સિટીઝનોની એકલતા દૂર કરવા તેમની સાથે કોઇપણ સમયે વાતચીત, પુરાવા શોધવા ઘટના ઘટેલ તે જ ઘરમાં પોલીસ સ્‍ટાફને નોકર તરીકે દાખલ કરવા જેવા પ્રયોગ રાજીનામું આપનાર આ આઇપીએસ દ્વારા એક જિલ્લામાં એક ચકચારી મામલામાં પ્રયોગ કરેલ યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલાઈ જતી અટકાવવા લોક જાગળતિ, ચોરી, લૂટાયેલ મુદ્દામાલ સમયસર પરત મળે તેવો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ, રીઢા ગુનેગારો તપાસવા વિગેરે કાર્યક્રમના તેવો સ્‍વપ્ન દૃષ્ટા છે2:22 PM IST

ભગવતીપરાની રીઝવી ટૂર ટ્રાવેલ્‍સના સંચાલકો ૨૦૦થી વધુ હજ-ઉમરાહના યાત્રાળુઓને છેતરીને રફૂચક્કર થઇ ગયાબેડીપરામાં રહેતાં સમીર મુલતાની સહિત ૧૯ લોકોના ૧૪.૬ લાખ ખાઇ જવાયાનો ગુનો બી-ડિવીઝનમાં નોંધાતા તપાસનો ધમધમાટ : ચાર મહિના અગાઉ પેકેજ બૂક કરાવે તેને ૧૫ થી ૨૦ હજાર ડિસ્‍કાઉન્‍ટ અપાતું હતુ઼ઃ સમીર મુલતાનીના કહેવા મુજબ બે અઢી કરોડની ઠગાઇ થઇઃ હોંશે હોંશે અમદાવાદ પહોચેલા યાત્રાળુઓને ત્‍યાંથી પરત રાજકોટ, ગોંડલ, મોરબી, જેતપુર પરત ફરવું પડયું: બધાના પાસપોર્ટ આ બંનેની ઓફિસની મહિલા કર્મચારીએ પરત આપ્‍યા : જેની સામે ગુનો દાખલ થયો છે તે બંનેની તસ્‍વીર ફરિયાદી સમીર મુલતાનીએ મોકલી હતી3:07 PM IST