<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

રેશનકાર્ડમાં ઇ કે.વાય.સી. બાબત કેટલાક સુચનો

છેલ્લા થોડા સમયથી રેશનકાર્ડમાં ઇ કે.વાય.સી અપવા માટે ઓફિસોમાં લાઇનો લાગે છે. લોકો હેરાન થાય છે. બહુ જ ધસારો રહે છે તથા સર્વર પણ ઠપ્‍પ થઇ જાય છે તે અંગે કેટલાક સુચનો લખી મોકલ્‍યા છે તો અમલ કરી લોકોના પ્રશ્‍નો હલ કરવામાં ઝડપી અને યોગ્‍ય નિર્ણય લેવા વિનંતી.

(૧) ઇ કે.વાય.સી.ની કામગીરી માટેએજન્‍ટ પ્રથા ચાલુ  કરો(ર) ઇ કે.વાય.સી ની કામભગીરી મામલતદાર કે મ્‍યુ. કોર્પો.માં જ થાય છે તેનાં સ્‍થળો વધારો જેવા કે ભા.જ.પ.નું કાર્યાલય, મોટી સામાજિક સંસ્‍થાઓ કે સુપ્રસિધ્‍ધ મંદિરો, મતદાન મથકો (શનિ-રવિ પુરતાં) શાળા-કોલેજો, વોર્ડ ઓફિસો, પોસ્‍ટ ઓફિસો,તથા બેંકમાં વિગેરે.  (૩) રાજકોટ મામલતદાર ઓફિસમાં આ કામ મ.ન.પા.ની વોર્ડ ઓફિસે થાય છે તેવા બોર્ડ છે પરંતુ ત્‍યાં થતું નથી તપાસ કરતા જાણવા મળે છે કે પુરતો સ્‍ટાફ અપાતો નથી. (૪) જે લોકો અશકત, વૃદ્ધ કે વિકલાંગ છે અથવા પગથીયાની કે પગની તકલીફ છે તેઓને ઘેર બેઠાં આ સુવિધા પુરી પાડો. (પ) મોબાઇલથી કરતાં સીધુ ઉતરતુ નથી કંઇક ને કંઇક અડચણો આવતી રહે છે. આ વિધી વારંવાર કર્યા પછી પણ કામ થતું નથી. (૬) રેશનની વસ્‍તુઓ વિતરણ કરનાર દુકાનોમાં પણ કે.વાય.સી ની સુવિધા આપો. (૭) માત્ર જે લોકો રેશન મેળવે છે તેને માટે જ આ ફરજીયાત કરો અન્‍ય જે લેતા નથી તેમને મુકિત આપો.(૮) ધારાસભ્‍ય, સંસદ સભ્‍યો, પણ પોતાની ઓફિસમાં આ કામગીરી કરાવે તો સુવિધા વધે તેમ છે આશા છે કે સરકાર ગંભીરતાપૂર્વક વિચાર કરશે. (૩પ-૪)

ભરતભાઇ અંજારિયા

રાજકોટ : મો. ૯૪ર૬૪ ૧૭૭પ૪

(4:00 PM IST)