News of Tuesday, 7th January 2025
ભેસાણનાં રાણપુર પાસેથી જેતપુરનાં શખ્સની કારમાં દારૂની ૩૮૪ બોટલ સાથે ધરપકડ
૧ શખ્સ કારમાંથી ઉતરીને નાસી ગયો,૫,૭૮,૮૦૦નો મુદ્દામાલ કબજે લીધો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૭:
ભેસાણ તાલુકાના રાણપુર પાસેથી પોલીસે જેતપુરના યુવકને કારમાં દારૂની ૩૮૪ બોટલ સાથે પકડી રૂપિયા ૫,૭૮,૮૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો.
રવિવારની રાત્રે ભેસાણ તાલુકાના ભેસાણથી છોડવડી ગામ તરફ જતા રસ્તે એક કાર ઇંગલિશ દારૂ ભરી નીકળવાની હોવાની બાતમી મળતા ભેસાણપોલીસ સ્ટેશનના સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમ્યાન છોડવડી ગામ તરફથી આવેલી કાર રાણપુર પાસે ઊભી રાખતા તેમાંથી બે શખ્સ ઉતરીને ભાગવા લાગતા પોલીસે પીછો કરી જેતપુરમાં અમરનગર રોડ પર મંત્રી સોસાયટીમાં રહેતો ૪૦ વર્ષીય યોગીરાજ રામકુ કોટીલાને ઝડપી લીધો હતો.
બાદમાં કારની તલાશી લેતા પાછલી સીટ ઉપરથી રૂપિયા ૭૩,૮૦૦ના ઇંગ્લિશ દારૂની ૩૮૪ બોટલ મળી આવતા કાર, દારૂ, મોબાઈલ સહિત કુલ રૂપિયા ૫,૭૮,૮૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. પૂછપરછમાં નાસી ગયેલો શખ્સ અમરેલી જિલ્લાના તોરી ગામનો ચિરાગપરી હોવાનું અને દારૂનો જથ્થો રાણપુરના જયેશ કાનકડીયાને આપવાનો હોવાનું ખુલતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
