<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

હવે ખાંડ પણ કડવી બનશે:કેન્દ્ર સરકાર ટેકાનો ભાવ વધારવા અંગે નિર્ણય લેશે.

ખાંડ ઉદ્યોગ ઘણા સમયથી ખાંડના ભાવમાં વધારો કરવાની માંગ કરી રહ્યો છે.

નવી દિલ્હી : આગામી દિવસોમાં ખાંડ ખરીદવાને કારણે તમારા ખિસ્સા પર બોજ વધી શકે છે. જેમાં ડિસેમ્બર માસમાં ઉત્તર પ્રદેશમાં શેરડીનું ઉત્પાદન ઘટતા ચાલુ મિલોની સંખ્યા પણ ઘટી છે. જ્યારે બીજી તરફ સરકાર ટૂંક સમયમાં ખાંડના ટેકાના ભાવ અંગે નિર્ણય લઈ શકે છે

   ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ સોમવારે કહ્યું કે સરકાર ટૂંક સમયમાં ખાંડનો ટેકાનો ભાવ વધારવા અંગે નિર્ણય લેશે. ખાંડની એમએસપી 31 રૂપિયા પ્રતિ કિલો પર યથાવત છે. આ દર ફેબ્રુઆરી 2019માં સેટ કરવામાં આવ્યો હતો. જો ખાંડનો ટેકાનો ભાવ વધારો કરવામાં આવે તો બજારમાં ખાંડના ભાવમાં વધારો થશે. જેની સીધી અસર ગ્રાહકો પર પડશે.

 

ખાંડ ઉદ્યોગ ઘણા સમયથી ખાંડના ભાવમાં વધારો કરવાની માંગ કરી રહ્યો છે. ખાંડ ઉદ્યોગનું કહેવું છે કે વધતા ઉત્પાદન ખર્ચ અને ખાંડ મિલો દ્વારા સામનો કરી રહેલા આર્થિક દબાણને કારણે ભાવ વધારવો જરૂરી છે. હવે આ અંગે સરકાર તરફથી પ્રતિક્રિયા આવી છે. 

  પ્રહલાદ જોશીએ એક કાર્યક્રમ દરમિયાન પત્રકારોને કહ્યું કે, ખાંડના ટેકાના ભાવમાં વધારો કરવાની માંગ છે. વિભાગ આ બાબતથી વાકેફ છે. અમે ટૂંક સમયમાં નક્કી કરીશું કે તેમાં વધારો કરવો કે નહીં. ઇન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ISMA) અને નેશનલ કોઓપરેટિવ સુગર ફેક્ટરી ફેડરેશન (NFCSF) ટેકાનો ભાવ (MSP) વધારીને રૂ. 39.4 પ્રતિ કિલો અથવા તો રૂ. 42 પ્રતિ કિલો કરવા દબાણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ પગલું વધુ સારા ઉત્પાદન ખર્ચને પ્રતિબિંબિત કરવામાં મદદ કરશે અને ભારતમાં ખાંડ મિલોની નાણાકીય સ્થિતીને સુધારશે.

(12:29 AM IST)