<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિરની દુકાનો ખાલી કરવા મામલતદારની નોટિસનો સમયગાળો પૂર્ણ

30 જેટલી દુકાનો અને 5 જેટલા ઘરોને 10 દિવસમાં ખાલી કરવાની નોટિસ અપાયા બાદ આજે દસ દિવસ પૂરા થયા છે માટે તંત્ર આગળ પગલા લેશે:મંદિર પરિસર સહિત હજુ ઘણા વિકાસના કામો બાકી હોય વર્ષો જૂની દુકાનો મકાનો તોડવામાં આવશે.

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રજવાડી નગરી રાજપીપળાની કુળદેવી ગણાતામાં હરસિદ્ધિ મંદિર એક મોટું આસ્થાના કેન્દ્ર સાથે મોટું પ્રવાસન ધામ તરીકે પણ વિકસિત થઈ રહ્યું છે. 423 વર્ષ પૌરાણિક મંદિર મહારાજા વેરીસલાજી એ નિર્માણ કરાવ્યું હતું. ત્યારે રજવાડી લૂક હતું. સમય જતા મંદિર હિન્દુ દેવસ્થાન કમિટી હસ્તક આવ્યું અને સંચાલકો દ્વારા મંદિરમાં આવકનો સ્ત્રોત ઊભો કરવા પરિસર અને આજુબાજુના પ્રોટેક્શન વોલ પર દુકાનો બનાવી હતી જે અંદાજિત 30 જેટલી દુકાનો અને 5 જેટલા મંદિર પરિસરમાં પૂજારીઓ માટે રૂમો બનાવી હતી. હાલ આ તમામ દુકાનો અને રૂમો તોડવાની ફરજ પડી છે.
મળતી માહિતી અનુસાર હરસિદ્ધિ માતાજીનું પ્રાંગણ મોટું બનાવવાનું હોય સારા લુક અને પ્રવાસીઓના આકર્ષણને લઈને વિકાસ કરવાનો હોય, ધર્મશાળા પણ બનાવવાની હોય આ વિકાસ માટે અંદાજિત 6 કરોડ થી વધુ ની ગ્રાન્ટ સરકાર માંથી આવી છે માટે ત્યાંનો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે આ વિકાસ માટે જૂની દીવાલો તોડવી પડે તેમ હોય હાલ 30 દુકાનો ને ખાલી કરવા મામલતદાર નાંદોદ કે જે હિન્દુ દેવસ્થાન કમિટી ના ચેરમેન છે. તેમણે નોટિસ આપી હતી આ નોટિસ માં 10 દિવસનો સમય આપ્યો હતો જે આજે પૂરો થતા તંત્ર દ્વારા હવે દુકાનો ખાલી કરાવવા કાર્યવાહી કરાશે.
  આ મુદ્દે નાંદોદ મામલતદાર પદમાબેન ચૌધરએ જણાવ્યું કે નોટિસ આપ્યાના દસ દિવસની મુદત પૂર્ણ થાય છે હજુ પણ આ લોકો દુકાન ખાલી નહી કરે તો આગળ પગલા લઈ ખાલી કરાવવાની કાર્યવાહી કરીશું.


 

(1:14 AM IST)