News of Tuesday, 7th January 2025
મહાકુંભના દિવસો દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરમાં આરતીનો સમય બદલાશે
મહાકુંભની ભીડને જોતા અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે આરતી અને ભોગનું નવું શિડ્યૂલ બહાર પાડવામાં આવ્યું

વારાણસી: પ્રયાગરાજમાં મહાકુંભ તા.૧૩ જાન્યુઆરી-૨૦૨૫ થી ૨૬ ફેબ્રુઆરી (૪૫ દિવસ) સુધી વારાણસીના કાશીનાથ મંદિરમાં ચાર પ્રહરની આરતી અને ભોગનો સમય બદલાશે. મંદિરના મુખ્ય કાર્યપાલક અધિકારી વિશ્વભૂષણ મિશ્રે જણાવ્યું હતું કે, મહાકુંભની ભીડને જોતા અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે આરતી અને ભોગનું નવું શિડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. તેમાં બ્રહ્મ મુહૂર્તમાં થનારી મંગળા આરતી, મધ્યાન ભોગ, સપ્તર્ષિ અને શયન આરતીના સમયમાં ૧૫-૧૫ મિનિટ ઘટાડી બપોરના દર્શનનો સમય વધારવામાં આવશે. એટલે કે બાબા બપોરે વધુ સમય માટે જાગી ભક્તોને દર્શન આપી જલ્દી સૂઈ જશે.
કાશી વિશ્વનાથની મંગળા આરતી ભોરમાં ૨-૪૫ થી ૩-૪૫, મહાશિવરાત્રી પર મંગળા આરતી ૨-૧૫ થી ૩-૪૫, મધ્યાન ભોગ આરતી ૧૧–૩૫ થી ૧૨ ૧૫, સપ્તર્ષિ આરતી સાંજે ૭ થી ૮ તથા શયન આરતી ૧૦-૩૦ થી ૧૧ સુધી રહેશે. મહાશિવરાત્રી પર શયન આરતી નહીં થાય અને રાત્રિમાં મંદિરના કપાટ પણ બંધ નહીં થાય. મહાનિશામાં ચાર પ્રહરની આરતી થશે.
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
